BMW કારમાંથી 66kg ચાંદી જપ્ત, બોની કપૂરનું કનેક્શન સામે આવ્યું

PC: navbharattimes.indiatimes.com

કર્ણાટકમાં ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી ચેકિંગ દરમિયાન 39 લાખ રૂપિયાની કિંમતના ચાંદીના વાસણ જપ્ત કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાસણ ફિલ્મ નિર્માતા બોની કપૂરના છે. ચાંદીના વાસણ ચેન્નાઈથી મુંબઈ એક BMW કારથી લઈ જવામાં આવી રહ્યા હતા. આ વાસણ 5 બોક્સમાં ભરેલા હતા. જ્યારે અધિકારીઓએ પૂછપરછ કરી તો આ સંબંધમાં કોઈ દાસ્તાવેજ ન મળ્યા. રિપોર્ટ્સ મુજબ, ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહેલી ચેકિંગ દરમિયાન શુક્રવારે સવારે કર્ણાટકના દાવણગેરેના બાહ્ય વિસ્તારમાં હેબ્બાલું ટોલ પાસે ચેક પોસ્ટ કાર કારણે રોકવામાં આવી.

આ દરમિયાન 39 લાખ રૂપિયાની કિંમતના 66 કિલોગ્રામ ચાંદીના વાસણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ વાસણ ચેન્નાઈથી મુંબઈ BMW કારથી 5 બોક્સમાં લઈ જવામાં આવી રહ્યા હતા. તપાસ દરમિયાન અધિકારીઓએ જ્યારે કાર ચાલક પાસે વાસણોના સંબંધિત દસ્તાવેજ માગ્યા તો તે ન આપી શક્યો. ચૂંટણી પંચના અધિકારીઓએ ચાંદીના કટોરા, ચમચી, પાણીના મગ અને પ્લેટો જપ્ત કરી છે. તેની સાથે જ ડ્રાઈવર સુલ્તાન ખાન સાથે કારમાં સવાર હરિ સિંહ નામના વ્યક્તિ વિરુદ્ધ દાવણગેરે ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે.

અધિકારીઓએ જ્યારે આ બાબતે તપાસ કરી તો જાણવા મળ્યું કે BMW કાર બોની કપૂરના સ્વામિત્વવાળી કંપની બેવ્યૂ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ સાથે રજિસ્ટર્ડ છે. તપાસ દરમિયાન હરિ સિંહે સ્વીકાર્યું કે, આ ચાંદીના વાસણ બોલિવુડ નિર્માતા બોની કપૂરના પરિવારના છે. સંબંધિત દસ્તાવેજ રજૂ ન કરવા પર ચૂંટણી અધિકારીઓએ ચાંદીના વાસણ જપ્ત કરી લીધા છે. અધિકારી તેના પર તપાસ કરી રહ્યા છે કે, શું ચાંદીના વાસણ બોની કપૂરના પરિવારના છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે અને ત્યાં આચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે.

બોની કપૂરની વાત કરીએ તો તેમની ગણતરી બોલિવુડના ટોપ ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સમાં કરવામાં આવે છે. તેમની દીકરી જાહ્નવી કપૂર પણ ફિલ્મ એક્ટ્રેસ છે. બોની કપૂર પણ એક્ટર છે અને કરિયરની શરૂઆતમાં તેમણે કેટલીક ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી હતી. બોની કપૂર હાલમાં જ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર અભિનીત ‘તું ઝૂઠી મૈં મક્કાર’માં નજરે પડ્યા હતા. તેમાં તેમની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ડીમ્પલ કાપડિયા અને અનુભવ બસ્સીએ પણ કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp