કોર કમિટીએ શરદ પવારનું રાજીનામું કર્યું નામંજૂર, એક કાર્યકર્તાએ આત્મહત્યા..

PC: rediff.com

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ની કાર્ય સમિતિની બેઠક આજે થઈ હતી, જેમાં શરદ પવારના રાજીનામાને નામંજૂર કરવામાં આવ્યું છે. બેઠકમાં NCPની કોર કમિટીના પાર્ટી પ્રમુખ શરદ પવારને પાર્ટીનું નેતૃત્વ ચાલુ રાખવાનો અનુરોધ કરતા એક પ્રસ્તાવ પાસ કર્યો છે. શરૂઆતથી જ પાર્ટીના વરિષ્ઠ નેતા સહિત સામાન્ય કાર્યકર્તા શરદ પવારને રાજીનામું પાછું લેવાનો આગ્રહ કરી રહ્યા છે, પરંતુ શરદ પવારે સ્પષ્ટ રૂપે રાજીનામું પાછું લેવાની ના પાડી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાર્ટી હેડક્વાર્ટર બહાર એક કાર્યકર્તાએ પોતાના પર કેરોસિન નાખીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. પાર્ટીની બેઠક સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં NCPના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલે કહ્યું કે, શરદ પવારજીએ 2 મેના રોજ અચાનક પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી. તેમણે આગામી કાર્યવાહી માટે અને નવા અધ્યક્ષની ચૂંટણી કરવા માટે પાર્ટી નેતાઓની એક સમિતિની રચના કરી હતી. આજે અમે સમિતિની બેઠક કરી. મારા સહિત ઘણા નેતાઓએ પવાર સાહેબ સાથે મુલાકાત કરી અને અમે તેમને સતત પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો અનુરોધ કર્યો કેમ કે આ સમયે દેશ અને પાર્ટીને તેમની જરૂરિયાત છે.

ન માત્ર NCP નેતાઓએ, પરંતુ પ્રતિષ્ઠિત હસ્તીઓએ પણ તેમને પાર્ટી પ્રમુખ બન્યા રહેવાનો અનુરોધ કર્યો છે. એ સિવાય તેમણે કહ્યું કે, પવાર સાહેબે અમને કહ્યા વિના નિર્ણય લઈ લીધો. પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓની બધી માગો પર વિચાર કરતા અમે આજે બેઠક કરી અને સમિતિએ સર્વસંમતીથી એક પ્રસ્તાવ પાસ કર્યો છે. સમિતિ સર્વસંમતીથી આ રાજીનામાને ફગાવે છે અને અમે તેમને પાર્ટી અધ્યક્ષ પદ પર બન્યા રહેવાનો અનુરોધ કરીએ છીએ.

પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ નક્કી કરવા માટે શરદ પવારે 18 સભ્યોની સમિતિની રચના કરી હતી, આ સમિતિમાં પ્રફુલ પટેલ, અનુલ તટકરે, પી.સી. ચાકો, નરહરિ જિરવાલ, અજીત પવાર, સુપ્રિયા સુલે, જયંત પાટિલી, છગન ભુજબલ, દીલિપ વાલસે પાટિલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આવ્હાડ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, જયદેવ ગાયકવાડ અને પાર્ટીના ફ્રન્ટલ સેલના પ્રમુખ સામેલ છે. મુંબઇમાં પાર્ટી કાર્યાલય બહાર NCP પ્રમુખ શરદ પવારના સમર્થનમાં નારેબાજી કરી. ઉલ્લેખનીય છે કે, 2 મેના રોજ શરદ પવારે મુંબઇમાં પોતાની આત્મકથા ‘લોક માઝે સાંગતી’ના નવા એડિશનના વિમોચન કાર્યક્રમમાં NCPના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp