સત્તાધારી પાર્ટી પર અખિલેશ યાદવનો પ્રહાર-ભાજપવાળા લોકો અમને શુદ્ર માને છે

PC: twitter.com/yadavakhilesh

સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)ને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપવાળા લોકો અમને શુદ્ર માને છે. અમે તેમની નજરમાં ક્ષુદ્રથી વધારે કશું જ નથી. ભાજપને એ પરેશાની છે કે અમે સંત-મહાત્માઓ પાસે આશીર્વાદ લેવા કેમ કઇ રહ્યા છીએ. અખિલેશ યાદવ લખનૌમાં ગોમતી નદીના કિનારે મા પીતામ્બરા મંદિરમાં ચાલી રહેલા મા પીતામ્બરા 108 મહાયજ્ઞમાં સામેલ થવા પહોંચ્યા હતા.

આ દરમિયાન અખિલેશ યાદવનો હિન્દુ મહાસભા, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP) સાથે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો અને ખૂબ નારેબાજી કરી હતી. સાથે જ અખિલેશ યાદવને કાળા વાવટા દેખાડ્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપે અહીં ગુંડા મોકલ્યા હતા, ભાજપ ધર્મની ઠેકેદાર નહીં હોય શકે. ભાજપના ગુંડાઓએ અમારા પર હુમલો કર્યો. તેના માટે પ્રશાસને પહેલા જ અહીંથી પોલીસ અને PAC હટાવી લીધી હતી. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, ભાજપના લોકો યાદ રાખે કે તેમના માટે પણ આ જ પ્રકારની વ્યવસ્થા થશે.

અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપના લોકો કોઇ સાથે કોઇ પણ પ્રકારનો દુર્વ્યવહાર કરી શકે છે. આજે હું સમજી શકું છું કે મારી NSG કેમ હટાવવામાં આવી. સિક્યોરિટી કેમ ઓછી કરવામાં આવી. તેમણે સાથે જ એમ પણ કહ્યું કે, મેં સ્વામી પ્રસાદ મૌર્યને કહ્યું કે, જાતિગત વસ્તી ગણતરીના મુદ્દા પર આગળ વધે. અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, આજે પણ કેટલાક લોકો મંદિર પ્રવેશનો અધિકાર દરેકને આપવા માગતા નથી. હકીકત તો એ છે કે જે કોઇને મંદિર જતા રોકી શકે, તેઓ અધર્મી છે કેમ કે તેઓ ધર્મના માર્ગમાં બાધા બની રહ્યા છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, અત્યારે પણ ગુંડા મારી પાછળ ફરી રહ્યા છે, પરંતુ અમે સમાજવાદી લોકો છીએ. ગુંડાઓથી ગભરાવાના નથી. ભાજપના લોકો દલિતને શુદ્ર માને છે. ભાજપના લોકો અમને બધાને શુદ્ર માને છે. ભાજપના લોકોને એ વાતની પરેશાની છે કે અમે ગુરુ અને સંતો પાસે આશીર્વાદ લેવા શા માટે જઇ રહ્યા છીએ. અખિલેશ યાદવે સ્વામી પ્રસાદ મૌર્ય સાથે કરેલી મુલાકાતને લઇને પણ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, મેં સ્વામી પ્રસાદ મૌર્યને કહ્યું કે, તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીને લઇને આંદોલનમાં આગળ વધે. જો કે, અખિલેશ યાદવે રામચરિતમાનસને લઇને સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદન પર કશું જ ન કહ્યું. અખિલેશ યાદવે સ્વામી પ્રસાદ મૌર્યને મળવા માટે લખનૌ સ્થિત કાર્યાલયમાં બોલાવ્યા હતા. અખિલેશ યાદવ અને સ્વામી પ્રસાદ મૌર્યની આ મુલાકાત ઘણા સમય સુધી ચાલી હતી. શરૂઆતમાં કહેવામાં આવી રહ્યું હતું કે સ્વામી પ્રસાદ મૌર્યના રામચરિતમાનસ પર નિવેદનને લઇને અખિલેશ તેમનાથી નારાજ છે, પરંતુ સ્વામી પ્રસાદ મૌર્યને તેનું ખંડન કર્યું. સાથે જ કહ્યું કે, અખિલેશ યાદવ સાથે તેમની જાતિગત વસ્તીગણતરી સહિત કેટલાક મુદ્દો પર વાત થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp