30 વર્ષ પહેલા બાલાસાહેબે લીધો હતો એક મોટો નિર્ણય, હાલ ઉદ્ધવ પણ એ જ રાહ પર!

PC: specialcoveragenews.in

શિવસેનાના વર્ચસ્વની લડાઈના કારણે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી (MVA) સરકાર પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારનું જવું નક્કી માનવામાં આવી રહ્યું છે. એવામાં ઉદ્ધવ ઠાકરેએ એ જ દાવ રમ્યો છે, જે લગભગ 30 વર્ષ અગાઉ વર્ષ 1992માં તેમના પિતા બાલાસાહેબ ઠાકરે રમ્યા હતા. ત્યારે શિવસેનાના અસ્તિત્વ પર સંકટ ટાળી દીધું હતું. હવે જોવાનું એ રહેશે કે, ઉદ્ધવ ઠાકરે આ સંકટને ટાળી શકે છે કે નહીં? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારની રાતે સરકારી આવાસ વર્ષા છોડી દીધું અને તેઓ પોતાના ખાનગી આવાસ ‘માતોશ્રી’ આવતા રહ્યા છે.

આ અગાઉ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનામાં મચેલા હોબાળા અને એકનાથ શિંદે સહિત બધા બળવો કરનારા ધારાસભ્યોને કહ્યું હતું કે, જો કોઈ ધારાસભ્ય તેમની સામે આવીને કહે તો તેઓ મુખ્યમંત્રી પદ છોડવા માટે પણ તૈયાર છે. જોકે એકનાથ શિંદેએ અત્યાર સુધી મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી નથી, પરંતુ માનવામાં તો એવુ જ આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં MVA સરકાર પર સંકટના વાદળ લગભગ એક અઠવાડિયા અગાઉ જ છવાઈ ગયા હતા, જ્યારે એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યોને લઈને સુરત સ્થિત એક હોટેલમાં જઈને રોકાયા હતા.

ત્યારબાદથી અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરેએ કશું જ કહ્યું નહોતું, પરંતુ બુધવારે તેઓ કોરોના સંક્રમિત થવાના કારણે ફેસબુક લાઇવ દ્વારા સામાન્ય જનતા સાથે જોડાયા અને એ જ તેવર દેખાડ્યા, જે વર્ષ 1992માં તેમના પિતા બાલાસાહેબે દેખાડ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું કે, તેમની પાર્ટી પહેલા છે અને મુખ્યમંત્રી પદનો તેમને મોહ નથી. શિવસેનામાં વર્ષ 1992માં બાળાસાહેબ ઠાકરેના જ એક સાથી માધવ દેશપાંડેએ કેટલાક આરોપ લગાવ્યા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની પાર્ટીમાં દખલઅંદાજીને મોટો મુદ્દો બનાવ્યો હતો.

એવામાં બાલાસાહેબ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ લખ્યો હતો. એ લેખમાં બાલાસાહેબે કહ્યું હતું કે, જો કોઈ પણ શિવસૈનિક તેમની સામે આવીને એ વાત કહે કે તેમણે ઠાકરે પરિવારના કારણે પાર્ટી છોડી છે તો તેઓ એ જ વખતે અધ્યક્ષ પદ છોડી દેશે, તેની સાથે જ તેમનો આખો પરિવાર હંમેશાં માટે શિવસેનાથી અલગ થઈ જશે. સામનામાં બાલાસાહેબ ઠાકરેનો લેખ વાંચ્યા બાદ લાખ શિવસેના કાર્યકર્તા માર્ગ પર ઉતરી આવ્યા હતા. કેટલાક કાર્યકર્તા પોતાનો જીવ આપવાની ધમકી પણ આપવા લાગ્યા હતા.

માતોશ્રી બહાર હજારો લોકો એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ શિવસેનાના બધા અધિકારી બાલાસાહેબને મનાવવા માટે લાગી ગયા. માધવ દેશપાંડેના આરોપોને પણ સાઇડ પર કરી દેવામાં આવ્યા. જલ્દી જ આ મામલો થાળે પડી ગયો અને ત્યારબાદ બાલાસાહેબ ઠાકરે અને તેમના પરિવાર પર ક્યારેય કોઈ સવાલ ન ઉઠ્યા. હવે ઉદ્ધવ ઠાકરે પણ એ જ માર્ગે ચાલતા નજરે પડી રહ્યા છે. જોકે વર્ષ 1992ના બાલાસાહેબ ઠાકરેના સમય અને અત્યારના સમયમાં ખૂબ ફરક છે એટલે એ કહી શકવું મુશ્કેલ હશે કે, ઉદ્ધવ ઠાકરેના આ તેવરોની શું અસર જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp