કર્ણાટકમાં મુખ્યમંત્રી બનાવવા માટે કોંગ્રેસ બનાવી રહી છે આ રણનીતિ

PC: twitter.com

કર્ણાટકમાં કોંગ્રસની મોટી જીત બાદ હવે મુખ્યમંત્રીના ચહેરાને લઈને ચર્ચા ચાલી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમારનું નામ આ પદ માટે ચર્ચામાં છે. સવાલ એ છે કે શું પ્રચંડ બહુમત સાથે ચૂંટણી જીત્યા બાદ હવે કોંગ્રેસ આ પડકારને સરળતાથી પહોંચી વળશે? એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાના સહયોગીનું કહેવું છે કે, સિદ્ધારમૈયાને શરૂઆતી 2 વર્ષ માટે મુખ્યમંત્રી બનાવી શકાય છે, જ્યારે ત્યારબાદનો કાર્યકાળ ડી.કે. શિવકુમાર સંભાળશે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસને આ જીતના આધાર પર વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની પણ યોજના પણ બનાવવાની છે, એટલે કોઈ પણ નેતાને અલગ કરવા બરાબર નહીં હોય. ડી.કે. શિવકુમાર સાથે જૂના મૈસૂર ક્ષેત્રમાં કોંગ્રેસના શાનદાર પ્રદર્શનનો શ્રેય લેવાની આશા રાખી શકાય છે. એ વિસ્તારમાં કોંગ્રેસ શાનદાર પ્રદર્શન કરતા 30 સીટો પર જીત મેળવી છે. એક ખાસ વાત ડી.કે. શિવકુમારના વોંક્કાલિગા સમુદાયથી આવવા સાથે જોડાયેલી છે. આ જાતિ મુખ્ય રૂપે દક્ષિણ કર્ણાટકમાં કેન્દ્રિત છે અને રાજ્યની વસ્તીનો લગભગ 15 ટકા છે.

પૂર્વ મંત્રી એચ.ડી. દેવગૌડા અને તેમના પુત્ર JD(S)ના એચ.ડી. કુમારસ્વામીનો આ જાતિમાં એક વફાદાર વોટ આધાર રહ્યો છે. હવે ચર્ચા છે કે આ જ જાતિના વધુ એક મુખ્યમંત્રી એટલે કે ડી.કે. શિવકુમાર બની શકે છે. જ્યારે ડી.કે. શિવકમારે વોંક્કાલિગા કાર્ડ ખેલ્યાના તુરંત બાદ કુમારસ્વામીએ પલટવાર કર્યો કે કોંગ્રેસમાં રહેતા તેમનું મુખ્યમંત્રી બનવું અસંભવ હતું. ચૂંટણી અભિયાન દરમિયાન ડી.કે. શિવકુમાર અને સિદ્ધારમૈયા બંનેએ વારંવાર ભાર આપીને કહ્યું કે, મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય ચૂંટણી બાદ જ થશે અને એ કે પાર્ટી નેતૃત્વ અને ચૂંટાયેલ ધારાસભ્ય નક્કી કરશે.

કર્ણાટકમાં એક દલિતને મુખ્યમંત્રી બનાવવાની માગ લાંબા સમયથી ચાલતી આવી રહી છે અને જ્યારે સાર્વજનિક મંચો પર રાજનૈતિક પાર્ટીઓ દ્વારા તેના પર બહેસ કરવામાં આવી છે, પરંતુ એ ક્યારેય સફળ થયું નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે કે તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર હોય શકે છે અને તેઓ દલિત પણ છે. શિવકુમારના નામ પર કોંગ્રેસ માટે એક મોટી ચિંતા તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કે છે, જેમાં 8 કરોડ રૂપિયાથી વધુ મની લોન્ડ્રિંગના આરોપમાં EDની ચાર્જશીટ અને આવકથી વધારે સંપત્તિની CBI તપાસ સામેલ છે. વર્ષ 2017માં શિવકુમાર અને તેમના સહયોગીઓ પર 300 કરોડ રૂપિયાની વધુની કર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જ્યારે શિવકુમાર પોતાના પર 34 કરોડ રૂપિયાની ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp