સાંસદને કોલ કરી કપડા ઉતારી ગંદી વાત કરવા લાગી યુવતી, MPએ પત્નીને આપી દીધો ફોન...

PC: twitter.com

સાંસદ G.M. સિદ્ધેશ્વરાને વોટ્સએપ વીડિયો કોલ દ્વારા એક મહિલાએ ગંદી વાત કરવાનું શરૂ કર્યું અને તેમને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો. સાંસદે કોલ કરનાર બદમાશો સામે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ફરીથી ધમકીભર્યો વીડિયો કોલ મળ્યો હતો. પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી તો જાણવા મળ્યું કે, જાતીય શોષણનો આરોપ લગાવીને છેતરપિંડી કરવાની ધમકી આપવામાં આવી રહી છે.

સાયબર છેતરપિંડી કરનારાઓએ કર્ણાટકના એક વરિષ્ઠ સાંસદને છેતરવા માટે નિશાન બનાવ્યા હતા, પરંતુ તકેદારીના કારણે નેતાજી તેનાથી બચવામાં સફળ થયા હતા. 20 જુલાઈના રોજ, દાવણગેરેના 71 વર્ષીય BJP સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી G.M. સિદ્ધેશ્વરા જ્યારે UB સિટી નજીક કિંગફિશર ટાવર્સમાં તેમના ફ્લેટમાં હતા ત્યારે તેમને એક WhatsApp વીડિયો કૉલ આવ્યો હતો. એક મહિલાએ કથિત રીતે તેમને તેના પ્રાઈવેટ પાર્ટ્સ બતાવવાનું શરૂ કર્યું અને અશ્લીલ વાતો કરવા લાગી. સાંસદ દ્વારા વારંવાર કોલ ડિસકનેક્ટ કર્યા પછી પણ અનેક કોલ કરવામાં આવ્યા હતા અને મહિલા તેની સાથે વાત કરી રહી હોવાનું રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ પછી છેતરપિંડી કરનારાઓએ સાંસદને છેતરવાનો ખેલ શરૂ કર્યો. સાંસદની ફરિયાદ પછી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આવી વિચિત્ર હરકતો કરતી જોઈને સાંસદ સિદ્ધેશ્વરે તેમનો ફોન પોતાની પત્નીને આપી દીધો, ત્યારપછી બદમાશોએ તેમને ફોન કરવાનું બંધ કરી દીધું. જો કે, જ્યારે તેઓ બદમાશો સામે ફરિયાદ નોંધાવવા પોલીસ પાસે પહોંચ્યા ત્યારે તેને બીજો વોટ્સએપ કોલ આવ્યો. જેમાં સાંસદને ધમકીભર્યા સંદેશાઓ પણ મોકલવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે, તેના રેકોર્ડિંગ્સ ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી દેવામાં આવશે.

સિદ્ધેશ્વરાની ફરિયાદ પર કાર્યવાહી કરતા પોલીસને જાણવા મળ્યું કે, આ કોલ રાજસ્થાનના કોઈ એક ચોક્કસ નંબર પરથી કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આ યૌન શોષણના પ્રયાસનો મામલો છે. સિદ્ધેશ્વરે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સૌપ્રથમ વોટ્સએપ મેસેજ મળ્યો- 'તમે કેમ છો?' તે 20 જુલાઈના રોજ રાત્રે લગભગ 10.16 કલાકે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો, જેનો તેમણે જવાબ આપ્યો નહીં. આ પછી લગભગ 10.22 વાગ્યે તેમની પાસે વોટ્સએપ વીડિયો કોલ આવ્યો. ફોન કરનાર એક મહિલા હતી, જેણે તેમની સાથે હિન્દીમાં વાત કરી હતી. જ્યારે સિદ્ધેશ્વરે તેને પૂછ્યું કે, તે કોણ છે અને શા માટે ફોન કર્યો છે, ત્યારે તેણે તેના પ્રાઈવેટ પાર્ટ્સ બતાવવાની સાથે ગંદી વાત કરવાનું શરૂ કરી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp