સાળી-બનેવીના લગ્નઃપત્નીએ પતિના નાની બહેન સાથે કરાવ્યા લગ્ન,હવે ત્રણેય સાથે રહેશે

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી સાળી-બનેવીના લગ્નનો અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ ખુશીથી તેની નાની બહેનના લગ્ન તેના પતિ સાથે કરાવી દીધા. હવે ત્રણેય એક જ ઘરમાં સાથે રહેશે. મંદિરમાં થયેલા આ લગ્નમાં પરિવારના સભ્યો પણ સાક્ષી બન્યા હતા.

આ વાર્તા થોડી ફિલ્મી ટાઇપની લાગે છે, જ્યાં એક મોટી બહેન ખુશીથી તેની નાની બહેનની સૌતન બની હતી. ઉત્તર પ્રદેશના સંગમ શહેર પ્રયાગરાજનો આ અનોખો અને આશ્ચર્યજનક કિસ્સો છે. અહીં એક મહિલાએ પોતાની નાની બહેનના લગ્ન તેના પતિ સાથે કરાવ્યા અને પછી ત્રણેય ખુશી ખુશી ઘરે ગયા. હવે સાળી સાથે બનેવીના થયેલા આ લગ્ન ચર્ચામાં છે.

આ કિસ્સો જિલ્લાના શંકરગઢ વિસ્તારનો છે. અહીં રહેતો રાજકુમાર મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેના લગ્ન રૂમી સાથે થયા હતા. રૂમી તેની નાની બહેનને ખૂબ પ્રેમ કરતી હતી અને તેનાથી દૂર રહી શકતી ન હતી. એટલું જ નહીં, તેની પાસે એટલા પૈસા પણ નહોતા કે તે તેની નાની બહેન ભારતીના ધામધૂમથી લગ્ન કરાવી શકે. તેથી તેણે વિચારીને તેના પતિ રાજકુમારને આ લગ્ન કરવા માટે ગમે તે રીતે મનાવી લીધા અને પછી ભારતીના લગ્ન એકદમ સાદગીથી તેના પતિ સાથે મંદિરમાં કરાવ્યા હતા.

બારા વિસ્તારના એક મંદિરમાં સાળી-બનેવીના લગ્નના સાક્ષી નજીકના સંબંધીઓ પણ બન્યા હતા. છોકરીની મોટી બહેન એટલે કે વરરાજાની પહેલી પત્ની પણ હાજર હતી. આ દરમિયાન, એવું જોવા મળ્યું કે રાજકુમાર તેની સાળીના સેંથામાં સિંદૂર ભરે છે અને તેને તેની બીજી પત્ની બનાવે છે અને પછી બંને પત્નીઓને લઈને ઘરે જાય છે.

આ અનોખા લગ્નથી રાજકુમાર અને તેની પ્રથમ પત્ની ખૂબ જ ખુશ છે. પહેલી પત્ની રૂમી પણ તેની બહેનના લગ્ન કરવાની ચિંતા માંથી મુક્ત જણાય છે. હવે આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સાસરિયાં અને કન્યા પક્ષના માતા-પિતા પણ આ લગ્નના સાક્ષી બન્યા હતા. બધાએ ખુશીથી વર-કન્યાને આશીર્વાદ આપ્યા અને પોતપોતાના ઘરે ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp