અવિમુક્તેશ્વરાનંદે બજરગં દળ, સાંઈ બાબા, ધર્માંતરણ વિશે જાણો શું કહ્યું

PC: newsnationtv.com

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી શનિવારે છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ભિલાઈ પહોંચ્યા હતા. અહીં તેમણે બજરંગ દળ, ધર્માન્તરણ, વિનય કટિયાર અને સાઈ બાબાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ધર્માન્તરણ ધાર્મિક કારણથી નહીં, માત્ર રાજનૈતિક કારણોસર થઈ રહ્યું છે. એવા લોકો ઈચ્છે છે કે વિશ્વમાં માત્ર તેમના ધર્મના લોકો જ થઈ જશે. ધર્માન્તરણનો વિરોધ પણ ધાર્મિક કારણોથી થઈ રહ્યો નથી. એ પણ એક રાજનીતિના કારણે કરવામાં આવી રહ્યો છે.

તેમણે આગળ કહ્યું કે, કોઇની ધર્માન્તરણ કરીને રાજનીતિ સફળ થઈ રહી છે, તો કોઈ ધર્માન્તરણનો વિરોધ કરીને રાજનીતિ કરી રહ્યું છે. બધી વસ્તુ રાજનીતિ માટે થઈ રહી છે. ધર્મ માટે કશું જ થઈ રહ્યું નથી. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વિનય કટિયારને લઈને પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પહેલા રામ જન્મભૂમિમાં બજરંગ દળની મોટી ભૂમિકા હતી. વિનય કટિયાર તેના અધ્યક્ષ હતા, પરંતુ હવે રામ મંદિર બની રહ્યું છે તો વિનય કટિયારની ઉપેક્ષા થઈ રહી છે.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, અમે પૂછવા માગીએ છીએ કે, તેમની ઉપેક્ષા શા માટે થઈ રહી છે? તેનો અર્થ એ છે કે જે લોકો મંદિર બનાવી રહ્યા છે, એ જ લોકોએ તેમના યોગદાનને નકારી દીધું છે. સાઈ બાબા બાબતે શંકરાચાર્યએ કહ્યું કે, તેઓ ભારતના નાગરિક હતા, પોતાનું જીવન જીવ્યા અને જતા રહ્યા. ધર્મ ફૂટબોલ થઈ ગયો છે. કોઈ આ તરફથી કીક મારી રહ્યું છે તો કોઈ એ તરફથી. બજરંગ દળ એક સંસ્થાનું નામ છે. સંસ્થાનું નામ રાખવાથી કોઈ બજરંગબલિ થઈ જતું નથી. સંસ્થા જેવું કામ કરશે, એવી જ તેની છબી રહેશે.

એપ્રિલ મહિનામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે સંતો દ્વારા હિન્દુ રાષ્ટ્રની માગ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમારી હિન્દુ રાષ્ટ્રની કોઈ માગ નથી. અમે ક્યારેય કોઈ હિન્દુ રાષ્ટ્રની માગ કરી નથી. જ્યાં સુધી કોઈ ફોર્મેટ સામે આવતું નથી કે હિન્દુ રાષ્ટ્ર થયા બાદ આપણાં દેશમાં આપણાં વ્યવહારમાં શું અંતર આવશે, ત્યાં સુધી આપણે તેનું ન સમર્થન કરી શકીએ અને ન તો વિરોધ કરી શકીએ છીએ. તેમણે હિન્દુ રાષ્ટ્રને લઈને સવાલ પણ ઉઠાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp