શ્રી સાંવલિયા સેઠનો ભંડાર ખુલ્યો, 5 કરોડથી વધારે દાન નીકળ્યું, હાલ ગણતરી ચાલુ

ચિત્તોડગઢ જિલ્લાના પ્રખ્યાત કૃષ્ણ ધામ સાંવલિયાજી મંદિરમાં હરિયાળી અમાસના પહેલાના દિવસ પર રવિવારના રોજ હજારો શ્રદ્ધાળુઓ ભગવાન સાંવલિયા સેઠના દર્શન કરવા માટે પહોંચ્યા છે. સવારથી શરૂ થયેલી લાઇન સાંજ સુધી ચાલુ જ રહી હતી. અહીં, ખોલવામાં આવેલા ભંડારની પહેલી ગણતરીમાં 5 કરોડ રૂપિયા કરતા વધારે રકમ નીકળી છે. વધારાની ગણતરી આગળના દિવસોમાં કરવામાં આવશે.
જાણકારી અનુસાર, સાંવલિયાજી સેઠના હરિયાળી અમાસના મેળાના પહેલા દિવસે ચૌદશ પર હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. તેમના દર્શન કરવા માટે ત્રણ લાઇનો સવારથી શરૂ થઇ હતી જે સાંજ સુધી ચાલી હતી. ત્યાં આવનારા અડધા કરતા વધારે લોકો પદયાત્રીઓ હતા કે, જે અલગ અલગ ગામમાંથી ડીજે સાથે નાચતા નાચતા સાંવલિયા પહોંચ્યા હતા. અમાસના મેળાને લઇને મંદિરના પ્રશાસને પણ વ્યાપક તૈયારીઓ કરી છે. યાત્રિઓના દર્શન તથા પ્રસાદ માટે આ વખતે વોટરપ્રુફ ટેન્ટ અને ડોમ બનાવવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે 200થી વધારે ગાર્ડ તથા પોલીસોનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. પાર્કિંગ વ્યવસ્થા સાંવલિયાજીના મેળાની બહાર કરવામાં આવી હતી.
સાંવલિયાજી મંદિરમાં ચૌદશ પર ખોલવામાં આવેલા ભંડારમાંથી 5 કરોડની રકમ પહેલી ગણતરીમાં નીકળી છે. બેન્કમાં રજા હોવાના કારણે વધારે નોટોની ગણતરી ન કરવામાં આવી. નોટોની ગણતરી પર મંદિર મંડળ અધ્યક્ષ ભૈરુ લાલ ગુર્જર, અભિષેક ગોયલ, સભ્ય અશોક વર્મા, મમતેશ શર્મા, સંજય મંડોવરા, શ્રીલાલ પાટીદાર, શંભૂ લાલ સુથાર, ભૈરુલાલ સોની સિવાય પ્રશાસનિક અધિકારી નંદકિશોર ટેલર, કાલુ લાલ તેલી, લેહરી લાલ ગાડરી, મહાવીર સિંહ, રામ સિંહ સહિત મંદિરના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત હતા.
બીજી બાજુ, સાંવલિયાજી ચાર રસ્તા પર પ્રાકટ્ય સ્થળ મંદિર, અનગઢ બાવજી તથા ત્યાં સ્થિત સાંવલિયાજી મંદિરના ભંડાર પણ ખોલવામાં આવ્યા. પહ્લાદ સાય સોનીએ કહ્યું કે, ભંડારમાંથી 40 લાખ 60 હજાર 222 રૂપિયાની રકમ નીકળી છે. ભંડાર સહિત ઓનલાઇન મળીને 46 લાખ 68 હજાર 600 રૂપિયા પ્રાપ્ત થયા છે. ગણતરી પર ઉપાધ્યક્ષ બાબુલાલ ઓઝા, અશોક અગ્રવાલ, મંત્રી શંકર લાલ જાટ, ઇંદ્રમલ ઉપાધ્યાય, રતન લાલ જાટ સહિત મંદિર કમિટીના પદાધિકારીઓ ઉપસ્થિત હતા. સાંવલિયાજી મંદિર ભાદસોડાના ભંડારમાંથી 1 લાખ 60 હજાર 750 રૂપિયાની રકમ નીકળી.
અનગઢ બાવજી તીર્થ સ્થળ પર ખોલવામાં વેલા ભંડારમાંથી 8 લાખ 40 હજાર 960 રૂપિયાની રકમ નીકળી છે. નોટોની ગણતરી પર રતન લાલ ગાડરી, ભૈરૂલાલ ગાયરી, ગોપીલાલ, ગોટુ લાલ, પુજારી માંગીલાલ સહિત કમિટીના પદાધિકારીઓ ઉપસ્થિત હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp