મુકેશ અંબાણીએ વહુ શ્લોકાને આપ્યો સૌથી મોંઘો હાર, કિંમત સાંભળીને ઊડી જશે હોશ

PC: twitter.com

દુનિયાના સૌથી અમીર લોકોની લિસ્ટમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું નામ છે. અંબાણી પરિવારને પોતાની લક્ઝરી સ્ટાઈલ માટે પણ ઓળખવામાં આવે છે. ફેશનની બાબતે તેમનો મોટો પુત્ર આકાશ અંબાણી અને વહુ શ્લોક મેહતા પણ પાછળ નથી. શ્લોકા અંબાણી મોટા ભાગે પોતાના મોંઘા ઘરેણાં અને કપડાંઓને લઈને ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાની વહુ શ્લોકાને એક બેઝકિંમતી નેકલેસ ગિફ્ટ કર્યું છે. આ નેકલેસની કિંમત કરોડો રૂપિયા છે.

આ નેકલેસની ખાસ વાત એ છે કે આ નેકલેસની ડિઝાઇનને કોઈ પણ કોપી નહીં કરી શકે. એટલું જ નહીં આ હારને ફરી નહીં બનાવી શકાય. આ નેકલેસને લેબનાનનાં ઝવેરી Mouwadએ બનાવ્યું છે. આ હાર 91 હીરાઓથી બનેલો છે અને 200 કેરેટનો છે. આ નેકલેસની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. આ નેકલેસની કિંમત લગભગ 450 કરોડ રૂપિયાથી વધુની છે. હાલમાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ મુંબઇમાં નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર (NMACC)નો શુભારંભ કર્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં ઘણી જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. આ દરમિયાન અનંત અંબાણીના કાંડા પર ખૂબ જ મોંઘી ઘડિયાળ ચર્ચાનો વિષય બની હતી.

રિપોર્ટ્સ મુજબ, શ્લોકા મેહતા પાસે દુનિયાનું સૌથી કિંમતી નેકલેસ છે જેમાં દુનિયાનો સૌથી મોંઘો અને બેઝકિંમતી હીરો જાડેલો છે, જેની કિંમત લગભગ 50 કરોડથી વધારે કહેવામાં આવી રહી છે. શ્લોકાના હીરાના હારને L’Incomparable કહેવામાં આવે છે, જેને લેબનાનના ઝવેરી Mouwadએ ડિઝાઇન કર્યો છે. આ ડિઝાઇન અને શિલ્પ કૌશલનો એક મસ્ટરપીસ છે. હારમાં આંતરિક રૂપે દોષરહિત હીરા સિવાય 91 અન્ય હીરા પણ છે. રિપોર્ટ્સ મુજબ 200 કેરેટ સ્પાર્કલિંગ સ્ટોન કિંમતી ઘરેણાઓથી જોડાયેલા છે. એ સિવાય હારનું કટ અને ડિઝાઇન એટલા અનોખા છે કે તેને પુનરાવર્તિત નહીં કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp