બહેન સાથે મળીને સાળીએ બનેવીને લૂંટવાનો એવો પ્લાન બનાવ્યો કે પોલીસ પણ ચોંકી ગઇ

PC: aajtak.in

મધ્ય પ્રદેશમાં સાળીએ બહેન સાથે મળીને બનેવીને લૂંટવાની એવી યોજના બનાવી હતી કે જે સાંભળીને પોલીસની પણ આંખ પહોળી થઇ ગઇ હતી. જો કે લૂંટની યોજના સફળ થાય તે પહેલા જ પોલીસે આરોપીઓને પકડીને જેલના હવાલે કરી દીધા હતા.

મધ્ય પ્રદેશના ઇન્દોરથી લૂંટ સાથે જોડાયેલા એક ચોંકાવનરો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ પોતાના સબ રજિસ્ટ્રાર જીજાજીના ઘરમાં જ લૂંટ કરવાનો કારસો રચ્યો હતો. તેનું કારણ એવું હતું કે જીજાજી તેની પત્ની એટલે કે યુવતીની બહેનને વાપરવા માટે રૂપિયા નહોતો આપતો. આ મામલામાં સબ રજિસ્ટ્રારની પત્ની, સાળી અને સાઢુભાઇ સહિત 7 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

જાણવા મળેલી વિગત મુજબ ઇંન્દારના સુદામા નગર વિસ્તારમાં ભરબપોરે સબ રજિસ્ટ્રારના ઘરે લૂંટની કોશિશ થઇ હતી, પરંતુ સબ રજિસ્ટ્રારના પુત્રને આ વાતની જાણ થઇ ગઇ હતી. એટલે લૂંટની ઘટનાને અંજામ આપી શકાયો નહોતા. એ પછી પરિવારે પોલીસને જાણ કરી હતી.

જો કે આ લોકોની મેલી મુરાદ પૂરી થઈ શકી નહોતી અને પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં એડિશનલ DCP અભિનય વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સબ રજિસ્ટ્રારની સાળીના કહેવા પર લૂંટનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેણે એના પતિ અને મિત્ર સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

તારાએ પોલીસને જણાવ્યું હતું કે, જીજા કૈલાશ તેની બહેન કવિતાને લગ્ન બાદ હેરાન કરતો હતો. તેને ખર્ચ માટે પૈસા પણ નહોતો આપતો. પરંતુ કવિતા મારી સાથે તમામ વાતો શેર કરતી હતી, એટલે હું તેનું દુખ સાંભળી નહોતી શકતી. અમે દોઢ મહિના પહેલા જ યોજના બનાવી લીધી હતી. કવિતાએ ફોન પર જણાવ્યું હતું કે, ઘરમાં 50 લાખ રૂપિયા પડ્યા છે. ત્યાર બાદ અમે તે રૂપિયા લૂંટવાની યોજના બનાવી હતી.

આ દરમિયાન સબ રજિસ્ટ્રારની પત્નીએ જણાવ્યું હતું કે, પતિ તેની સાથે મારપીટ કરતો હતો અને પૈસા નહોતો આપતો. આ વિશે બહેનને વાત કરી હતી, જેને લૂંટનો પ્લાન બનાવ્યો અને બંને વચ્ચે નક્કી થયું કે, જે પણ પૈસા હાથ લાગશે, તે બંને વચ્ચે અડધા-અડધા વેચી દેવામાં આવશે. ત્યાર બાદ મહિલાએ પોતાની બહેન અને તેના પતિ સાથે અન્ય ચાર આરોપીઓ સાથે મળીને ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp