ઓલિમ્પિકમાં મેડલ લાવનાર ખેલાડીઓ સીધા બનશે ડીસીપી-સીએમની જાહેરાત

PC: sportingnews.com

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે કહ્યું કે, ઓલિમ્પિક અને એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા રાજ્યના ખેલાડીઓની ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) અને ડેપ્યુટી કલેક્ટર તરીકે વરણી કરવામાં આવશે. શિવરાજ સિંહ ચૌહાણ અહીં રવીન્દ્ર ભવનમાં મધ્ય પ્રદેશ શિખર રમતમાં અલંકરણ સમારોહમાં વર્ષ 2020ની રમત પ્રતિભાઓને સન્માનિત કર્યા બાદ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આ અવસર પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટરે મધ્ય પ્રદેશમાં આગામી વર્ષે થનારી રમતો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023ના લોગોનું અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, માતા-પિતા પોતાના બાળકોના કરિયરને લઇને ચિંતિત હોય છે. માતા-પિતા બાળકોને રમતોમાં સામેલ થતા રોકે છે. બાળકોની ખુશી રમતી વખત અદ્દભુત હોય છે. રમત જિંદગીનું અંગ છે.

તેની સાથે જ મુખ્યમંત્રીએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમના હોકી ખેલાડી વિવેક પ્રસાદ સાગરને નાયબ SP બનાવવાનું ઉદાહરણ આપતા કહ્યું કે, રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે ઓલિમ્પિક અને એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓની નાયબ SP અને ડેપ્યુટી કલેક્ટરના પદ પર વરણી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, રાજ્ય સરકારે સારું પ્રદર્શન કરનારા 10 ખેલાડીઓને પોલીસ બળમાં સબ ઇન્સ્પેક્ટર અને 50ને કોન્સ્ટેબલ પદ પર વરણી કરવાનો પણ નિર્ણય લીધો છે.

એટલું જ નહીં ખેલો ઇન્ડિયામાં સારું પ્રદર્શન કરનારી અને મેડલ જીતનારી ટીમો કે ખેલાડીઓને કોચિંગ માટે વાર્ષિક 5 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, રાજ્ય સરકાર ધીરે-ધીરે ગ્રામીણ સ્તર પર પણ રમતના પાયાના ઢાંચાનો વિકાસ કરશે.તો કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે મધ્ય પ્રદેશ રમત વિભાગની રોકાણબાજી અને ઘોડેસવારી અકાદમીઓના વખાણ કર્યા અને તેમને દેશમાં સર્વશ્રેષ્ઠ અકાદમીઓમાંથી એક બતાવી.

શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે રાજ્યમાં રમતને અનુરૂપ વાતાવરણ બની રહ્યું છે. દરેક જિલ્લા, બ્લોક અને પંચાયત સ્તર પર રમત અધોસંરચનનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ઉત્કૃષ્ટ અધોસંરચના તો થશે જ, સાથે જ ખેલાડીઓને રમત માટે દરેક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને મધ્ય પ્રદેશના ખેલાડી પ્રતિસ્પર્ધામાં સારી રીતે સામનો કરીને મેડલ લાવે. સરકાર ભોપાલના બરખેડા નાથૂમાં ઇન્ટરનેશનલ સ્તરના સ્ટેડિયમનું નિર્માણ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp