40 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા શિવમનું 5 કલાક દિલધડક રેસ્ક્યૂ, જુઓ વીડિયો

PC: aajtak

બિહારના નાલંદા સ્થિત કુલ ગામમાં 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા 3 વર્ષના શિવમને જીવતો બહાર કાઢવામાં આવ્યો છે. કેટલાક કલાકોની જહેમત બાદ ટીમને સફળતા મળી હતી. બહાર આવતાં જ મેડિકલ ટીમે બાળકનું ચેકઅપ કર્યું હતું. બિહારના નાલંદાના NDRF અધિકારી રણજીત કુમારે જણાવ્યું કે, બાળક ઠીક છે અને તેને બચાવી લેવામાં આવ્યો છે. તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તેને બચાવવામાં અમને લગભગ 5 કલાક લાગ્યા.

બાળકને તાત્કાલિક ત્યાં હાજર એમ્બ્યુલન્સમાં પાવાપુરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પહેલેથી જ ડોક્ટરોની ટીમ તૈયારી કરી રાખી હતી. તેના માતા-પિતા તેની સાથે ગયા છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શિવમ સુરક્ષિત છે અને જવાબ આપી રહ્યો છે.

અગાઉ લોકોએ જણાવ્યું હતું કે બાળક માતાની પાછળ પાછળ ખેતર તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ તેનો પગ લપસી ગયો અને તે બોરવેલમાં પડી ગયો. આ બોરવેલ 40 ફૂટ ઊંડો છે અને તેમાંથી બાળકની ચીસોનો અવાજ આવી રહ્યો હતો.

આ વાત આસપાસના વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. સ્થળ પર લોકો એકઠા થવા લાગ્યા અને પોલીસ-પ્રશાસનને માહિતી આપવામાં આવી. માહિતી મળતા જ પોલીસની ટીમ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તરત જ JCB બોલાવીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરિસ્થિતિને જોતા NDRF અને SDRFની ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમે બોરવેલની અંદર બાળકને ઓક્સિજન પહોંચાડ્યો અને કેમેરા દ્વારા તેનું નિરીક્ષણ કર્યું.

લોકોએ જણાવ્યું કે, ગામમાં સિંચાઈ માટે બોરવેલ ખોદવામાં આવી રહ્યો હતો, જેમાં બાળક પડી ગયું. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. બાળકની માતાએ કહ્યું કે, તે ખેતરમાં કામ કરી રહી હતી, બાળક ત્યાં રમી રહ્યો હતો. અચાનક તેનો પગ લપસી ગયો અને બોરવેલમાં પડી ગયો. હવે બચાવ બાદ પીડિત પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

ઘટનાની જાણકારી મળતાં નાલંદાના સાંસદ કૌશલેન્દ્ર કુમાર પણ પહોંચ્યા હતા. અહીં તેમણે બચાવ કામગીરીની સમીક્ષા કરી અને પીડિત પરિવારને મદદની ખાતરી આપી.

દેશમાં બોરવેલમાં નિર્દોષ બાળકો ફસાયા હોવાની ઘણી ઘટનાઓ બની છે, પરંતુ તેના નિવારણ માટે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. માત્ર બિહાર જ નહીં પરંતુ દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ બાળકો બોરવેલમાં પડી જવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જો કે ઘણા કિસ્સામાં બાળકોના જીવ બચી ગયા છે પરંતુ કેટલાક બાળકોને બચાવી શકાયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp