ભાઇના લગ્નની કંકોત્રી વહેચીને પાછા ફરી રહેલા યુવાનનું અકસ્માતમાં મોત

PC: bhaskar.com

મધ્ય પ્રદેશના એક નાનકડા ગામમાં એક યુવકના લગ્નની તૈયારી ચાલી રહી હતી. યુવકનો ભાઇ લગ્નની કંકોત્રી વ્હેંચવા નિકળ્યો હતો, પરંતુ પાછા ફરતી વખતે બાઇકને અકસ્માત નડ્યો અને યુવકના લગ્ન પહેલાં જ ભાઇ મોતને ભેટ્યો. ભાઇની સાથે અન્ય એક યુવક પણ બાઇક પર હતો જેને ગંભીર ઇજા પહોંચી છે. જે ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં માતમ છનાઇ ગયો હતો. પોલીસે પોસ્ટમોર્મટ કરાવીને મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો.

જાણવા મળેલી માહિતી મુજબ મધ્ય પ્રદેશના કોલારસમાં રહેતો અનૂપ વિશ્વાસ 40 વર્ષનો હતો અને તેના ભાઇ દીનૂ વિશ્વાસના 9 માર્ચે લગ્ન નક્કી થયા હતા. અનૂપ તેના નાના ભાઇના લગ્નની તૈયારીમાં પડ્યો હતો. અનૂપ તેના મિત્ર સલ્લૂ ખાન સાથે લગ્નની કંકોત્રી વ્હેંચવા માટે વ્યાપરા પચોર ગયો હતો અને કંકોત્રી વ્હેંચીને બંને પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. અનૂપ બાઇક ચલાવી રહ્યો હતો ત્યારે મ્યાના પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દેતા અનૂપનું બાઇક ફંગોગાઇ ગઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અનૂપની પાછળ બેઠલા સલ્લૂ ખાનને ગંભીર ઇજા થઇ છે. વાહન ચાલક અનૂપની બાઇકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.

કોલારસમાં રહેતો અનૂપ વિશ્વાસ ક્લીનિકનું સંચાલન કરતો હતો અને વ્યવહાર કુશળતા માટે જાણીતો હતો. અનૂપના મોતના સમાચાર મળવાને કારણે કોલારસમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. અનૂપ તેની પાછળ 8 વર્ષ અને 6 વર્ષની બે દીકરીઓને સંતાપ કરતા છોડી ગયો છે.

બીજા એક અકસ્માતની વાત કરીએ તો, 10 દિવસના બાળકને પોહરી સારવાર માટે લઈ જતી વખતે મહિન્દ્રા અને ટવેરા એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર ઘાયલ થયા છે. પોલીસે મહિન્દ્રા વાહનના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ભાડેરા ગામમાં રહેતા કેશવ રાવતની પત્ની 30 વર્ષનીમહિલા કનિષ્કા તેના દસ મહિનાના બાળકની સારવાર માટે પોહરી આવી રહી હતી. પતિ કેશવ, ભાભી દીપા રાવત, પિતરાઈ ભાઈ બીપી રાવત ટવેરા કારમાં હતા. શનિવારે મોડી સાંજે સામેથી આવતા મહિન્દ્રા વાહને ટક્કર મારી હતી. અકસ્માતમાં કનિષ્કા ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને રવિવારે સારવાર દરમિયાન  તેણીનું મોત થયું હતું. અકસ્માતમાં માસૂમ બાળક, પતિ, ભાભી અને પિતરાઈ ભાઈ ઘાયલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp