નરેન્દ્રાનંદે આપી હિન્દુઓને 5 બાળકો પેદા કરવાની સલાહ, બોલ્યા-સનાતન ધર્મમાં..

દેશ-પ્રદેશના રાજકારણમાં હાલના દિવસોમાં સાધુ-સંતોની જોરદાર બોલબાલા જોવા મળી રહી છે. ભલે કેન્દ્ર અને રાજ્યની સરકાર કુટુંબ નિયોજનને લઈને તમામ નિયમ, કાયદા બનાવી ચૂકી હોય, પરંતુ હિન્દુત્વ જોખમમાં હોવાનો સંદર્ભ આપતા કેટલાક સાધુ-સંત હિન્દુઓને વધારે બાળકો પેદા કરવાની સલાહ આપી રહ્યા છે. હવે સુમેરુ પીઠના શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે, હિન્દુઓએ ઓછામાં ઓછા 5 સંતાનોને પેદા કરવા જોઈએ.
શું બોલ્યા શંકરાચાર્ય?
શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીનું કહેવું છે કે, હિન્દુત્વ સતત જોખમમાં મુકાતું જઈ રહ્યું છે. દેશમાં 15 એવા રાજ્ય છે જ્યાં હિન્દુ લઘુમતી થઈ ગયા છે. એવામાં હવે આવશ્યકતા થઈ ગઈ છે કે હિન્દુ 5-5 સંતાનો પેદા કરે. સનાતનમાં ક્યારેય આપણે 2 અને આપણાં 2ની પરિકલ્પના નહોતી. જો એમ થાય છે તો રામ લક્ષ્મણ સાથે ભરત, શત્રુધ્ન ન હોત, અને શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ જ આ પાવન ધરા પર ન થઈ શકતો. શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીએ ઇસ્લામ પર પણ પ્રહાર કર્યો.
તેમણે કહ્યું કે, આ દેશમાં ઇસ્લામ અને વક્ફ બોર્ડની કોઈ જરૂરિયાત નથી. સનાતન કાલે પણ હતો અને આગળ પણ રહેશે. જે પણ લોકો ધર્માંતરણ કરાવવામાં લાગ્યા છે એવા લોકો પર રાજદ્રોહનો કેસ નોંધાવો જોઈએ અને તેમની સંપત્તિ પણ સરકારને આધીન થવી જોઈએ. શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીના નિવેદન બાદ હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. જો કે, ભારતીય જનતા પાર્ટી (BJP) તેના પર સમજી વિચારીને નિવેદન આપી રહી છે.
ભાજપના પ્રવક્તા નરેન્દ્ર સલૂજાનું કહેવું છે સાધુ સંત જો કોઈ વાત કહે છે તો તેની પાછળ કોઈક ને કોઈક કારણ હોય છે. તેમણે સમજમાં આ પ્રકારની વસ્તુ જોઈ હશે એટલે તેમણે પોતાના પ્રવચનમાં આ વાત કહી છે. જો કે, આ તેમના અંગત વિચાર છે. ભાજપ ન તો તેનો વિરોધ કરે છે અને ન તો તેમના સમર્થનમાં ઊભી છે. કોંગ્રેસે શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીના નિવેદનના બહાને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો.
કોંગ્રેસના પ્રવક્તા આનંદ જાટનું કહેવું છે કે, જે સરકારોના રાજ્યમાં ધર્માંતરણ થઈ રહ્યું છે અને હિન્દુ લઘુમતી થઈ ગયા છે એવી સરકારો બદલવાનું કામ જનતાએ કરવું જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે, વધતી મોંઘવારીમાં એક બાળકનું પાલન-પોષણ કરવાનું મુશ્કેલ છે એવામાં 5 બાળકોનું પાલન-પોષણ કેવી રીતે થશે. જો સરકાર મોંઘવારી અને બેરોજગારીને ઓછી કરી દે અને 5 બાળકોને પેદા કરવાનો કાયદો દેશમાં લાગૂ કરી દે તો તેમાં કોઈ આપત્તિ નહીં હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp