શિરડીમાં દર વર્ષે 400 કરોડ સુધીનું દાન આવે છે, આ નવા વર્ષે તોડી નાંખ્યો રેકોર્ડ
શિરડી સાંઈબાબાને દેશ-વિદેશના ભક્તો દ્વારા રેકોર્ડ બ્રેક દાન અર્પણ કરવામાં આવ્યું છે. આખા વર્ષ દરમિયાન સાંઈબાબાને 400 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. કોરોનાના કારણે સાઈબાબાનું મંદિર લગભગ દોઢ વર્ષ સુધી સામાન્ય ભક્તો માટે બંધ હતું. પરંતુ સાંઈબાબા મંદિરના દરવાજા ખુલતાની સાથે જ દેશ-વિદેશથી વર્ષના લગભગ 25 મિલિયનથી વધુ શ્રદ્ધાળુઓ સાંઈ સમાધિના દર્શને આવ્યા હતા. દરેક ભક્ત પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે જોળી ભરી ભરીને પૈસા, સોનું, ચાંદી ચઢાવે છે.
સાંઈબાબા મંદિરના ઈન્ચાર્જ એક્ઝિક્યુટિવ ઓફિસર, ટ્રસ્ટી રાહુલ જાધવે સાંઈબાબા મંદિરમાં આવતા દાન વિશે વિગતવાર જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી, 2022 થી 30 ડિસેમ્બર, 2022 સુધીના એક વર્ષમાં સાઈબાબાના મંદિરને 400 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. તેની હુંડીમાં 167 કરોડ 77 લાખ રૂપિયા મળ્યા હતા. ડોનેશન કાઉન્ટરમાં 74 કરોડ 32 લાખ રૂપિયા મળ્યા હતા. ભક્તોએ ઓનલાઈન, ડેબિટ ક્રેડિટ કાર્ડ, ચેક દ્વારા બાબાને 144 કરોડ 45 લાખ રૂપિયાની ઓફર કરી હતી. કુલ મળીને ભક્તોએ 385 કરોડ 54 લાખ રૂપિયાનું રોકડ દાન આપ્યું હતું.
વર્ષ દરમિયાન 13 કરોડ 63 લાખની કિંમતના 26 કિલો સોનું અને 330 કિલો ચાંદીના દાગીના સોના-ચાંદી દ્વારા પ્રાપ્ત થયા હતા. સાંઈ બાબા મંદિર ટ્રસ્ટ આ દાન દ્વારા બે હોસ્પિટલ ચલાવે છે. સાંઈબાબા પ્રસાદાલયમાં દરરોજ 50 હજારથી વધુ ભક્તોને મફત ભોજન આપવામાં આવે છે. માર્ગ, એરપોર્ટ માટે ટ્રસ્ટ દ્વારા મદદ પણ આપવામાં આવે છે. ટ્રસ્ટે કોરોના સામે લડવા માટે સરકારને 51 કરોડ રૂપિયાની મદદ પણ કરી છે.
નવા વર્ષ નિમિત્તે પણ ભક્તોએ સાંઈબાબાને માલામાલ કરી દીધા હતા. તે રૂપિયા હોય, સોનું હોય કે ચાંદી, જ્યારે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્યારે ભક્તોએ સાંઈ બાબાને દાન આપીને નવા વર્ષ માટે પ્રાર્થના કરી. નવા વર્ષ નિમિત્તે સાંઈબાબા મંદિરને નવ દિવસમાં 17 કરોડ 81 લાખ રૂપિયાનું રેકોર્ડ બ્રેક દાન મળ્યું હતું.
સાંઈબાબા મંદિર ટ્રસ્ટના કાર્યકારી CEO રાહુલ જાધવે જણાવ્યું કે, નવા વર્ષ દરમિયાન 25 ડિસેમ્બર, 2022થી 2 જાન્યુઆરી, 2023 સુધીના 9 દિવસમાં દેશ-વિદેશના 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સાંઈબાબાની સમાધિ પર માથું ટેકવ્યું હતું અને નવા વર્ષ માટે સાઈબાબાના આશીર્વાદ લીધા હતા, અને દાન અર્પણ કર્યું હતું. આ નવ દિવસ દરમિયાન હુંડીમાં 9 કરોડ 78 લાખ 79 હજાર 48 રૂપિયા મળ્યા હતા. ભક્તોએ અલગ-અલગ ડોનેશન કાઉન્ટર પર 3 કરોડ 67 લાખ 67 હજાર 698 રૂપિયાનું દાન આપ્યું હતું. ડેબિટ ક્રેડિટ કાર્ડ દ્વારા 2 કરોડ 15 લાખ 18 હજાર 493 રૂપિયા મળ્યા હતા. 1 કરોડ 2 લાખ 1 હજાર 626 ચેક, DD, મની ઓર્ડર દ્વારા જમા કરાવ્યા હતા. ઓનલાઈન દ્વારા દેશ-વિદેશના ભક્તોએ 1 કરોડ 21 લાખ 2 હજાર 531 રૂપિયા સાંઈબાબા મંદિર ટ્રસ્ટના ખાતામાં જમા કરાવ્યા હતા.
સોના અને ચાંદીની વાત કરીએ તો, આ નવ દિવસોમાં 1 કિલો 849 ગ્રામ સોનું જેની કિંમત 99 લાખ 31 હજાર 167 રૂપિયા આંકવામાં આવી છે. નવા વર્ષ નિમિત્તે ભક્તોએ સાંઈબાબાના ચરણોમાં ઘણું બધું અર્પણ કર્યું હતું, જેમાં બેંગ્લોરની ભક્ત શિવાની દત્તાએ 928 ગ્રામનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો. બ્રિટનના કિન્નરી પટેલે સાંઈબાબાને 27 લાખ રૂપિયાના કિંમતી પથ્થરોથી જડેલા 300 ગ્રામનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો. સાથે જ 6 લાખ 11 હજાર 478 રૂપિયાની કિંમતના 12 કિલો 696 ગ્રામ ચાંદીના દાગીના પ્રાપ્ત થયા હતા.
આ ઉપરાંત સાંઈબાબા મંદિર ટ્રસ્ટને નવા વર્ષના નવ દિવસમાં વૃક્ષ દર્શન અને આરતી પાસ દ્વારા 4 કરોડ 5 લાખ 12 હજાર 542 રૂપિયા મળ્યા હતા. કુલ 1 લાખ 91 હજાર 135 ભક્તોએ ફી ભરીને દર્શન કર્યા હતા અને આરતીનો લાભ લીધો હતો. તેમજ આ નવ દિવસોમાં 8 લાખથી વધુ ભક્તોએ સાંઈબાબાની સમાધિના દર્શન કર્યા હતા અને નવા વર્ષ માટે સાંઈબાબાને પ્રાર્થના કરી હતી. સાંઈબાબા પ્રસાદાલયમાં નવા વર્ષ દરમિયાન 9 દિવસમાં 5 લાખ 70 હજાર 280 ભક્તોએ મફત અન્નકૂટનો લાભ લીધો હતો. બીજી તરફ સાંઈબાબા મંદિર ટ્રસ્ટને 8 લાખ 54 હજાર 220 લાડુના પ્રસાદના વેચાણમાંથી 1 કરોડ 32 લાખ 19 હજાર 200 રૂપિયા મળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp