ભારતનું એવું રેલવે સ્ટેશન, જ્યાંથી પગપાળા જ વિદેશ જઇ શકાય છે

PC: navbharattimes.indiatimes.com

દેશમાં એવા ઘણા રેલવે સ્ટેશન છે, જે પોતાની ઘણી વિશેષતાઓ માટે જાણીતા છે. કોઈ રેલવે સ્ટેશન પોતાના સૌથી મોટા પ્લેટફોર્મ માટે પ્રસિદ્ધ છે, તો કેટલાક રેલવે એવા છે જે પોતાની સ્વચ્છતા માટે આખી દુનિયામાં ફેમસ છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રેલનું અંતિમ રેલવે સ્ટેશન કયું છે. આમ તો તેની બાબતે ક્યારેય કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ કેટલાક એવા સ્ટેશન છે જે દેશના એકદમ અંતિમ છેવાડે ઉપસ્થિત છે. જ્યાંથી તમે ખૂબ સરળતાથી વિદેશ યાત્રા કરી શકો છો.

હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે એવું કયું રેલવે સ્ટેશન છે, જ્યાંથી પગપાળા પણ બીજા દેશ સુધી પહોંચી શકાય છે. બિહારમાં એક એવું રેલવે સ્ટેશન છે, જે નેપાળથી ખૂબ નજીક છે. મતલબ અહીથી ઉતરીને તમે પગપાળા પણ તરત જ ટ્રીપ કરી શકો છો.  આ રેલવે સ્ટેશન બિહારના અરરિયા જિલ્લામાં સ્થિત છે. અરરિયા જિલ્લામાં સ્થિત આ રેલવે સ્ટેશનનું નામ જોગબની સ્ટેશન છે, જેને દેશના અંતિમ સ્ટેશનના રૂપમાં જોવામાં આવે છે.

અહીથી નેપાળની દૂરી નજીવી રહી જાય છે. આ દેશ અહીથી એટલો નજીક પડે છે કે લોકો પગપાળા પણ પહોંચી શકે છે. સારી વાત તો એ છે કે નેપાળ જવા માટે ભારતના લોકોને વિઝા કે પાસપોર્ટની પણ જરૂરિયાત હોતી નથી. એટલું જ નહીં, આ સ્ટેશનથી તમે પોતાના હવાઈ જહાજનો ખર્ચ પણ બચાવી શકો છો.

પશ્ચિમ બંગાળની સિંહાબાદ સ્ટેશન પણ દેશનું અંતિમ સ્ટેશન માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં જ્યાંથી દેશની સમુદ્રી સીમા શરૂ થાય છે, ત્યારનું એક સ્ટેશન પણ દેશનું અંતિમ સ્ટેશન કહેવામાં આવે છે.પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં બનેલા સિંહાબાદ સ્ટેશન ભારતનું અંતિમ સીમાંત સ્ટેશન છે. કોઈ સમયમાં આ સ્ટેશન કોલકાતા અને ઢાકા વચ્ચે સંપર્ક સ્થાપિત કરે છે. અહીથી ઘણા યાત્રી ટ્રેનથી થઈને પસાર થાય છે, પરંતુ આજના સમયમાં આ સ્ટેશન એકદમ વિરાન છે. અહી કોઈ પણ યાત્રી માટે કોઈ ટ્રેન રોકાતી નથી, આ જ કારણે આ જગ્યા એકદમ વિરાન રહે છે. આ રેલવે સ્ટેશનનો ઉપયોગ માત્ર માલગાડીઓના ટ્રાન્ઝિટ માટે હોય છે.

સિંહાબાદ રેલવે સ્ટેશન આજે પણ અંગ્રેજોના સમયનું છે. અહી આજે પણ તમને કાર્ડબોર્ડની ટિકિટ નજરે પડશે, જે હવે કોઈ પણ રેલવે સ્ટેશન પર નજરે પડતી નથી. એ સિવાય સિગ્નલ, સંચાર અને સ્ટેશન સાથે જોડાયેલા બધા ઉપકરણ, ટેલિફોન અને ટિકિટ પણ બધુ અંગ્રેજોના સમયના સમયના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp