સ્મૃતિ ઇરાનીએ શાહરુખ ખાન સાથેના સંબંધને લઇને કર્યો મોટો ખુલાસો, બોલ્યા-તેણે જ...

PC: khabarchhe.com

એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ભાગ લીધો હતો. તેમણે બજેટ પર કહ્યું કે, દેશ કયા પ્રકારે આગળ વધી શકે તેની ઝલક દેખાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડનું બજેટ આ વાતને સાબિત કરે છે કે આ બજેટ ભવિષ્યનું બજેટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ જ્યારે રસ્તા બનશે, એરપોર્ટ બનશે તો એ માત્ર આજ માટે નહીં પરંતુ 10-15 વર્ષ બાદ પણ દેશની પ્રગતિમાં મદદગાર સાબિત થશે. સ્મૃતિ ઇરાનીએ એ કાર્યક્રમમાં શાહરુખ ખાન સાથે પોતાના સંબંધને લઇને મોટો ખુલાસો કર્યો છે.

સ્મૃતિ ઇરાનીને જ્યારે ‘પઠાણ’ બૉયકોટ ગેંગ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, લોકોને કદાચ એ ખબર નથી કે મારી મોટી દીકરીનું નામ શાહરુખ ખાને જ રાખ્યું છે, મારા પતિ અને શાહરુખ ખાન વચ્ચે 30 વર્ષ જૂની મિત્રતા છે. એટલે જે કંઇ પણ કહેવામાં આવી રહ્યું છે તે પૂરું સત્ય નથી. કલાકારનું આજે પણ સન્માન કરવામાં આવે છે. કોઇ વ્યક્તિ વિશેષ પર કમેન્ટ કરવાનું ઉચિત નહીં થાય. એ સિવાય તેમણે કહ્યું કે ફ્રીડમ બધા પાસે છે. ફ્રીડમને લઇને પક્ષપાત ન થવો જોઇએ.

સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, જો કોઇને પસંદ નથી તો દાયરામાં રહીને વિરોધ કરવો જોઇએ. કોંગ્રેસમાં એવા નેતા છે, જેમણે મહિલાઓ પર અભદ્ર કમેન્ટ કરી અને રાહુલ તેમજ સોનિયા જીએ તેમનું પ્રમોશન કર્યું છે. આજની તારીખમાં દર્શકો પાસે ઘણી ચોઇસ છે. મલ્ટિપ્લેક્સથી ઓછા ખર્ચમાં તેઓ OTT પર વસ્તુઓ જોઇ શકે છે. એટલે કન્ટેન્ટ સારું હોય તો લોકો જરૂર જોવા જશે. કોઇ ફિલ્મનું ન ચાલવું માત્ર બૉયકોટ ગેંગ સાથે જોડીને ન જોવું જોઇએ.

તેમણે આગળ કહ્યું કે, દેશમાં 14 લાખ આંગણવાડી છે. તેમાંથી લગભગ 10 લાખ કરતા વધુને ડિજિટલ સિસ્ટમથી જોડવામાં આવી છે. બધા પ્રકારના ડેટા સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ ચૂક્યું છે અને હવે તેને આગળ વધારવાની જરૂરિયાત છે. મફત રાશન આપવાની સ્કીમ પર તેમણે કહ્યું કે, તેનાથી બે પ્રકારના ફાયદા છે. પહેલો એ કે જો ગરીબો સુધી અનાજ પહોંચે છે તો તેનાથી સાબિત થાય છે કે સરકાર MSP ઓપરેશન હેઠળ આ સુવિધાઓ પહોંચી રહી છે. બીજી વાત તેમને મફતમાં અનાજ મળશે તો એ પૈસાઓને કોઇ અન્ય જગ્યાએ ખર્ચ કરશે. તેનથી ઇકોનોમી વધુ મજબૂત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp