ટૉફી ખાધા બાદ બે સગી બહેનોનું મોત, 2ની હાલત ગંભીર, પાડોશી પર લાગ્યા આ આરોપ

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ટૉફી ખાધા બાદ બે સગી બહેનોના મોત થઈ ગયા છે. તો 2ની હાલત ગંભીર છે. બંને બહેનોના મોતથી હાહાકાર મચી જવા પામ્યો છે. જાણકારી મળતા જ ઇમરજન્સીમાં CO ઘટનાસ્થળ પર પહોંચ્યા અને મુલાકાત લીધી. છોકરીઓના મોત બાદ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું. પરિવારજનોએ પાડોશીઓ પર ટૉફીમાં ઝેર આપવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે ફરિયાદના આધાર પર કે નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના કડા ધામ ક્ષેત્રના સોરાઈ બુઝુર્ગ ગામની છે. અહીંના રહેવાસી રાજકુમાર પ્રજાપતિ બુધવારે સાંજે પરિવાર સહિત ખાવા-પીવાનું પતાવીને છત પર જઈને ઊંઘી ગયા હતા. ત્યારબાદ ગુરુવારે સવારે તેમની 8 વર્ષીય દીકરી વર્ષા ઊંઘીને ન ઉઠી તો રાજકુમારે જગાડવાનો પ્રયાસ કર્યો. વર્ષાના બેડ પાસે ટૉફીનું રેપર પડ્યું હતું. રાજકુમારે પોલીસમાં કરેલી ફરિયાદમાં કહ્યું કે, 8 વર્ષીય દીકરી વર્ષા, અશોકની 4 વર્ષીય દીકરી આરુષિ, વાસુદેવની 8 વર્ષીય સાધના અને 7 વર્ષીય શાલિનીએ ટૉફી ખાધી હતી.

ત્યારબાદ ચારેયની તબિયત બગડવા લાગી. તેમના પેટમાં દુઃખાવા સાથે ઝાડા અને ઊલટી થવા લાગી. બાળકો બેભાન થવા લાગી. ઇમરજન્સીમાં પરિવારજનો છોકરીઓને લઈને CHC ઇસ્માઈલપુર કડા પહોંચ્યા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ડૉક્ટરે તેમને જિલ્લા હૉસ્પિટલ રેફર કરી દીધી. ત્યારબાદ તબિયતમાં સુધાર ન થવા પર ડૉક્ટરોએ ત્રણ છોકરીઓ વર્ષા, સાધના અને શાલિનીને પ્રયાગરાજ ચિલ્ડ્રન હૉસ્પિટલ રેફર કરી દીધી. બે સગી બહેનો સાધના અને શાલિનીનું રસ્તામાં જ મોત થઈ ગયું.

બંનેના મોત બાદ પરિવારજનોના હાહાકાર મચી ગયો. તો મોતની જાણકારી મળતા જ સિરાથૂના CO અવધેશ વિશ્વકર્મા ઘટનાસ્થળ પર પહોંચ્યા અને આસપાસના લોકોની પૂછપરછ કરી. પોલીસે બંને છોકરીઓના શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. છોકરીઓના પિતા રાજકુમારે કહ્યું કે, અમે પોતાની છત પર સૂતા હતા., દીકરીઓ પણ ઊંઘી રહી હતી. અમે ઉતરીને બીજા ઘરમાં છત પર પાણી નાખવા જતા રહ્યા હતા. અમારા ઘરની બાજુમાં રહેનારા શંકર મિર્ઝાએ ટૉફી ફેકી દીધી હતી. અમારી દીકરીઓએ તેને ખાઈ લીધી. સાધના, શાલિની અને આરુષિ પણ ટૉફી ખાધી હતી. ત્યારબાદ તેમની તબિયત બગડી ગઈ, ત્યારબાદ CHC ઇસ્માઈલપુર કડા લઈ ગયા હતા. ત્યાંથી ડૉક્ટરે રેફર કરી દીધી.

અપર પોલીસ અધિક્ષક સમર બહાદૂરે કહ્યું કે, કડા ધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાણકારી મળી હતી કે કેટલીક છોકરીઓ ટૉફી ખાવાના કારણે તબિયત ખરાબ થઈ ગઈ. આ પ્રકરણમાં તાત્કાલિક હૉસ્પિટલ મોકલવામાં આવી, જેમને પ્રયાગરાજ રેફર કરી દીધી. બે છોકરીઓનાં મોત થઈ થઈ ગયા. પરિવારજનોએ ફરિયાદ આપી છે તેના આધાર પર કેસ નોંધી લેવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે સત્યતા હશે, જે સાક્ષી મળશે તેના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે. બે છોકરીઓની હાલત અત્યારે સામાન્ય છે, તેમની સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp