એક ખાડાના કારણે હોલવાઈ ગયો એક ઘરનો દીવો, 3 બહેનોમાં એકનો એક હતો ભાઈ

PC: patrika.com

રાજસ્થાનના સીકર શહેરના નવલગઢ રોડ પર ખોદવામાં આવેલા ખાડામાં કોચિંગનો વિદ્યાર્થી યુવરાજ મીણા (ઉંમર 16 વર્ષ) પડવાથી મોત થઈ ગયું. માતા અને 3 બહેનોના આંસુ અનરાધાર વરસી રહ્યા છે. પિતા CISFમા તૈનાત છે. તેઓ પોતાના આંસુ છુપાવી ફરી રહ્યા છે. મૃતક યુવરાજ મીણા ઝુંઝુનુંનો રહેવાસી છે અને સીકરમાં JEEની કોચિંગ કરી રહ્યો હતો અને સરકારી કામકાજમાં બેદરકારીએ એક દીકરાનો જીવ લઈ લીધો. એક ઘરનો દીપક હોલવાઈ ગયો.

પૈતૃક ગામ ઝુંઝુનું જિલ્લાના હમીરી કલામાં શોકનું મોજું પ્રસરી ગયું છે. ગામમાં કોઈ પણ ઘરનો ચૂલો સળગ્યો નથી. આ અકસ્માત બાદ સીકરમાં લોકોનો ગુસ્સો ફૂટી ગયો છે. ગુસ્સે ભરાયેલા લોકોએ આજે સીકરને પૂરી રીતે બંધ રાખ્યું છે. નારેબાજી અને ટાયર સળગાવીને ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આખું શહેર દુઃખી છે અને પ્રશાસન જનતાની નજરો પર ચઢી ગયું છે. હમીરી કલાના ગ્રામજનોએ જણાવ્યું કે, યુવરાજ મીણા 4 ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. યુવરાજની 3 મોટી બહેનો છે.

પિતા CISFમાં ફરજ બજાવે છે. હાલના દિવસોમાં ઉત્તર પ્રદેશમાં ડ્યુટી કરી રહ્યા છે. પત્ની પણ તેમની સાથે છે. 3 દીકરીઓ બાદ દીકરો થવા પર માતા-પિતાએ તેનું નામ યુવરાજ રાખ્યું હતું. યુવરાજ બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિનો હતો, પરંતુ તે સીકર પ્રશાસનની બેદરકારીની ભેટ ચઢી ગયો. યુવરાજ પોતાની 3 બહેનો સાથે સીકરમાં પીજીમાં રહીને ધોરણ 12 સાથે સાથે NEETની તૈયારી કરી રહ્યો હતો. શનિવારે રાત્રે તે કોચિંગથી પીજી જઈ રહ્યો હતો. અચાનક નવલગઢ રોડ પર સીવરેજ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં પડી ગયો. વરસાદના કારણે રોડ પર પાણી ભરાયું હતું. અકસ્માતમાં યુવરાજનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું.

હમીરી કલા ગામમાં જેવી યુવરાજ સાથે થયેલા અકસ્માતની જાણકારી પહોંચી તો બધા દંગ રહી ગયા. દુઃખી ગ્રામજનોની હિંમત ન થઈ કે તેઓ યુવરાજના પિતાને આ દુઃખદ સમાચાર આપી શકે, પરંતુ આપવામાં આવી. યુવરાજના વૃદ્ધ દાદાને અત્યાર સુધી તેની જાણકારી આપવામાં આવી નથી. હમીરી કલાના ગ્રામજનો ગુસ્સામાં છે. તેઓ બેદરકાર અધિકારીઓ પર કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp