શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ હિન્દુ નિવેદનને લઈને રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા
સંસદના વિશેષ સત્ર દરમિયાન કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના પહેલા ભાષણમાં હિન્દુઓને લઈને નિવેદન આપ્યું હતું. ત્યાર પછી BJPએ હિંદુ સંગઠનો સાથે મળીને તેમની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધીના હિંદુ નિવેદન પર થઈ રહેલી ટીકા વચ્ચે જ્યોતિર મઠના 46મા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કોંગ્રેસના સાંસદના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીનું ભાષણ હિંદુ ધર્મનો વિરોધ કરતું નથી. અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે, હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી.
હકીકતમાં, સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા તરીકે પોતાના પ્રથમ ભાષણમાં રાહુલ ગાંધીએ BJPના નેતાઓ પર લોકોને સાંપ્રદાયિક ધોરણે વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. પોતાના વિચારો વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, 'જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ હિંસાની વાત કરે છે'.
જ્યારે રાહુલ ગાંધીએ BJP પર આ આરોપ લગાવ્યો ત્યારે PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે કોંગ્રેસના નેતાએ સમગ્ર હિન્દુ સમાજને હિંસક ગણાવ્યો છે. હવે આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, રાહુલ ગાંધીનું ભાષણ હિંદુ ધર્મનો વિરોધ કરતું નથી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનનો માત્ર એક ભાગ ફેલાવવો યોગ્ય નથી અને જવાબદારોને સજા થવી જોઈએ.
કોંગ્રેસ પાર્ટીએ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું આ નિવેદન તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, 'અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે, હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી. રાહુલ ગાંધી ક્યાંય હિંદુ ધર્મ વિરુદ્ધ વાત નથી કરી રહ્યા. રાહુલ ગાંધીના નિવેદનનો અડધો ભાગ ફેલાવવો એ ગુનો છે. જે આવું કરે છે તેને સજા થવી જોઈએ.'
જોકે, 1 જુલાઈના રોજ લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણને કાપીને ટૂંકું કરવામાં આવ્યું હતું. તેમણે સંસદમાં લગભગ 90 મિનિટનું ભાષણ આપ્યું અને આ દરમિયાન તેમણે 20થી વધુ મુદ્દાઓ પર મોદી સરકાર અને BJP પર નિશાન સાધ્યું. તેમણે હિન્દુ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, બેરોજગારી, નોટબંધી, GST, MSP, હિંસા, ભય, ધર્મ, અયોધ્યા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, અદાણી-અંબાણી, PM અને સ્પીકરને લગતા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા ભાષણનો કેટલોક ભાગ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યો છે. હિંદુ, PM નરેન્દ્ર મોદી, BJP, RSS અને અન્ય ઘણા મુદ્દાઓ પર રાહુલની ટિપ્પણીઓને તેમના ભાષણમાંથી હટાવી દેવામાં આવી છે.
हमने राहुल गांधी का पूरा भाषण सुना। वे साफ कह रहे हैं कि हिंदू धर्म में हिंसा का स्थान नहीं है।
— Congress (@INCIndia) July 7, 2024
राहुल गांधी कहीं भी हिंदू धर्म के विपरीत बात नहीं कर रहे हैं।
राहुल गांधी के आधे वक्तव्य को फैलाना अपराध है। ऐसा करने वाले को दंडित किया जाना चाहिए।
:- शंकराचार्य स्वामी… pic.twitter.com/pOaRJBn3JU
જ્યારે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. જો કે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ તેમના ભાઈને સમર્થન આપ્યું હતું. તેણે કહ્યું કે, મારો ભાઈ (રાહુલ) ક્યારેય હિંદુઓ વિરુદ્ધ બોલી શકે નહીં. તેમણે BJP અને BJPના નેતાઓ વિશે વાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp