દીકરીના પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પછી મહિલાએ પેટ્રોલ નાખી લાશને સળગાવી

PC: vsrsnews.in

મહારાષ્ટ્રના પુણેમાં પવિત્ર સંબંધમાં છેતરપિંડી કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેની દીકરીના પ્રેમ સંબંધમાં અડચણરૂપ બની રહેલા પતિને દીકરીના બોયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યા કરી નાખી. ત્યારપછી તેના મૃતદેહને ગટરમાં નાખીને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. પોલીસે આ મામલાનો પર્દાફાશ કરતા આરોપીની ધરપકડ કરી છે. કેસની તપાસ ચાલી રહી છે.

મહારાષ્ટ્રના પુણેમાં એક મહિલાએ તેની પુત્રીના બોયફ્રેન્ડ સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી. સમગ્ર ઘટનાને ફિલ્મી સ્ટાઈલમાં અંજામ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાનો પર્દાફાશ કરતા પુણે ગ્રામીણ પોલીસે આરોપીને પકડી લીધા છે. પોલીસનું કહેવું છે કે, પુત્રીના પ્રેમ સંબંધને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો. જેના કારણે કંટાળીને મહિલાએ તેના પતિની હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂણેના શિકરાપુરમાં રહેતી એક સગીર યુવતીને શહેરના એક છોકરા સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ બંને વચ્ચેનો સંબંધ યુવતીના પિતા જોન્સન લોબોને પસંદ ન હતો. જેના કારણે યુવતીની માતાએ પુત્રીના પ્રેમમાં અવરોધરૂપ બનેલા તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને, દીકરીના બોયફ્રેન્ડની મદદથી આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસનું કહેવું છે કે, પિતા જોન્સન અને તેની પત્ની વચ્ચે પુત્રીના પ્રેમ સંબંધને લઈને હંમેશા ઝઘડો થતો રહેતો હતો. આ કારણે જોન્સનની પત્નીએ વેબ સીરિઝ જોયા બાદ તેની હત્યા કરવાનું કાવતરું ઘડી નાખ્યું હતું. જોન્સનની પત્નીએ તેની પુત્રીના બોયફ્રેન્ડ સાથે મળીને 30 મેની રાત્રે તેના પતિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી.

હત્યા કર્યા પછી મૃતદેહને ઘરમાં રાખ્યો હતો અને તેને ઠેકાણે લગાવવાની તક શોધવા લાગ્યા હતા. આ પછી, 31 મેના રોજ, મૃતદેહને કારમાં રાખવામાં આવ્યો હતો અને અહમદનગર જવાના માર્ગ પર હાઇવે નજીક એક નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ પછી તેના પર પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી.

આ પછી જ્યારે લોકોએ અડધી બળેલી લાશ જોઈ તો હોબાળો મચી ગયો હતો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે લાશની ઓળખ કરવાની શરૂ કરી હતી. ગ્રામ્ય પોલીસે કેમ્પસના 230 CCTV જોઈ નાખ્યા અને ત્યાંથી તેમને આ હત્યાની કડી મળી ગઈ હતી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલતા આરોપી પત્ની સેન્ડ્રા લોબો અને તેની પુત્રીના પ્રેમીની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp