લગ્નના એક દિવસ પહેલા પ્રેમી સાથે ભાગી ગઈ યુવતી, ભાઈએ કરી દીધા અગ્નિસંસ્કાર

PC: khaskhabar.com

બિહારના પૂર્ણિયામાં લગ્નના એક દિવસ પહેલા પ્રેમી સાથે યુવતી ભાગી ગઈ હતી. પીઠી અને મહેંદીની રસમ પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ ઘરેથી બહાર નીકળીને યુવતી પોતાના પ્રેમી સાથે ચાલી ગઈ. યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં યુવતીના અપહરણની ફરિયાદ દાખલ કરાવ હતી. પરંતુ, યુવતીએ સામે આવીને આ અપહરણના મામલાને નકારી દીધો હતો. આથી, યુવતીના  ભાઈએ તેનું પૂતળુ બનાવીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારના લોકોને હચમચાવી નાંખ્યા છે અને દરેક માતા-પિતાને એ વિચારવા માટે મજબૂર બની ગયા છે કે, આખરે આવી ઘટનાઓ પર વિરામ ક્યારે લાગશે.

આ સમગ્ર મામલો ટીકાપટ્ટી ગામનો છે, જ્યાં એક યુવતીના લગ્ન તેના ભાઈએ નક્કી કરી દીધા હતા. 11 જૂને તેના લગ્ન થવાના હતા. મહેંદી અને સંગીત બાદ 10 જૂને પીઠીની રસમ પૂર્ણ કરવામાં આવી હતી. બીજા દિવસે યુવતીની જાન આવવાની હતી પરંતુ, તે રાત્રે પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ ઘરમાં હંગામો મચી ગયો. લોકોએ ખૂબ જ શોધખોળ કરી પરંતુ, જ્યારે કોઈ જાણકારી ના મળી, ત્યારે યુવતીના ભાઈએ પોલીસ સ્ટેશનમાં અપહરણનો આરોપ લગાવતા મામલો દાખલ કરાવ્યો હતો. આ મામલામાં તેણે ગામના જ એક યુવકને આરોપી બનાવ્યો. મામલો દાખલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.

દરમિયાન, સોમવારે યુવતી દુલ્હનના વેશમાં ટીકાપટ્ટી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેણે અપહરણના મામલાને જ ખોટો ગણાવ્યો હતો. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તેના ભાઈએ જે યુવક સાથે તેના લગ્ન નક્કી કર્યા હતા તે તેને મંજૂર નહોતા, આથી તેણે મજબૂરીમાં ઘરેથી ભાગી જવુ પડ્યું હતું. જે દિવસે તેના લગ્ન થવાના હતા એ જ દિવસે મંદિરમાં તેણે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ, યુવતીના ભાઈની નારાજગી વધી ગઈ હતી. ભાઈએ કહ્યું કે, તેના માટે તેની બહેન હવે મરી ગઈ છે, અને તેણે પરિવારજનો સાથે મળીને પહેલા પોતાની બહેનનું પૂતળું તૈયાર કર્યું અને પછી તેની શવ યાત્રા કાઢી હતી. અર્થીમાં યુવતીની તસવીર પણ લગાવવામાં આવી હતી. અર્થીને શ્મશાન ઘાટ સુધી લઇ જવામાં આવી અને પછી પૂરા રીતિ રિવાજ સાથે તેના દાહ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp