ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી કરી દીધી હતી ભૂલ? આ SCની સુનાવણીમાં બન્યો મુદ્દો

શિવસેના (ઉદ્ધવ ઠાકરે) વર્સિસ શિવસેના (એકનાથ શિંદે) કેસમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી ઉદ્ધવ ઠાકરેનું શક્તિ પરીક્ષણ પહેલા રાજીનામું આપવું સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ બિંદુ બની શકે છે. મહારાષ્ટ્રના રાજનૈતિક સંકટની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 5 જજોની પીઠ કરી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં શક્તિ પરીક્ષણથી એક દિવસ અગાઉ 29 જૂન 2022ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

સુપ્રીમ કોર્ટમાં સંવિધાન પીઠે આ મુદ્દાને સુનાવણી દરમિયાન ઘણી વખત ઉઠાવ્યો છે. ઠાકરે કેમ્પના વકીલોની દલીલ છે કે, નવી સરકાર એટલે બની કેમ કે સુપ્રીમ કોર્ટે 2 આદેશ આપ્યા હતા. વકીલોએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે હવે યથાસ્થિતિ લાગૂ કરવી જોઇએ. તેના પર બેન્ચે પૂછ્યું કે, ત્યારે શું થતું, જો શક્તિ પરીક્ષણ સદનમાં થઇ ગયું હોત? સુપ્રીમ કોર્ટે 29 જુલાઇના રોજ શક્તિપરીક્ષણ/વિશ્વાસ મત હાંસલ કરવાના રાજ્યપાલના આદેશને સ્ટે કરવાની ના પાડી દીધી હતી, પરંતુ સાથે એમ કહ્યું હતું કે, આ વિશ્વાસ મત સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓના પરિણામ પર નિર્ભર કરશે.

જો કે, ઉદ્ધવ ઠાકરેએ આ અગાઉ જ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ મુદ્દા પર જસ્ટિસ એમ.આર. શાહે વકીલોને પૂછ્યું કે, 29 જુલાઇનો આદેશ ખૂબ સ્પષ્ટ હતો કે 30 જુલાઇના રોજ થનારા ફ્લોર ટેસ્ટ અરજીઓ પર નિર્ભર કરશે. આ સ્થિતિમાં (જ્યારે ઉદ્ધવ ઠાકરે શક્તિ પરીક્ષણ પહેલા જ રાજીનામું આપી ચૂક્યા હતા તો) હવે યથાશક્તિ લાગૂ કરવાનો શું અર્થ છે? તમે તેને થવા દેતા, પરંતુ તમે પહેલા જ રાજીનામું આપવાનો વિકલ્પ પસંદ કર્યો.

તેના પર વકીલોએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ તથ્યોની કોર્ટ છે. અહીં તથ્ય જ સુપ્રીમ છે. તે પહેલા જ સ્પષ્ટ હતું કે 29 જુલાઇના રોજ સદનમાં શું થવાનું છે. એ સાચું છે કે ટેક્નિકલી શબ્દ વિશ્વાસ મતનો પ્રયોગ થયો હતો, પરંતુ સદનમાં જે પરીક્ષણની મંજૂરી આપી હતી, તેમાં શિંદે ગ્રુપના 39 ધારાસભ્ય અમારી વિરુદ્ધ આપતા તો તે આવશ્યંભાવી હતું. આ ફજેતીથી બચવાનો એક જ વિકલ્પ હતો કે અમે મેદાન છોડી દઇએ. અમે વાસ્તવિક દુનિયામાં છીએ, ત્યાં કોઇ ગણિત નહોતું, કોઇ વિજ્ઞાન નહોતું, કોઇ ફિઝિક્સ નહોતું, જે 30 જુલાઇના રોજ આવનારા પરિણામ બદલી શકતા હતા.

તેના પર મુખ્ય ન્યાયાધિશે પૂછ્યું કે, જો તમે વિશ્વાસ મતનો સામનો કરતા અને હારી જતા તો એ ખબર પડી જતી કે આ 39 લોકો કોઇ અંતર ઉત્પન્ન કરી શકે છે. વોટિંગના પેટર્નથી ખબર પડતી કે આ 39 લોકો વિશ્વાસ મતને પ્રભાવિત કરી શકે છે. જો તમે 39 લોકોના કારણે વિશ્વાસ મત હારતા તો તમને ખબર પડતી કે તેઓ અયોગ્ય સાબિત થઇ જતા તો તમે જીતી શકતા હતા. કોર્ટે પૂછ્યું કે, તેઓ કોર્ટ પાસે હું રાહત માગવાની આશા રાખે છે?

તો સિંધવીએ કહ્યું કે, પ્રભાવી રાહત એ જ છે કે યથાસ્થિતિને યથાવત રાખવામાં આવે. શપથ ગ્રહણની કાર્યવાહી ખોટી હતી અને કોર્ટ એમ કહી શકે છે કે તેને ફરી કરવામાં આવે. આ શપથ પલટવા જેવું હશે. એ સિવાય પ્રક્રિયાની શુદ્ધતા માટે ઉપાધ્યક્ષને અયોગ્યતાઓની અરજીનો નિર્ણય કરવા દેવામાં આવે જે સ્ટે આદેશથી પહેલા કરતા હતા. તેમણે કહ્યું કે, જો ન્યાયિક આદેશમાં કંઇક ખોટું થઇ ગયું છે, જે કાયદો સંમત નથી તો તેનાથી ઉત્પન્ન થનારા પ્રભાવ અને પરિણામ ઊભા નહીં રહી શકે. જ્યારે કેસની સુનાવણી મંગળવારે થશે.   

About The Author

Related Posts

Top News

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.