40 કરોડ માટે ભાભીની હત્યા, શબ ઠેકાણે લગાવવા બોલાવી ઓલા, ડ્રાઇવરે..

PC: dnaforensics.in

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક મહિલાની હત્યા કરવા અને તેના શબને ઓલા કેબમાં લઈ જવાનો પ્રયાસ કરવાના આરોપમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ યોજના પર પાણી એ સમયે ફરી ગયું, જ્યારે ભાડા પર લેવામાં આવેલી કેબ ચાલકે કોથળામાં બંધ ડેડ બોડીમાંથી નીકળેલા લોહીના ડાઘ જોઇ લીધા બાદ પોલીસને તેની જાણકારી આપી દીધી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ કરી તો ખબર પડી કે કુસુમ કુમારીની હત્યા તેના બે સંબંધીઓએ 40 કરોડ રૂપિયાની પૈતૃક સંપત્તિને લઈને કરી હતી.

મહિલાના દિયર અને અન્ય સંબંધીઓએ 11 જુલાઇના રોજ નોઇડાથી ઉત્તર પ્રદેશના કાનપુરના મહારાજપુર જવા માટે ઓલા બુક કરી હતી. તેમણે શબને ઠેકાણે લગાવવાની યોજના બનાવી હતી, પરંતુ ઓલા ચાલકે એક કોથળાને વાહનની ડિક્કીમાં લોડ કરતી વખત લોહી લિકેજ થતા જોઈ લીધું. જ્યારે કેબ ડ્રાઇવરે સવારી આપવાની ના પાડી દીધી, તો બંને લોકોએ તેને ગાળો આપવાની શરૂ કરી દીધી. ત્યારબાદ ચાલક ત્યાંથી ભાગી નીકળ્યો અને હાઇવે પર ફરજ બજાવતા પોલીસકર્મીઓને તેની જાણકારી આપી દીધી.

તેણે મહારાજપુર પોલીસ સાથે પણ સંપર્ક કર્યો હતો. જ્યારે પોલીસે ઘટનાની તપાસ કરી તો ખબર પડી કે પીડિતા કુસુમ અને તેનો દિકર પાસેના ગામથી ગુમ હતા. પોલીસને ખબર પડી કે, આરોપીએ કુસુમ કુમારીને મહારાજપુર લઇ જવા માટે નોઇડાથી એક કેબ બુક કરી હતી. સૌરભે કુસુમની હત્યા માટે મહારાજપુરમાં પોતાના સાથીને પહેલા જ બોલાવી લીધો હતો. 11 જુલાઇના રોજ કુસુમની હત્યા કર્યા બાદ બંને આરોપીઓએ તેના શબને કોથળામાં બંધ કરીને કારની ડિક્કીમાં રાખીને ઠેકાણે લગાવવાનો પ્રયાસ કર્યો.

જો કે, તેમની યોજના સફળ ન થઈ શકી કેમ કે ઓલા ચાલક મનોજે લોહી જોયું અને તેમના પ્રયાસને નિષ્ફળ કરી દીધો હતો. પોલીસને કુસુમનું શબ રવિવારે ફતેહપુરમાં મળ્યું  હતું અને સોમવારે તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. પોલીસે ત્યારબાદ કુસુમની હત્યાના આરોપમાં 3 લોકોની ધરપકડ કરી અને કહ્યું કે, હત્યામાં સામેલ બાકી લોકોની ધરપકડ માટે શોધખોળ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp