સુરતની યુવતી સાથે UPમાં રેપ અને હત્યા, લવ જિહાદના આરોપીનું ઘર જમીનદોસ્ત કરાયું

PC: hindustantimes.com

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં હિંદુ બનીને યુવતીને ફસાવ્યા બાદ તેની પર રેપ અને હત્યા કરનાર આરોપી સિંકદરના ઘર પર મંગળવારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ મકાનને તોડવા માટે પોલીસ સાથે પહોંચેલી વહીવટી ટીમનું કહેવું છે કે આ ઘર RBO એક્ટ (રેગ્યુલેશન ઑફ બિલ્ડિંગ ઑપરેશન એક્ટ) હેઠળ બનાવવામાં આવ્યું નથી. તે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું. તેનો નકશો પણ નથી, એટલે મકાન તોડી પાડવામાં આવ્યું છે.

26મી જૂને યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. મંગળવારે મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકના પરિજનોનું કહેવું છે કે પુત્રીના હત્યારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેને પણ એ જ રીતે તડપાવી તડપાવીને મારી નાખવો જોઈએ. પોલીસે 25 જૂનના રોજ આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. આરોપી સિકંદર ઉર્ફે સોનુનો પરિવાર ફરાર છે. સિંકદરે યુવતી પર રેપ કર્યા પછી બેરહેમૂપર્વક હત્યા કરી નાંખી હતી. યુવતીનું માથું ઇંટથી છુંદી નાંખ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે,આરોપી યુવક સોનુએ પૂછપરછ દરમિયાન ગુનો કબૂલતા ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે યુવતીને તેનું નામ સિકંદરને બદલે સોનુ જણાવ્યું. 3 વર્ષ પહેલા સોનુ તરીકે ઓળખાણ આપી ગુજરાતના સુરતમાં રહેતી એક યુવતીને ફસાવી હતી.તેની સાથે સતત ફોન અને વીડિયો કોલ પર વાત કરતો હતો. યુવતીનું મૂળ ગામ ફતેહપુર જ હતું. 22 જૂને યુવતી તેના પરિવાર સાથે એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા બિદંકી આવી હતી.

યુવતીએ આ માહિતી સિકંદરને આપી હતી. આ પછી સિકંદર તેને મળવા માટે ફંક્શનમાં પહોંચ્યો હતો. વાત કરવાના બહાને યુવતીને ત્યાંથી બહાર લઇ ગયો હતો. જે બાદ સિકંદર  લૉન પાસે બની રહેલા ઘરની અંદર લઈ ગયો.જ્યાં તેણે યુવતી સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે યુવતીએ તેને ના પાડી તો તેણે તેના પર બળજબરી શરૂ કરી હતી. જ્યારે યુવતીએ બૂમો પાડી તો તેણે તેને માર માર્યો અને પછી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો. પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતાં તેણે યુવતીના માથાને ઇંટથી છુંદી નાખ્યું હતું અને ફરાર થઇ ગયો હતો.

પરિવારે જયારે યુવતીની શોધખોળ શરૂ કરી તો લોહીલૂહાણ હાલતમાં મળી આવી હતી. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે સિંકદરને બહદગ્રામ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. સિંકદરે પોતાનો ગુનો કબુલ કરી લીધો છે.

તંત્રએ સિંકદરનું ઘર તોડી નાંખ્યું છે તેની ટ્રાવેલની ઓફિસ પણ તોડી પાડવાની તૈયારી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp