શરદ પવાર NCP પ્રમુખ તરીકે જ રહેશે, રાજીનામું પાછું ખેંચ્યું, કારણ જણાવ્યું

PC: hindustantimes.com

NCPમાં પ્રમુખ પદને લઈને ચાલી રહેલી હલચલનો અંત આવ્યો છે. શરદ પવારે પોતાનું રાજીનામું પાછું લઈ લીધું છે. એટલે કે NCPના અધ્યક્ષ માત્ર શરદ પવાર જ રહેશે. આ અગાઉ, પાર્ટીની 18 સભ્યોની સમિતિએ રાજીનામું ફગાવી દીધું હતું. બેઠક દરમિયાન NCP કમિટીએ કહ્યું હતું કે, શરદ પવાર સક્રિય રાજકારણમાં રહીને પાર્ટીના અધ્યક્ષ રહેશે. આ અંગે શરદ પવારે શુક્રવારે સાંજે YB ચવ્હાણ સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી.

શરદ પવારે કહ્યું કે 2 મે, 2023ના રોજ મારી આત્મકથા પુસ્તક 'લોક ભુલભૂલૈયા સંગતિ'ના વિમોચન પ્રસંગે મેં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. સેવાનિવૃત્તિ લેવાનો મારો નિર્ણય જાહેર કર્યો. જાહેર જીવનમાં 63 વર્ષની લાંબી સેવા બાદ પદ છોડવું એ મારો પોતાનો નિર્ણય હતો. પરંતુ મારા આ નિર્ણયથી લોકોમાં મજબૂત લાગણીઓ પેદા કરી.

તેમણે કહ્યું કે, મારો નિર્ણય સાંભળીને પાર્ટી કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને મારા સાથીદારો નિરાશ થયા છે. મારા તમામ શુભેચ્છકોએ એક અવાજે મને મારા નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી. તે જ સમયે, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, મારા સાથીદારો અને દેશભરના અને ખાસ કરીને મહારાષ્ટ્રના શુભેચ્છકોએ મને મારો નિર્ણય બદલવા માટે સમજાવ્યો.

પવારે કહ્યું કે, તમામ દ્વારા કરવામાં આવેલી અપીલને ધ્યાનમાં રાખીને અને સમિતિના નિર્ણયને માન આપીને હું રાજીનામું આપવાનો નિર્ણય પાછો ખેંચી રહ્યો છું. હું કાર્યકર્તાઓનો અનાદર કરી શકું એમ નથી ભલે હું આ નિર્ણય લઈ રહ્યો છું, મને લાગે છે કે પાર્ટીમાં નવું નેતૃત્વ રચવું જોઈએ અને હું તેના માટે કામ કરીશ. રાહુલ ગાંધી, સીતારામ યેચુરી અને અન્ય ઘણા લોકોએ કહ્યું કે વિપક્ષની એકતા માટે મારી હાજરી જરૂરી છે.

અજિત પવારના પ્રેસ કોન્ફરન્સમાં ન હોવાના સવાલ પર તેમણે કહ્યું કે, દરેક જણ PCમાં નથી આવતા. અજિત પવાર સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ ઠરાવ પસાર કરવામાં સામેલ હતા. મેં મારા સાથીદારોને વિશ્વાસમાં લીધા નહોતા, કારણ કે મને લાગતું હતું કે તેઓ મને તે કરવા દેશે નહીં. પ્રતિભાવ જોઈને મેં મારો નિર્ણય પાછો ખેંચી લીધો છે. આખી ટીમ સક્ષમ છે. તેમને તક આપવા માટે મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp