શરદ પવારે સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને બનાવ્યા NCPના કાર્યકારી અધ્યક્ષ

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)માં શનિવારે મોટો બદલાવ કરવામાં આવ્યો છે. પાર્ટીએ શરદ પવારની દીકરી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને નવા કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. પાર્ટીનો આ નિર્ણય સીનિયર લીડર અજીત પવાર માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે. જાણકારોનું કહેવું હતું કે, અજીત પોતે પાર્ટીના અધ્યક્ષ પદના દાવેદાર હતા. તેઓ હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ છે. ગત દિવસોમાં શરદ પવારે પાર્ટી પ્રમુખની જવાબદારી છોડવાની જાહેરાત કરી હતી. જો કે, કાર્યકર્તાઓની નારાજગી અને નેતાઓના મનાવ્યા બાદ તેમણે પોતાનો નિર્ણય પરત લઈ લીધો હતો.
પવારની રજૂઆત પર વિચાર વિમર્શ માટે બનાવવવામાં આવેલી પેનલે 5 મેના રોજ તેમના રાજીનામાંને સ્વીકારવાની ના પાડી દીધી હતી અને તેમને પાર્ટી અધ્યક્ષ બન્યા રહેવાનો આગ્રહ કર્યો હતો. હવે પાર્ટી હાઇકમાને બે નવા કાર્યકારી અધ્યક્ષ બનાવીને ચોંકાવી દીધા છે. શનિવારે NCPનો 24મો સ્થાપના દિવસ છે. પાર્ટી રમુખ શરદ પવારે કહ્યું કે, NCPને મજબૂત કરવા માટે આપણે બધા લોકોએ કામ કરવું પડશે. પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલેને વર્કિંગ કમિટીના પ્રેસિડેન્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સુપ્રિયા સુલેને હરિયાણા અને પંજાબની જવાબદારી આપવામાં આવી છે. NCP પ્રમુખ નેતા અજીત પવારની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી છે.
કોને શું જવાબદારી આપવામાં આવી?
સુપ્રિયા સુલે: કાર્યકારી અધ્યક્ષ. મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, મહિલા યુવા, લોકસભા સમન્વયની જવાબદારી.
પ્રફુલ પટેલ: કાર્યકારી અધ્યક્ષ. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગોવાની જવાબદારી
સુનિલ તટકરે: રાષ્ટ્રીય મહાસચિવ. ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ખેડૂત, લઘુમતી વિભાગના પ્રભારી.
ફૈઝલ: તામિલનાડુ, તેલંગાણા, કેરળની જવાબદારી.
જાહેરાત બાદ સુપ્રિયા સુલેએ કહ્યું કે, તેઓ પાર્ટીની ખૂબ આભારી છે. તેઓ પાર્ટીના ભરોસા પર ખરી ઉતરવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, NCPની વર્ષગાંઠના અવસર પર આયોજિત કાર્યક્રમમાં માટે અને પ્રફુલભાઈ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હું તેના માટે પાર્ટી સંગઠનનો હૃદયથી આભારી છું. પાર્ટી દ્વારા મારા પર વ્યક્ત કરવામાં આવેલા ભરોસાને યોગ્ય સાબિત કરવા માટે હું સંકલ્પિત છું. NCP નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને શુભચિંતકોને પૂર્વમાં સારું સમર્થન મળ્યું છે અને આગળ પણ તે ચાલુ રહેશે. આ જવાબદારી માટે ફરી એક વખત પવાર સાહેબ, પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર.
તો અજીત પવારની ભૂમિકાને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે. જો કે, મહારાષ્ટ્રમાં તેઓ પાર્ટીની જવાબદારી સંભાળી રહ્યા છે. આ જ કારણ છે કે નવા પદાધિકારીઓને મહારાષ્ટ્રમાં કોઈ જવાબદારી આપવામાં આવી નથી. આગામી દિવસોમાં જો રાજ્યમાં NCP સત્તામાં આવે છે તો અજીતને મોટી જવાબદારી સોંપી શકાય છે. રિપોર્ટ્સ મુજબ, પાર્ટીના આ નિર્ણયથી અજીત પવાર નારાજ નથી. તેઓ મહારાષ્ટ્રમાં કામ કરવા માગે છે. એમ માનવામાં આવી રહ્યું હતું કે, NCPની અંદર બે જૂથ છે. એક જૂથનું માનવું હતું કે ભાજપ સાથે સરકાર બનાવવી જોઈએ અને બીજું જૂથ એ વાતથી સહમત નહોતું.
હવે પાર્ટીને 2 કાર્યકારી અધ્યક્ષ બનાવીને બધા વર્ગોને સાધવાનો એક પ્રયાસ કર્યો છે. NCPની 24મી વર્ષગાંઠ પર સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલ સિવાય સાંસદ સુનિલ તટકરે, ડૉ. યોગાનંદ શાસ્ત્રી, કેકે શર્મા, પીપી મોહમ્મદ ફૈઝલ, નરેન્દ્ર વર્મા, જિતેન્દ્ર અવાદ, આરએસ કોહલી, નસીમ સીદ્દિકીને પાર્ટીમાં ઘણી મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. શરદ પવારના નેતૃત્વ અને માર્ગદર્શનમાં NCP જે દિલમાં મહારાષ્ટ્ર આંખો સામે રાષ્ટ્રના વિચાર સાથે રજત વર્ષમાં પ્રવેશ કરી રહી છે. દેશ અને રાજ્યના વિકાસમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપશે. NCPનો દરેક કાર્યકર્તા અને અપદાધિકારી આ લક્ષ્યની દિશામાં કામ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp