શરદ પવારે જણાવ્યો મહારાષ્ટ્રમાં બદલાવનો ફોર્મ્યૂલા, બોલ્યા- 3 પાર્ટીઓ નક્કી કરે

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ચીફ શરદ પવારે મહારાષ્ટ્રમાં વિપક્ષને એકજૂથ રાખવા માટે હુંકાર ભરી છે. તેમણે કહ્યું કે, જો તેમની પાર્ટી NCP સાથે જ કોંગ્રેસ અને શિવસેના (UBT) નક્કી કરી લે કે મહારાષ્ટ્રમાં બદલાવ લાવવો હોય તો રાજ્યમાં બદલાવ આવીને જ રહેશે. ત્રણેય પાર્ટીઓ મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં સામેલ છે. એક પુસ્તક વિમોચન સમારોહમાં બોલતા શરદ પવારે કહ્યું કે, વર્તમાન રાજ્ય સરકાર સાથે જોડાવું મુશ્કેલ છે. ગત સરકારોને યાદ કરતા કહ્યું કે, પહેલાની સરકારોએ પ્રાચીન કળા, સંસ્કૃતિ, સાહિત્ય અને ઇતિહાસના સંરક્ષણમાં ખૂબ મદદ કરી.
જે કાર્યક્રમમાં શરદ પવારે એવી વાતો કહી, તેમાં શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા બાળાસાહેબ થોરાટ પણ મંચ પર ઉપસ્થિત હતા. શરદ પવારે આગળ કહ્યું કે, વર્તમાન રાજ્ય સરકાર સાથે જોડાવું મુશ્કેલ છે, પરંતુ કેટલાક સમાધાન જરૂર નીકળશે. 2 જુલાઇના રોજ અજીત પવારે NCP સાથે વિદ્રોહ કરીને સરકારનો હાથ પકડી લીધો છે. અજીત પવારના વિદ્રોહ બાદ આ પહેલી વખત છે જ્યારે મહાગઠબંધનના સહયોગી એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શરદ પવારે કહ્યું કે, યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન પુસ્તકો પ્રકાશિત કરનારા ગ્રુપ, રજવાડા ઇતિહાસ સંશોધક મંડળને 50 લાખ રૂપિયા આપશે. શરદ પવાર, યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાનના પ્રમુખ છે. અજીત પવારે બળવા બાદ શરદ પવારે મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ શરદ પવાર ગ્રુપના ધારાસભ્ય બેચેન નજરે પડ્યા. ધારાસભ્ય અધ્યક્ષ જયંત પાટીલથી લઇને અજીત પવાર અને બળવાખોર ધારાસભ્ય બાબતે વહેલી તકે વલણ સ્પષ્ટ કરવા કહી ચૂક્યા છે.
તેમણે આ મુદ્દા પર NCP પ્રમુખ શરદ પવારની લાંબા સમય સુધી મૌનને લઈને પણ નારાજગી વ્યક્ત કરી હતી. થોડા દિવસ અગાઉ જ જયંત પાટીલે NCP ધારાસભ્યોને તાજ મહલ હોટલમાં ડિનર માટે આમંત્રિત કર્યા હતા. તેનું ઉદ્દેશ્ય સહયોગી ધારાસભ્યોની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો. ડિનરમાં એક ડઝનથી વધુ ધારાસભ્ય પહોંચ્યા હતા. તેમાં જિતેન્દ્ર આવ્હાડ, રોહિત પવાર, સંદીપ ક્ષીરસાગર, બાળાસાહેબ પાટિલ, અશોક પવાર વગરે સામેલ હતા.
ડીનરમાં સામેલ એક ધારાસભ્યએ નામ ન પ્રકાશિત કરવા પર જણાવ્યું હતું કે હોટલમાં પાટીલની ડિનર ડિપ્લોમસીની એકદમ ઊલટી અસર થઈ હતી. NCPના ધારાસભ્ય છગન ભુજબલના ગઢ યેઓલામાં શરદ પવારની રેલી બાદ અજીત પવારે પોતાના કાકા સાથે સતત 3 વખત મુલાકાત કરી હતી. અજીત પવારે શરદ પવારને પોતાના નેતા બનવા અને ભાજપ સાથે હાથ મળાવવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની પહેલી મુલાકાત એક ખૂબ જ પરિચિત ઘટના હતી, જ્યારે તેઓ પોતાની પત્ની સુનેત્રા અને પુત્ર પાર્થ સાથે શરદ પવારના આવાસ સિલ્વર ઓક ગયા હતા. આ મુલાકાત બાદ અજીત પવારે પોતાના નવા બનેલા મંત્રીઓ અને પોતાના સમર્થક ધારાસભ્યો સાથે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp