સ્મૃતિ ઈરાની બોલ્યા- હું ગાંધી પરિવારની દુઃખતી નસ છું, જે દીકરાને તેમના માતા...

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ઉત્તર પ્રદેશના અમેઠી એટલે કે પોતાના સંસદીય ક્ષેત્રના પ્રવાસ પર છે. આ દરમિયાન એક ન્યૂઝ ચેનલ સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી. તેમણે ગાંધી પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ ગાંધી પરિવારની દુઃખતી નસ છે. તેની સાથે જ તેમણે ભાજપ અને કોંગ્રેસની અમેઠીમાં અંતર બનાવ્યું. અમેઠીમાં થયેલા વિકાસ કર્યો બાબતે બતાવતા કહ્યું કે, ‘અહીં ઘણા પ્રકારના રોકાણ થયા છે. મેં અમેઠીની જનતાને વાયદો કર્યો હતો કે કોઈ સાંસદે પોતાના રાજનૈતિક ઇતિહાસમાં કોઈ પણ ઘર નથી બનાવ્યું.'

તેમણે કહ્યું કે, મારો સંકલ્પ પૂરો થયો કે મેં પોતાના પરિવાર માટે પોતાનું ઘર બનાવ્યું. પરિવારનો અર્થ એ નથી જેની સાથે મારો લોહીનો સંબંધ છે, તેનો અર્થ એ લોકો છે જેમણે મને પોતિકી માની છે. બોઈંગ નામની કંપનીએ સિટી સ્કેનની મશીન અમેઠીને સમર્પિત કરી છે. અહી એક સંસ્થાએ શાળાના બાળકો માટે પુસ્તકો વાંચવાની વ્યવસ્થા કરી છે. ગાંધી પરિવાર બાબતે વાત કરતા તેઓ કહે છે કે ગાંધી પરિવારનો અહી હોવાનો અર્થ અમેઠીનો ઉત્થાન ક્યારેય નહોતો. એ લોકોએ ગરીબોની ઝુંપડીઓમાં જઈને માત્ર ફોટો ખેચાવ્યા.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ‘ગાંધી પરિવારની હું દુઃખતી નસ છું, જે દીકરાને તેમના માતા એક અલગ દૃષ્ટિકોણથી જુએ છે, એ દીકરાને મ્હાત આપનારી એક સાધારણ પરિવારની હું સ્ત્રી છું. આ વખત પણ જ્યારે હું સદનમાં બોલી તો શ્રીમતી ગાંધીએ બધાને કહ્યું કે, બોલો, તેના પર બરાડા પાડો. મેં સામે જોયું છે કે બોલો, બરાડા પાડો. મીડિયા દેખાડે છે કે સોનિયાજી ખૂબ સભ્ય છે. કેન્દ્રીય મંત્રીએ બંને પાર્ટીઓની અમેઠીમાં તુલના કરતા કહ્યું કે, આ એ લોકસભા ક્ષેત્ર છે, જ્યાં 3 વિપક્ષી રાજનૈતિક પાર્ટીઓએ ચૂંટણી લડી. તેઓ ત્રણ હતા અમે એક.’

તેમણે કહ્યું કે, વર્ષ 2019ની ચૂંટણી અગાઉ 1 લાખ 23 હજાર લોકોના ઘરોમાં ક્યારેય વીજ કનેક્શન પહોંચ્યું નહોતું. અમેઠી જેવા ગઢમાં જ્યાં કોંગ્રેસના દિગ્ગજ ચૂંટણી લડ્યા, ત્યાં એટલી સંખ્યામાં વીજળી વિનાના ઘર હતા. કોઈ એ કલ્પના કરી શકતું નહોતું કે 3 લાખ કરતા વધુ પરિવારોના ઘરોમાં પોતાના શૌચાલય નહોતા. દેશની અન્ય જગ્યાઓ પર તો કહી શકતા હતા કે હા નથી, પરંતુ અમેઠી બાબતે કોઈ એવી વિચારી પણ શકતું નહોતું કેમ કે ગાંધી પરિવાર સતત અહીથી ચૂંટણી જીત્યો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.