પોલીસની શરમજનક હરકત, વીડિયો જોઇને લોકોએ કહ્યું ‘માનવતા મરી પરવારી’

PC: indiatoday.in

સોશિયલ મીડિયા પર પોલીસ અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. કોઇક વાર સારા કામ માટે તો કોઇક વખત બેકાર હરકતોને કારણે. સોશિયલ મીડિયા પર અત્યારે પુણે રેલવે સ્ટેશનનો એક પોલીસ કર્મીનો વીડિયો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક પોલીસ સ્ટેશના પ્લેટફોર્મ પર સુતેલા લોકો પર પાણી રેડીને તેમને જગાડી રહ્યો છે. આ વીડિયોને કેપ્શન, ‘RIP માનવતા લખીને શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઇ રહેલા પોલીસ GRP જવાન હોવાનું કહેવાઇ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને ટ્વીટર યૂઝર રૂપેન ચૌધરીએ શુક્રવારે અપલોડ કર્યો હતો. વીડિયો શેર કર્યા પછી નેટિજન્સે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે અને વીડિયો પર કમેન્ટનો વરસાદ થઇ ગયો.

પુણે ડિવિઝનલ રેલવે મેનેજર ઇંદુ દુબેએ વીડિયોને અફસોસજનક બતાવ્યો હતો. તેમણે કહ્યું કે, પ્લેટફોર્મ પર લોકોના સુવાને કારણે અન્ય મુસાફરોને અસુવિધા ઉભી થતી હોય છે, પરંતુ લોકોને આ રીતે ઉઠાડવાની રીત યોગ્ય નથી.

વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થયા પછી અત્યાર સુધીમાં 20 લાખ લોકોએ જોઇ લીધો છે. લોકો જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે આને શરમજનક હરકત જણાવી તો, તો એક યૂઝરે આ કૃત્યને સારા પાઠ તરીકે ગણાવ્યું કે બીજી વખત પ્લેટફોર્મ પર લોકો ન સુઇ જાય.

એક યૂઝરે લખ્યું કે સરકારે વધારે વેઇટીંગ હોલ બનાવવા જોઇએ, જેથી લોકોએ પ્લેટફોર્મ પર સુવું ન પડે.

એક યુઝરે લખ્યું છે કે પ્લેટફોર્મ પર ન સૂવાનો નિયમ છે, કાયદાને સમજાવવાનો આ એક સરળ રસ્તો છે. તે તેમના માટે એક પાઠ જેવું છે.

જો કે આ વીડિયો વાયરલ થવાને કારણે ભારે ચર્ચા ઉભી થઇ છે, પરંતુ દેશભરના રેલવે સ્ટેશનો પર આવું અનેક વખત બનતું જોવા મળે છે. રેલવે  સ્ટેશનોના પ્લેટફોર્મ પર અનેક લોકો ઉંઘતા જોવા મળતા હોય છે અને પોલીસ તેમને દંડા બતાવીને ઉઠાડે છે. એમાં ઘણી વખત સાવ નવરા લોકો પણ પ્લેટફોર્મ પર સુવા આવી જતા હોય છે અને અનેક લોકો એવા હોય છે, જેમને વારંવારની સુચના આપવા છતા ત્યાંથી હઠતા નથી, એવા સંજોગોમાં પોલીસો આવી રીતે પ્રયોગ કરતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp