ભાભીના બીજા સાથે સંબંધ અને મર્ડર, સિંગર ફરમાની નાઝના પિતા-ભાઈ જ નિકળ્યા હત્યારા
ગાયક અને યુટ્યુબર ફરમાની નાઝના પિતા અને ભાઈ સહિત ચાર લોકોની મંગળવારે તેના પિતરાઈ ભાઈની હત્યામાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. પોલીસનું કહેવું છે કે, ફરમાનીના પિતા અને ભાઈએ ગેરકાયદે સંબંધોની શંકામાં ફરમાનીના પિતરાઈ ભાઈની હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ, રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના મુહમ્મદપુર માફી ગામમાં 5 ઓગસ્ટના રોજ 17 વર્ષના ખુર્શીદની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. મુઝફ્ફરનગરના SP (ગ્રામીણ) અતુલ શ્રીવાસ્તવે કહ્યું કે, જ્યારે મામલાની તપાસ કરવામાં આવી ત્યારે સિંગરના પિતા આરિફ, ભાઈ ફરમાન અને બે સંબંધીઓ ઝાકિર અને ફરિયાદ સહિત પાંચ લોકોની સંડોવણી સામે આવી.
SPએ જણાવ્યું કે, ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી શાકિર ફરાર છે. પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે. પૂછપરછ દરમિયાન ફરમાને પોલીસને જણાવ્યું કે, ખુર્શીદને તેની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધો હતા, જેના કારણે તેણે તેની હત્યા કરી હતી. SPએ કહ્યું કે ગુનામાં વપરાયેલ છરી મળી આવી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ગાયક ફરમાની નાઝે ભગવાન શિવની સ્તુતિ કરતું ભક્તિ ગીત 'હર હર શંભુ' ગાયું હતું, જેના પછી તેમના પર ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. દેવબંદના એક મૌલવીએ તેને બિન-ઈસ્લામિક અને પ્રતિબંધિત જાહેર કર્યું હતું.
યુટ્યુબ પર 45 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ ધરાવતી અને મુઝફ્ફરનગરની રહેવાસી ફરમાની નાઝે કહ્યું હતું કે, કલાકારોનો કોઈ ધર્મ હોતો નથી અને તેઓએ 'હર હર શંભુ' ગાઈને કોઈ ભૂલ કરી નથી. સિંગર ફરમાની નાઝે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલની સીઝન 12માં પણ ભાગ લીધો હતો.
SP ગ્રામીણ અતુલ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, 5 ઓગસ્ટના રોજ સાંજે મોહમ્મદપુર માફી ગામની બહાર ખુરશીદ નામના છોકરાની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક ખુર્શીદના પિતા વલી મોહમ્મદની ફરિયાદ પર પોલીસે કલમ 302 હેઠળ અજાણ્યા બદમાશો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષકે SOG સહિત ત્રણ ટીમો બનાવી હતી. ત્રણેય ટીમોએ તપાસ કરી હતી. આ પછી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઘટનામાં વપરાયેલ બાઇક અને છરી મળી આવી છે. મૃતક ફરમાની નાઝનો પિતરાઈ ભાઈ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp