‘સાહેબ હું જીવું છું..’, કર્મચારીને કાગળ પર મૃત દેખાડી બંધ કરી સેલેરી

PC: aajtak.in

‘સાહેબ હું અત્યારે જીવિત છું..’ આ શબ્દ છે દેવરિયાના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારી રાજેન્દ્ર શુક્લાના, જે છેલ્લા 3 મહિનાથી પોતાની જ સેલેરી માટે અધિકારીઓની ઓફિસના ચક્કર લગાવી રહ્યો છે. ટ્રાન્સફર બાદ સ્વાસ્થ્ય વિભાગની બેદરકારીના કારણે જીવિત રાજેન્દ્ર શુક્લાને સરકારી પોર્ટલ પર મૃત જાહેર કરી દેવામાં આવ્યો છે, જેથી તેની સેલેરી રોકાઈ ગઈ છે. સેલેરી ફરીથી મેળવવા માટે હવે તે પોતાને જીવિત બતાવવા અને ગરબડી સારી કરાવવા માટે અધિકારીઓની ઓફિસના ચક્કર લગાવી રહ્યો છે.

આ ગરબડી મહર્ષિ દેવરહા બાબા મેડિકલ કોલેજ, દેવરિયાના પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. જેના પરિણામે અહી કાર્યમુક્ત થઈને ગોરખપુરની સદર હૉસ્પિટલમાં વોર્ડ માસ્ટરના પદ પર કાર્યરત રાજેન્દ્ર શુક્લાને ચૂકવવું પડી રહ્યું છે. તેમણે મુખ્યમંત્રી, પ્રમુખ સચિવ, સ્વાસ્થ્ય વિભાગ, શિક્ષણ અને સ્વાસ્થ્ય મંત્રીને પણ ઇ-મેઇલના માધ્યમથી ફરિયાદ અને પીડા નોંધાવી છે, પરંતુ અત્યાર સુધી સમાધાન નીકળી શક્યું નથી. કર્મચારી રાજેન્દ્ર શુક્લાને માત્ર દેવરિયા મેડિકલ કોલેજથી રીલિવ કરવાનું હતું, પરંતુ મેડિકલ કોલેજના કર્મચારીઓએ પોર્ટલના માધ્યમથી આ દુનિયાથી જ રાજેન્દ્ર શુક્લાને રીલિવ કરી દીધા.

હવે ચીફ મેડિકલ ઓફિસર (CMO) ડૉ. રાજેશ ઝા અને મેડિકલ કોલેજના પ્રવક્તા ડૉ. એચ.કે. મિશ્રા કરેક્શન કરાવવાની વાત કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેને વહેલી તકે સારું કરી દેવામાં આવશે. જિલ્લા હોસ્પિટલ (હવે મેડિકલ કૉલેજ)માં છેલ્લા ઘણા વર્ષોથી રાજેન્દ્ર શુક્લા અલગ-અલગ વિભાગોમાં સિસ્ટર ઇન્ચાર્જના પદ પર કાર્યરત રહ્યા. જ્યાં મેડિકલ કોલેજ ખૂલી તો ધીરે ધીરે જિલ્લા હૉસ્પિટલમાં કાર્યરત કર્મચારીઓને કાર્યમુક્ત કરી દેવવા લાગ્યા. આ ક્રમમા સિસ્ટર ઇન્ચાર્જના પદ પર કાર્યરત રાકેન્દ્ર શુક્લાને પણ અહીથી રીલિવ કરી એવામાં આવ્યા.

ત્યારબાદ તેમણે નિદેશાલયમાં જોઇન્ટ કર્યું, ત્યાંથી તેનું ટ્રાન્સફર ગોરખપુરની સદર હોસ્પિટલમાં વોર્ડ માસ્ટરના પદ પર કરી દેવામાં આવ્યું. રાજેન્દ્ર રોજ ડ્યૂટી પણ કરવા લાગ્યો, પરંતુ જ્યારે સેલેરી લેવા પહોંચ્યો તો ખબર પડી કે તેને તો દસ્તાવેજોમાં મૃત દેખાડવામાં આવ્યો છે. તેના કારણે તેની સેલેરી નથી થઈ. આ બેદરકારી મેડિકલ કોલેજ પ્રિન્સિપાલ દેવરિયા દ્વારા કરવામાં આવી છે. પોર્ટલ સાથે છેડછાડ કરીને રાજેન્દ્રને મૃત દેખાડવામાં આવ્યો.

રાજેન્દ્ર શુક્લા કહે છે કે હું જીવિત છું અને જિલ્લા હૉસ્પિટલ ગોરખપુરમાં આજની તારીખમાં કાર્યરત છું. સાહેબ, મહર્ષિ દેવરહા બાબા મેડિકલ કોલેજના દસ્તાવેજોમાં મને મૃત દેખાડી દીધો છે. 3 મહિનાથી સલેરી મળી નથી. આ ચોથો મહિનો ચાલી રહ્યો છે. આ અંગે CMOએ જણાવ્યું ,કે પોર્ટલમાં જાણકારી ભરતી વખત કેટલીક ટેક્નિકલી ભૂલો થઈ છે જેને સુધારવા માટે પત્ર લખવામાં આવ્યો છે. તપાસ ટીમ પણ બનાવવામાં આવી છે. હાલમાં જ હું મેન્યુઅલ બિલ બનાવવા લાગ્યો, તેમાં કેટલાક લોકો ડેડ દેખાઈ રહ્યા છે. જલદી જ તેમની ડિટેલ પોર્ટલ પર અંકિત કરી દેવામાં આવશે, તો ફરી બધું સારું થઈ જશે. કરેક્શનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp