ઔરંગઝેબ નહીં, હવે APJ અબ્દુલ કલામ હશે આ રસ્તાનું નવું નામ, જુઓ વીડિયો

લુટિયન્સ દિલ્હીમાં ઉપસ્થિત ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ. APJ અબ્દુલ કલામ રોડ કરી દેવામાં આવ્યો છે. ગુરુવારે સવારે અધિકારીઓએ નવું બોર્ડ લગાવી દીધું. નવી દિલ્હી નગરપાલિકા પરિષદે ગયા અઠવાડિયે બોલાવેલી એક વિશેષ બેઠકમાં આ બદલાવને સર્વસંમતીથી મંજૂરી આપવામાં આવી હતી. ડૉ. APJ અબ્દુલ કલામ લેન એ જગ્યા પર સ્થિત છે જે એક સમયે ઔરંગઝેબ લેન થયા કરતો હતો, પરંતુ વર્ષ 2015માં આ નામ બદલીને ડૉ. APJ અબ્દુલ કલામ રોડ કરી દેવામાં આવ્યો હતો.
જો કે, એ સમયે લેનના મૂળ નામને યથાવત રાખવામાં આવ્યું હતું. ‘ઐતિહાસિક ચિંતાઓ’ના કરણે NDMCએ નામ બદલવા અગાઉ આ સ્થળની ફરી મુલાકાત લીધી હતી. નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપાધ્યક્ષ સતીશ ઉપાધ્યાયે જાહેરાત કરી કે 17મી સદીના મુઘલ સમ્રાટ ઔરંગઝેબ સાથે જોડાયેલી ઐતિહાસિક ભૂલોને આ રોડની નવી ઓળખ માટે અનુચિત માનવામાં આવી છે. તેમણે આગળ જાહેરાત કરી કે ક્ષેત્રના સમકાલીન સંદર્ભમાં ઔરંગઝેબની કોઈ પ્રાસંગિકતા કે સ્થાન નથી.
#WATCH | Delhi | New plaques being unveiled after the renaming of Aurangzeb Lane as Dr APJ Abdul Kalam Lane. pic.twitter.com/nQ7FyQ4EAQ
— ANI (@ANI) July 6, 2023
એક નિવેદનમાં મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે, નવી દિલ્હી નગરપાલિકા અધિનિયમ 1994ની કલમ 231ની પેટાકલમ (1)ના ખંડ (A)ના સંદર્ભમાં NDMC ક્ષેત્ર અંતર્ગત ઔરંગઝેબ લેન’નું નામ બદલીને ‘ડૉ APJ અબ્દુલ કલામ લેન’ કરવા પર વિચાર કરવા માટે પરિષદ સમક્ષ એક એજન્ડા રાખવામાં આવ્યા. પરિષદે ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ. APJ અબ્દુલ કલામ લેન કરવાને મંજૂરી આપી દીધી. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. APJ અબ્દુલ કલમને મિસાઇલ અને અંતરીક્ષ ટેક્નોલોજીના કાર્યક્રમોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે દેશના ‘મિસાઇલ મેન’ કહેવામાં આવે છે.
તો રોડનું નામ બદલવાથી એક બહેસ શરૂ થઈ ગઈ છે. ઔરંગઝેબ રોડનું નામ બદલાવાના વર્ષ 2015ના નિર્ણયની કેટલાક ઇતિહાસકારોએ નિંદા કરી હતી. તેમણે તર્ક આપ્યો કે, આ ઇતિહાસનો ઝુકાવપૂર્ણ દૃષ્ટિકોણ’ દર્શાવે છે અને તેના અભૂતપૂર્વ પરિણામ હોય શકે છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર નારાયણી ગુપ્તાએ કહ્યું કે, નામ બદલવાની કવાયત ઈતિહાસની સમજની કમીના કારણે છે. અકબર અને શાહજહાં જેવા મુઘલ શાસકોના નામ પર રાખવામાં આવેલા રસ્તાઓના નામ શરૂઆતમાં નવી દિલ્હીની ડિઝાઇન દરમિયાન અંગ્રેજોએ રાખ્યા હતા.
આ નામ જેનામાં અશોક જેવા સન્માનિત શાસક પણ સામેલ હતા. પ્રસિદ્ધ ઇતિહાસકાર પર્સીવલ સ્પિયર દ્વારા સૂચવવામાં આવ્યા હતા, જે એ સમયે દિલ્હીની સેંટ સ્ટિફન્સ કોલેજમાં ઇતિહાસ ભણાવતા હતા. ગુપ્તે ત્યારે તર્ક આપ્યો હતો કે, ઐતિહાસિક સંદર્ભ પર વિચાર કર્યા વિના ઔરંગઝેબ જેવા ઐતિહાસ રૂપે મહત્ત્વપૂર્ણ નામોને હટાવવામાં આવ્યા છે. તેમણે ડૉ. APJ અબ્દુલ કલમના નામ પર એક સાયન્સ મ્યૂઝિયમની સ્થાપના કરવાનું સૂચન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp