અજીત પવારના શપથ ગ્રહણમાં ગયેલા MLA આજે કહે છે હું તો શરદ પવારની સાથે છું અને...

શિવસેના પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં વિભાજન થતાં શરદ પવારના જૂથમાં ગભરાટ ફેલાયો છે અને એકબીજા પર નિવેદનો આપવાનું ચાલુ કર્યું છે. જેમાં પક્ષના ધારાસભ્યો અને સંગઠન સાથે જોડાયેલા લોકો કઈ બાજુ છે, હવે તેઓ આગળ આવીને મીડિયાને જણાવી રહ્યા છે. દૌલત દરોડા મહારાષ્ટ્રની શાહપુર સીટ પરથી NCPના ધારાસભ્ય છે. રવિવાર, 2 જુલાઈના રોજ, જ્યારે અજિત પવાર સહિત NCPના નવ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા ત્યારે દૌલત  દરોડા રાજભવનમાં બેઠા હતા. આ કારણથી તેમની ગણતરી અજિત પવારની છાવણીના ધારાસભ્યોમાં કરવામાં આવી હતી.

પરંતુ હવે શપથ ગ્રહણ સમારોહના બીજા દિવસે દૌલત દરોડા કંઈક બીજું જ કહેતા જોવા મળે છે. સોમવાર, 3 જુલાઈના રોજ, મીડિયા સૂત્રો સાથેની વાતચિત દરમિયાન દોલત દરોડાને પૂછવામાં આવ્યું કે, શું તેઓ અજિત પવારની છાવણીમાં છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, 'NCP પાર્ટી શરદ પવારની છે અને તેથી હું શરદ પવારની સાથે છું. ભલે હું રાજભવનમાં શપથ ગ્રહણ વખતે ગઈ કાલે અજિત પવાર સાથે હાજર હતો, પરંતુ આજે પણ હું શરદ પવાર સાથે છું, મને પણ મંત્રી પદની ઑફર કરવામાં આવી હતી, પરંતુ મેં કહ્યું હતું કે, જે સરકારમાં CM એકનાથ શિંદે હશે. તેવી સરકાર સાથે હું નહિ રહીશ.'

23 નવેમ્બર 2019ની વહેલી સવારે મહારાષ્ટ્રના રાજકારણમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ દિવસે BJPમાંથી દેવેન્દ્ર ફડણવીસ અને NCPના અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કરીને સરકાર બનાવી હતી. જેમાં દેવેન્દ્ર ફડણવીસ CM અને અજિત પવાર DyCM બન્યા. જો કે, બંને માત્ર 80 કલાક જ પદ પર રહી શક્યા અને પછી આ સરકાર પડી ગઈ. અજિત પવાર કાકા પાસે પાછા ફર્યા હતા.

આ બનાવ બન્યો ત્યારે પણ ધારાસભ્ય દૌલત દરોડા ચર્ચામાં હતા. હકીકતમાં શપથગ્રહણના દિવસે જ દૌલત દરોડાના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. તેઓ શપથ લીધાના સમયથી જ ગાયબ હતો. કહેવાય છે કે, અજિત પવાર તેમને લઈને BJP સાથે ચાલ્યા ગયા છે. જો કે, ગુમ થયાની ફરિયાદ દાખલ થયાના બીજા જ દિવસે, NCP ધારાસભ્ય દૌલત દરોડા આગળ આવ્યા અને કહ્યું કે તેઓ સુરક્ષિત છે. તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટી બદલવાનો કોઈ સવાલ જ નથી. શરદ પવાર અને અજિત પવાર જે પણ નિર્ણય લેશે, તે નિર્ણયમાં તેઓ સાથે રહેશે.

About The Author

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.