અંબાણીની વહુ બનવા અગાઉ પણ પૈસાઓમાં રમતી હતી શ્લોકા, નેટવર્થ જાણીને ઊડી જશે હોશ

PC: livemint.com

અંબાણી ખાનદાનની મોટી વહુના નામથી પ્રખ્યાત શ્લોકા મેહતાની કોઈને ઓળખાણ આપવાની જરૂરિયાત નથી. 11 જુલાઇ 1990ના રોજ જન્મેલી શ્લોકા ચાંદીની ચમચી લઈને જન્મી હતી. તેનો અર્થ એ છે કે આંબાની પરિવારની વહુ બનવા અગાઉ પણ શ્લોકા મેહતા પૈસાઓ સાથે રમતી હતી. અમે આ આર્ટિકલમાં તમને શ્લોકાની જિંદગીના થોડા પાનાંથી રૂબરૂ કરાવી રહ્યા છીએ.

શ્લોકાનું નામ લાઇમલાઇટમાં એ સમયે આવ્યું, જ્યારે તેના સંબંધ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી સાથે જોડાયું હતું. આમ શ્લોકા મેહતા પણ ઓછી રઈસ ખાનદાન સાથે સંબંધ ધરાવતી નથી. તેના પિતા રસેલ મેહતા દેશના પ્રખ્યાત હીરાના બિઝનેસમેન છે. તેઓ રોજી બ્લૂ ડાયમંડ્સના ઓનર અને CEO છે. એટલા મોટા પરિવાર સાથે સંબંધ હોવા છતા શ્લોકા મેહતાનું નામ આકાશ અંબાણી સાથે લગ્નના સમાચારો બાદ લાઇમલાઇટમાં આવ્યું હતું.

શ્લોકા અભ્યાસ બાબતે પણ ખૂબ સારી રહી. તેણે પોતાની સ્કૂલિંગ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, મુંબઈથી કરી. ત્યારબાદ તેણે અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું. તો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સથી માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી. અભ્યાસ પૂરો થયા બાદ શ્લોકા ભારત આવતી રહી અને પોતાના પિતાની કંપનીમાં મહત્ત્વની જવાબદારી સંભાળી. એ સિવાય તે કનેક્ટફોરની કો-ફાઉન્ડર પણ છે, જે NGOને વૉલંટિયર ઉપલબ્ધ કરાવે છે.

તમને એ જાણીને હેરાની થશે કે પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં આરોપી નીરવ મોદી પણ શ્લોકાનો સંબંધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શ્લોકા મેહતાની માતા મોના મેહતા જ નીરવ મોદીની સંબંધી છે. શ્લોકાના પરિવારની વાત કરીએ તો તેનો મોટો ભાઈ વિરાજ મેહતા અને મોટી બહેન દિયા મેહતા છે. તેના બંને ભાઈ-બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે. શ્લોકા મેહતાના નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 18 મિલિયન ડોલર એટલે કે 148 કરોડ રૂપિયા કરતા વધુ છે.

શ્લોકા પોતાની વૈભવી લાઈફસ્ટાઇલના કારણે પણ જાણીતી છે. તેની પાસે એક થી એક ચડિયાતા કિંમતી સામાન છે. શ્લોકા મેહતાએ 9 માર્ચ 2019ના રોજ આકાશ સાથે લગ્ન કર્યા હતા. શ્લોકા અને આકાશ પાસે ઘણી લક્ઝરી કારો પણ છે. સ્પોર્ટ્સ કારથી લઈને સેડાન સુધી તેમના કલેક્શનમાં બધુ જ મળી જશે. તેમની પાસે રેડ રોવર વોગ છે જેની કિંમત 1.8 કરોડ-4 કરોડ રૂપિયા સુધી હોય છે. એ સિવાય તેમની પાસે વિન્ટેજ મર્સિડીઝ બેન્જ પણ છે જેની કિંમત 60-70 લાખ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp