સાહેબ, મંત્રીના લોકોએ અમારી જમીન પર કબજો કરી લીધો,ખેડૂતે કહ્યું-કોઈ સાંભળતું નથી

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક ખેડૂતની પૈતૃક ખેતીની જમીન પર અતિક્રમણનો મામલો સામે આવ્યો છે. પીડિત ખેડૂતનો આરોપ છે કે, ગુંડાઓએ પહેલા તેના ખેતરની બાજુમાં આવેલી જમીનનું ડીડ કરાવ્યું. આ પછી મારી જમીન પણ કબજે કરવામાં આવી હતી. ખેડૂતનું કહેવું છે કે, તેણે આ અંગે જિલ્લાના તમામ અધિકારીઓને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. જમીન પર કબજો જમાવનારા તમામ લોકો સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા છે. કબજે કરેલી અમારી જમીન પર ગેરકાયદે પ્લેટિંગ કરવામાં આવી રહ્યું છે.

હકીકતમાં, આ સમગ્ર મામલો મૈનપુરી કોતવાલી વિસ્તારના ધરાઉ રોડનો છે. આ રોડ પાસે કામતા પ્રસાદની લગભગ 15 વીઘા ખેતીની જમીન છે. કામતા પ્રસાદના પુત્ર ઉમેશનો આરોપ છે કે, મારી જમીનનો વિસ્તાર પહેલાથી જ ઓછો હતો.

લગભગ ત્રણ મહિના પહેલા હરીશરણ પચૌરી નામના વ્યક્તિએ અમને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે હું ખેતરમાં ખેડાણ કરવા ગયો ત્યારે, તેઓએ ટ્રેક્ટર ચાલકને ભગાડી દીધો હતો. મારી સાથે ગાળો બોલીને દુર્વ્યવહાર કર્યો અને પોલીસ સાથે મીલીભગત કરીને મને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધો.

આ પછી હરીશરણ પચૌરી પોલીસ સ્ટેશન પહોંચ્યા. મને કહ્યું કે, મારે બબલુ પાંડેના ઘરે જવું પડશે. બબલુના ઘરે મારા પિતાને ધાકધમકી આપીને સંમતિ પત્ર લખાવી લેવામાં આવ્યું હતું અને એકાઉન્ટન્ટ સાથે મળીને મારી જમીનની માપણી કરવામાં આવી હતી. ઉમેશ કહે છે કે, બબલુ પાંડે મંત્રી જયવીર સિંહનો ખાસ માણસ છે.

ઉમેશના કહેવા પ્રમાણે, તે લોકો મારી પાછળ પડી ગયા છે. તેની જમીનની માપણી કરવામાં આવી નથી. મેં એકાઉન્ટન્ટ પુષ્પેન્દ્ર ચૌહાણને તેમના રેક દૂર કરવા કહ્યું, તેમણે કહ્યું કે, હું માત્ર સીમાંકન કરવા આવ્યો છું. હવે મારી પાસે મારી જગ્યા પર દોઢ વીઘા ઓછી જમીન છે. મારી પાસે સિવિલ કોર્ટનો સ્ટે હોવા છતાં, એક JCB મારા ખેતરમાં ચલાવવામાં આવ્યું હતું.

ફરિયાદ કર્યા પછી પણ પોલીસે સાંભળ્યું ન હતું. ઉલટાનું પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પ્રદીપ સેંગરે મારા પિતા અને ભાઈને કહ્યું કે, ચાલ્યા જાઓ અહીંથી નહિતર હું તમને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દઈશ. પોલીસ અમારા ઘરની મહિલાઓને પણ પકડીને પોલીસ સ્ટેશન લાવી હતી.આ બધું રાજકારણીઓના દબાણના કારણે થઈ રહ્યું છે.

ઉમેશના ભાઈએ જણાવ્યું કે, જ્યારે અમે લોકોને JCB ચલાવવાથી રોક્યા ત્યારે મારા અપંગ ભાઈનું માથું ફોડી નાખ્યું હતું અને તેના બદલે પોલીસ અમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યારે, અમે સ્થળ પર ગયા ત્યારે અમને હરિશરણ પચૌરી મળ્યા, જેના પર જમીન હડપ કરવાનો આરોપ છે. તેણે કહ્યું કે, મારી પાસે કામતા પ્રસાદના ખેતરની બાજુમાં આવેલી બે વીઘા જમીન છે, તેનું ડીડ થઈ ગયું છે અને એકાઉન્ટન્ટને બોલાવીને જમીનનું સીમાંકન કરવામાં આવ્યું છે અને ખુદ કામતા પ્રસાદ પોતે મારી જમીન દબાવીને બેઠો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp