શરદ પવાર અને અજીત પવારની સિક્રેટ મીટિંગ, બિઝનેસમેનના બંગલા પર ચાલી એક કલાક બેઠક

PC: indianexpress.com

બે ભાગ થઈ ચૂકેલી એનસીપીને ફરીથી એકજૂથ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ ક્રમમાં કાકા શરદ પવાર અને ભત્રીજા અજીત પવાર વચ્ચે પડેલી તિરાડ ભરવા માટે શનિવારે એક બિઝનેસમેનના બંગલા પર સિક્રેટ મીટિંગ થઈ હતી. જો કે, એક કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી મીટિંગમાં શું વાત થઈ અને તેનો હેતુ શું હતો? તેના પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બે નેતાઓની ગાડીઓ બંગલાથી બહાર આવતી નજરે પડી રહી છે.

શનિવારે પૂણેના કોરેગાંવ પાર્ક ક્ષેત્રની લાઇન નંબર-3માં બિઝનેસમેન અતુલ ચોર્ડિયાના બંગલા પર એનસીપી નેતા શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર વચ્ચે એક સિક્રેટ મીટિંગ થઈ. એક કલાક કરતા વધુ સમય સુધી થયેલી મીટિંગ બાદ સૌથી પહેલા અતુલ ચોર્ડિયાના બંગલાથી શરદ પવારનો કાફલો નીકળ્યો. પછી લગભગ એક કલાક બાદ અજીત પવાર પણ ત્યાંથી નિકળ્યા. આ દરમિયાન બહાર નીકળતી વખત તેમની ગાડી પણ ગેટ સાથે ટકરાઇ ગઈ.

મીડિયા રિપોર્ટ મુજબ એનસીપી નેતા અમોલ મિટકારીએ કહ્યું કે, “આ બંને નેતાઓ વચ્ચે પારિવારિક મુલાકાત હોય શકે છે.” શરદ પવાર બપોરે લગભગ એક વાગ્યે કોરેગાંવ પાર્ક ક્ષેત્રમાં આવેલા બિઝનેસમેનના આવાસ પર પહોંચતા દેખાયા હતા. સાંજે લગભગ પાંચ વાગ્યે તેઓ બહાર નીકળ્યા. એક કલાક કરતા વધુ સમય બાદ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સાંજે 6:45 વાગ્યે કેમેરાથી બચવાનો પ્રયાસ કરતા એક કારમાં પરિસરથી બહાર નીકળતા જોવા મળ્યા.

માનવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્ર એનસીપી (શરદ પવાર ગ્રુપ) જયંત પાટિલ પણ બેઠકમાં સામેલ થયા. શરદ પવાર અને અજીત પવાર અલગ અલગ કાર્યક્રમોમાં સામેલ થવા માટે શનિવારે પૂણે ગયા હતા. ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે કહ્યું કે, “તેમને (પવાર અને જયંત પાટિલને) પૂછવું સારું હશે કે બેઠક દરમિયાન શું વાતચીત થઈ. શરદ પવાર અને અજીત પવાર પરિવારના સભ્ય છે.”

મહારાષ્ટ્રમાં 2 જુલાઇના રોજ અજીત પવારે પક્ષ બદલીને એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થઈ ગયા હતા. તેમણે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. અજીત સાથે છગન ભુજબલ, ધનંજય મુંડે સહિત એનસીપીના 8 ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ કાકા ભત્રીજા વચ્ચે ઘણા ચરણની બેઠક કરી ચૂક્યા છે. રાજનૈતિક ગલિયારાઓમાં તેને લઈને જાત જાતની વાત થઈ રહી છે.

અજીત પવારે બળવા બાદ પણ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ શરદ પવાર ગ્રુપના ધારાસભ્ય બેચેન નજરે પડ્યા હતા. ધારાસભ્ય પ્રદેશન અધ્યક્ષ જયંત પાટીલ, અજીત પવાર અને બળવાખોર ધારાસભ્યો બાબતે વહેલી તકે વલણ સ્પષ્ટ કરવા કહી ચૂક્યા છે. તેમણે આ મુદ્દા પર એનસીપી પ્રમુખ પવારની લાંબા સમય સુધીના મૌનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. થોડા દિવસ અગાઉ જ જયંત પાટિલે એનસીપી ધારાસભ્યોને તાજમહલ હોટલમાં ડિનર માટે આમંત્રિત કર્યા હતા.

તેમનો હેતુ સહયોગી ધારાસભ્યોની ભાવનાઓને સમજવાનો પ્રયાસ હતો. ડિનરમાં એક ડઝનથી વધુ ધારાસભ્યો પહોંચ્યા હતા. તેમાં જિતેન્દ્ર અવ્હાડ, રોહિત પવાર સહિત અન્ય ધારાસભ્ય સામેલ હતા. ડિનરમાં સામેલ એક ધારાસભ્યએ કહ્યું હતું કે, હોટલમાં પાટીલની ડિનર ડિપ્લોમસીની એકદમ વિરુદ્ધ અસર થઈ હતી. એનસીપીના બળવાખોર ધારાસભ્યો છગન ભુજબલના ગઢ યેઓલામાં શરદ પવારની રેલી બાદ અજીત પવારે પોતાના કાકા સાથે સતત એ 3 વખત મુલાકાત કરી હતી.

અજીત પવારે શરદ પવારને પોતાના નેતા બનવા અને ભાજપ સાથે હાથ મળાવવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની પહેલી મુલાકાત એક ખૂબ જ પરિચિત ઘટના હતી. જ્યારે તેઓ પોતાની પત્ની સુનેત્રા અને દીકરા પાર્થ સાથે શરદ પવારના આવાસ સિલ્વર ઓક પર ગયા હતા. આ મુલાકાત બાદ અજીત પવારે પોતાના નવા બનેલા મંત્રીઓ અને પોતાના સમર્થનો સાથે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp