26th January selfie contest

ચાલુ બાઇક પર રોમાન્સ કરવો કપલને પડ્યો મોંઘો, પોલીસે કરી કાર્યવાહી

PC: aajtak.in

દુર્ગ જિલ્લાના ભિલાઈમાં ટાઉનશિપના રસ્તાઓ પર ચાલું બાઇક પર રોમાન્સ કરવું કપલને મોંઘુ પડ્યું. બંનેના આ કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસે આ કપલની તપાસ શરૂ કરી અને વીડિયોના આધારે બાઇક સવાર છોકરા અને છોકરીની ધરપકડ કરવામાં આવી.

મળતી માહિતી મુજબ, ભિલાઈના ટાઉનશિપના રસ્તાઓ પર નંબર પ્લેટ વગરની ગાડીમાં તેની પ્રેમીકાને ફિલ્મી અંદાજમાં ફેરવતો 27 વર્ષીય આરોપી જાવેદ, વૈશાલી નગર વિસ્તારમાં ફર્નિચરની દુકાન ચલાવે છે. જેણે રાજનાંદગાંવમાં 1.5 લાખ રૂપિયાની ચોરીની બાઇક માત્ર 9000 રૂપિયામાં ખરીદી હતી. તે પણ કોઈપણ દસ્તાવેજ વગર. આ સાથે બાઇકની નંબર પ્લેટ પણ કાઢી નાખી હતી. જેથી પોલીસ તેની ઓળખ કરી શકી ના શકે.

તમને જણાવી દઈએ કે, 21 જાન્યુઆરીના રોજ દુર્ગનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક યંગ કપલ ચાલું બાઇક પર રોમાન્સ કરતા જોવા મળી રહ્યા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે છોકરો બાઇક ચલાવી રહ્યો છે અને છોકરી બાઇકની ટાંકી પર છોકરાની સામે બેઠી છે. છોકરી છોકરાને ગળે લગાવીને કિસ કરતી જોવા મળે છે.

ટ્રાફિકના નિયમો અનુસાર છોકરીએ હેલ્મેટ પહેરીને બાઇક પર છોકરાની પાછળની સીટ પર બેસવું જોઈએ. પરંતુ યુવતી યુવકને ગળે લગાવીને તેને કિસ કરતી જોવા મળી હતી. આ પહેલા લખનૌમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં એક છોકરાએ એક સગીર છોકરી સાથે બાઇક પર રોમાન્સ કર્યો હતો. આ કેસમાં પોલીસે યુવક સામે કાર્યવાહી હાથ ધરી હતી.

શનિવારે સવારે 9.50 વાગ્યે આ કપલ ભિલાઈના જયંતિ સ્ટેડિયમની પાછળના રસ્તેથી નંબર વગરની બાઇક પર નીકળ્યું હતું. તેની પાછળ ઘણા સ્કૂટર અને બાઇક ચાલકો વીડિયો બનાવી રહ્યા હતા. જ્યારે છોકરીએ છોકરાના જેકેટથી પોતાનો ચહેરો છુપાવ્યો હતો. બંને ગ્લોબ ચોકથી સેક્ટર 8 ફ્લાયઓવર પરથી નહેરુનગર ભેલવા તળાવની સામે થોડીવાર રોકાઈ ગયા. જે બાદ તે સ્મૃતિ નગરની એક રેસ્ટોરન્ટમાં ગયા હતા.

દુર્ગના એસપી ડૉ. અભિષેક પલ્લવે રવિવારે બંનેને પકડી લીધા હતા અને રાત્રે 9 વાગ્યે ગુનાનું દ્રશ્ય રિક્રિએટ કરવા માટે બંને આરોપીઓને ગ્લોબ ચોક પર લઈ ગયા હતા. ત્યાં સીનને રિક્રિએટ કરાવ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બંનેએ આ બધું જાણી જોઈને કર્યું હતું. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp