40 લાખ મહિલાને સ્માર્ટફોન અપાશે, 3 વર્ષ માટે મફત ઇન્ટરનેટ:CM ગેહલોતની જાહેરાત

PC: jantaserishta.com

રાજસ્થાનના CM અશોક ગેહલોતે રાજ્યની મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. CM ગેહલોતે સોમવારે ઉદયપુરમાં જનસભાને સંબોધિત કરતા આ જાહેરાત કરી હતી. સ્માર્ટફોન આપવાની જાહેરાત કરતા CM ગેહલોતે કહ્યું કે, અમારી સરકારે બજેટમાં જાહેરાત કરી હતી, હવે તે પૂરી કરવા જઈ રહી છે. આ દરમિયાન CM ગેહલોતે કહ્યું કે, પ્રથમ તબક્કામાં 40 લાખ મહિલાઓને સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવશે.

રાજસ્થાનમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજસ્થાનના CM ગેહલોત એક સાથે અનેક યોજનાઓની જાહેરાત કરી રહ્યા છે. આ ક્રમમાં CM ગેહલોતે રાજસ્થાનની મહિલાઓ માટે પણ મોટી જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજસ્થાન સરકાર રાજ્યની 40 લાખ મહિલાઓને સ્માર્ટફોન આપશે. ઉદયપુર કિસાન મહોત્સવમાં CM ગેહલોતે આ જાહેરાત કરી હતી.

રાજસ્થાનના CM અશોક ગેહલોત સોમવારે ઉદયપુરમાં કિસાન મહોત્સવમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન CM ગેહલોતે રાજસ્થાન સરકારની અનેક યોજનાઓ વિશે વાત કરી. આ સાથે CM ગેહલોતે મહિલાઓને સ્માર્ટફોન આપવાની વાત પણ કરી હતી. સ્માર્ટફોનના વિતરણની તારીખની જાહેરાત કરતા CM ગેહલોતે કહ્યું કે, 25 જુલાઈથી પહેલા તબક્કાના સ્માર્ટફોન વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પ્રથમ તબક્કામાં લગભગ 40 લાખ મહિલાઓને સ્માર્ટફોન આપવામાં આવશે.

મહિલાઓને મફતમાં સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત કર્યા પછી CM ગેહલોતે કહ્યું કે, રાજ્યની પ્રથમ તબક્કામાં લગભગ 40 લાખ મહિલાઓને સ્માર્ટફોન આપવામાં આવશે, અને આ મહિલાઓને 3 વર્ષ માટે મફત ઈન્ટરનેટ પણ આપવામાં આવશે. આની જાહેરાત કરતી વખતે CM અશોક ગેહલોતે સ્માર્ટફોનના ફાયદાઓની યાદી પણ આપી હતી. CM ગેહલોતે કહ્યું કે, હાથમાં મોબાઈલ આવવાથી પ્રિયજનો સાથે સંપર્ક સાધવો સરળ બને છે, સાથે જ માહિતી એકત્ર કરવામાં પણ ખુબ જ સરળતા રહે છે.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પણ આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજસ્થાનના CM અશોક ગેહલોતે પણ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. CM ગેહલોત સતત રાજ્યના પ્રવાસે છે અને વિવિધ સ્થળોએ જાહેર સભાઓ કરી રહ્યા છે.

CM ગેહલોત સોમવારે ઉદયપુરના બલિચામાં ગૌણ માર્કેટ કોમ્પ્લેક્સમાં આયોજિત વિભાગીય સ્તરના કિસાન મહોત્સવને સંબોધિત કરી રહ્યા હતા. CM ગેહલોતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દરેક વિભાગમાં કિસાન મહોત્સવનું આયોજન કરીને ખેડૂતોને નવી તકનીકો વિશે માહિતગાર કરવામાં આવે છે, જેથી ખેતી અને ખેડૂતોને તેનો સંપૂર્ણ લાભ મળે. તેમણે કહ્યું કે, અમારું આયોજન અને નાણાકીય વ્યવસ્થાપન ઉત્તમ છે અને વર્ષ 2030 સુધીમાં અમારું લક્ષ્ય રાજસ્થાનને દરેક ક્ષેત્રમાં નંબર વન રાજ્ય બનાવવાનું છે. CM અશોક ગેહલોતે જણાવ્‍યું હતું કે, આર્થિક વિકાસની બાબતમાં રાજસ્થાન દેશમાં બીજા ક્રમે છે. તેમણે કહ્યું કે મોંઘવારી રાહત શિબિરોમાં આપવામાં આવતી 10 યોજનાઓના લાભોથી સામાન્ય લોકોને મોટી રાહત મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp