ગુજરાત દંગા પર ચર્ચાનો ફાયદો નથીઃ BBC ડોક્યુમેન્ટ્રી વિવાદ પર બોલ્યા થરૂર

PC: hindustantimes.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી BBC ડોક્યુમેન્ટ્રીના વિવાદ પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે શનિવારે મૌન તોડ્યું. તેમણે કહ્યું કે, તેમણે ક્યારેય પણ દેશના લોકોને 2002ના ગુજરાત દંગાઓથી આગળ વધવા માટે નથી કહ્યું. થરૂરે કહ્યું કે, ગુજરાત દંગાના જખ્મો હજુ રુઝાયા નથી પરંતુ, એ વાત પર ભાર આપ્યો કે આ મુદ્દા પર ચર્ચા કરવાનો કોઈ ફાયદો નહીં થશે કારણ કે, સુપ્રીમ કોર્ટ આ મામલામાં પેહલા જ આદેશ સંભળાવી ચુકી છે. તેને બદલે આપણે તેના કરતા મોટા સમકાલીન મામલાઓ પર વાત કરવાની જરૂર છે.

એક ઓનલાઈન સમાચાર પોર્ટલ સાથે વાત કરતા પહેલા તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે, ભારત આ ત્રાસદી કરતા આગળ વધી ગયુ છે અને લોકોએ આ મામલાથી આગળ વધવુ જોઈએ. તેમણે કહ્યું હતું કે, આ ઘટનાને બે દાયકા વીતી ચુક્યા છે અને સર્વોચ્ચ કોર્ટે પણ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. જોકે, કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તેઓ એ લોકો પર આક્ષેપ નથી લગાવી રહ્યા જેઓ માને છે કે આધિકારીક તપાસથી સમગ્ર સત્ય સામે નથી આવ્યું.

થરૂરની ટિપ્પણીઓએ કેટલાક વર્ગોમાં નારાજગી પેદા કરી દીધી છે કારણ કે, તેમણે ઔપનિવેશિક શાસન માટે અંગ્રેજો પાસેથી તેમની ક્ષતિપૂર્તિ માંગોને ઉજાગર કરી. અશોક સિંહ ગરચા નામના એક ટ્વિટ યુઝરે કહ્યું, શશિ થરૂરે 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે બ્રિટિશ સરકાર પાસે માફીની માંગણી કરી. જ્યારે, કાલે તેમણે ભારતીયોને 2002ના ગુજરાત નરસંહારથી આઘળ વધવા માટે કહ્યું. તેના પર શશિ થરૂરે જવાબ આપ્યો, મેં આવુ નથી કહ્યું. થરૂરે કહ્યું, મેં વારંવાર એ સ્પષ્ટ કર્યું છે કે મારું માનવુ છે કે ગુજરાતના ઝખ્મો સંપૂર્ણરીતે રુઝાયા નથી પરંતુ, એ જોતા કે સુપ્રીમ કોર્ટ તેના પર અંતિમ નિર્ણય સંભળાવી ચુકી છે, આપણને આ મુદ્દા પર ચર્ચા કરવાથી ઓછો લાભ થશે.

થરૂરે આગળ કહ્યું, હું સ્વીકાર કરું છું કે અન્ય લોકો મારા વિચાર સાથે અસહમત હોઈ શકે છે પરંતુ, સાંપ્રદાયિક મુદ્દાઓ પર મારા વિચાર ચાર દાયકાના રેકોર્ડ અને ગુજરાત દંગા પીડિતો માટે ઊભા થવાના બે દાયકાઓના રેકોર્ડને વિકૃત કરવા સમાન છે. તે દુર્ભાવનાપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે, ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ હેડિંગવાળી BBC ડોક્યુમેન્ટ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિભાવવામાં આવેલી ભૂમિકાની ટીકા પર આધારિત છે. તે સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, જ્યારે સાંપ્રદાયિક હિંસાએ 1000 કરતા વધુ લોકોને મારી નાંખ્યા. તેમા મોટાભાગના મુસ્લિમ હતા. બે ભાગવાળી આ ડોક્યુમેન્ટ્રીના પ્રસારણ પર ભારતમાં પ્રતિબંધ છે. કેન્દ્ર સરકારે ગત અઠવાડિયે તેને બ્લોક કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp