PM મોદીનો વીડિયો શેર કરીને BJP સાંસદે કહ્યું- નબળા હૃદયવાળા ન જોતા પછી ન કેતા...

PM નરેન્દ્ર મોદીએ સંસદમાં આપેલું ભાષણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. એક તરફ કોંગ્રેસ આ વીડિયો પર અનેક સવાલો ઉઠાવી રહી છે તો બીજી તરફ BJPના નેતાઓ વીડિયો દ્વારા PM નરેન્દ્ર મોદીના વખાણ કરતા થાકતા નથી. આ દરમિયાન નાગાલેન્ડના મંત્રી અને BJP સાંસદ ટેમજેન ઈમ્ના અલંગે PM નરેન્દ્ર મોદીનો વીડિયો શેર કર્યો અને લખ્યું કે નબળા હૃદયવાળાઓએ વીડિયો ન જોવો જોઈએ. તેની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર પ્રહારો કર્યા હતા. કાશ્મીરના મુદ્દે તેમણે કહ્યું, 'છેલ્લી સદીમાં હું પણ યાત્રા કરીને કાશ્મીર ગયો હતો. લાલ ચોક ખાતે તિરંગો ફરકાવવાનો સંકલ્પ લીધો હતો. ત્યારે આતંકવાદીઓએ પોસ્ટર લગાવ્યા હતા કે, જોઈએ છીએ કે કોનામાં હિંમત છે અને કોણે તેની માતાનું દૂધ પીધું છે… જે અહીં આવીને તિરંગો ફરકાવે છે. મેં તેમને કહ્યું કે, 'આતંકવાદીઓ કાન ખોલીને સાંભળે. હું 26 જાન્યુઆરીએ બરાબર 11 વાગ્યે લાલ ચોક પહોંચીશ. હું સુરક્ષા વિના, બુલેટ પ્રૂફ જેકેટ વિના આવીશ અને લાલ ચોકમાં નક્કી થશે કે કોણે માતાનું દૂધ પીધું છે?'

PM નરેન્દ્ર મોદીના આ વીડિયોને શેર કરતા BJP સાંસદ ટેમ્જેન ઈમ્ના અલંગે લખ્યું, 'ચેતવણી... નબળા હૃદયવાળા લોકોએ આ વીડિયો ન જોવો જોઈએ, પછી એમ ન કહેતા કે કહ્યું નહોતું.' આ વીડિયોને ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાક યુઝર્સે તેમ્જેન ઇમના અલંગ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કેટલાક લોકોએ PM નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે, તો કેટલાક લોકોએ તીખા વ્યંગ પણ કર્યા છે.

@cheontheroad નામના યુઝરે લખ્યું, 'વાહ PM મોદીજી, અદ્ભુત ભાષણ.' @bothrapawan53 નામના યુઝરે ટિપ્પણી કરી, 'તેમાં ખાસ શું છે? છેલ્લા 8 વર્ષથી આવા જ ભાષણો સાંભળી રહ્યો છું.' @UJJAVALSHAH2એ ટ્વિટર હેન્ડલ લખ્યું, 'આર્મીએ આખા લાલ ચોકને ઘેરી લીધો હતો અને જૂના શ્રીનગરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. સેનાના સહકાર વિના ધ્વજ ફરકાવવો અસંભવ હતો અને ધ્વજ PM મોદીજીએ નહીં પણ મુરલી મનોહર જોશીએ ફરકાવ્યો હતો. સર મુખ્ય ભૂમિકામાં નહીં પણ સંકલન અને સહાયકની ભૂમિકામાં હતા.' @RDTQM નામના યુઝરે લખ્યું, 'અમેઝિંગ સ્ટાઇલ.'

PM નરેન્દ્ર મોદીનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, 'આ યાત્રાની સફળતાએ આતંકવાદીઓને પરેશાન કર્યા છે, પોસ્ટરો પર લખવામાં આવ્યું છે કે, જેમણે માતાનું દૂધ પીધું છે તેઓ લાલ ચોકમાં ભારત માતાનો ધ્વજ ફરકાવે. 26 જાન્યુઆરી આડે હવે ગણતરીના કલાકો બાકી છે, જલ્દી જ નક્કી થશે કે કોણે માતાનું દૂધ પીધું છે.'

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.