સ્મૃતિ ઈરાનીએ યાદ કર્યા મુશ્કેલ દિવસો, 1500 રૂપિયામાં કર્યું 'સાવરણી-વાસણ-પોતા'

PC: prabhatkhabar.com

જ્યારે અભિનેત્રી સ્મૃતિ ઈરાની TV પર તુલસી વિરાણીના રૂપમાં દેખાઈ ત્યારે દરેક તેના પ્રશંસક બની ગયા હતા. એકતા કપૂરનો શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' સફળ થયો અને આ શોએ સ્મૃતિ ઈરાનીને દેશની તુલસીનું બિરુદ અપાવ્યું. આ શોમાં સ્મૃતિ ઈરાનીએ લોકોના દિલ પર ઊંડી છાપ છોડી હતી. પરંતુ તેની સફર બિલકુલ સરળ રહી નથી. તેણે સખત મહેનત કરીને સફળતા મેળવી છે. હવે તેઓ કેન્દ્રીય મંત્રી છે.

સ્મૃતિ ઈરાનીએ હવે એક તાજેતરના ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમના સંઘર્ષ દરમિયાન તેમણે મુંબઈમાં મેકડોનાલ્ડના એક આઉટલેટમાં ક્લીનર તરીકે પણ કામ કર્યું હતું, જેના માટે તેમને મહિને 1500 રૂપિયા મળતા હતા.

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, જ્યારે તે મિસ ઈન્ડિયા માટે પસંદ થઈ ત્યારે તેને સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે 1 લાખ રૂપિયાની જરૂર હતી. ત્યારે સ્મૃતિ ઈરાનીએ તેના પિતા પાસેથી 1 લાખ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ પિતાએ પૈસા આપવાને બદલે સ્મૃતિ ઈરાની સામે એક શરત મૂકી.

ઈન્ટરવ્યુમાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, તેના પિતાએ તેને કહ્યું 'હું તમને પૈસા આપીશ, પરંતુ શરત એ છે કે તારે મને વ્યાજ સાથે પૈસા પાછા આપવા પડશે. જો તું પૈસા પરત નહીં કરી શકે તો હું તારા લગ્ન મારી પસંદગીના છોકરા સાથે કરાવી દઈશ. સ્મૃતિએ પિતાની આ શરત સ્વીકારી લીધી હતી.

સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, તેણે સૌંદર્ય સ્પર્ધામાંથી મળેલી ભેટમાંથી 60,000 રૂપિયા તેના પિતાને પરત કર્યા હતા, પરંતુ બાકીના પૈસા પરત કરવા માટે તેણે નોકરી કરવી પડી હતી. સ્મૃતિ ઈરાનીએ કેટલીક જાહેરાતો કરી, પરંતુ તેમ છતાં તેમને આવકના એક મજબૂત સ્ત્રોતની જરૂર હતી. આ સમય દરમિયાન તેણે એક સફાઈ કામદાર તરીકે કામ કર્યું હતું.

આ વિશે વાત કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું, જ્યારે હું નોકરી માટે મેકડોનાલ્ડ ગઈ ત્યારે ત્યાં માત્ર બે જ સ્લોટ બચ્યા હતા. તેણે મને કહ્યું કે આ ફાઉન્ડેશનનું કામ છે, જેમાં સાવરણી, પોતા મારવાનું અને વાસણો માંજવાનું કામ કરવું પડશે. પછી મેં નોકરી માટે હા પાડી. આ માટે તેણે મને 1500 રૂપિયા આપ્યા હતા.

જૂના દિવસોને યાદ કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, તે અઠવાડિયામાં 6 દિવસ તે જગ્યાએ કામ કરતી હતી. આ પછી, તે તેના અઠવાડિયાની રજામાં ઓડિશન માટે જતી હતી. સ્મૃતિ ઈરાનીને તેનો પહેલો ટેલિવિઝન શો ઓડિશન દ્વારા મળ્યો, ત્યારબાદ તે એકતા કપૂરના શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં તુલસી બની.

સ્મૃતિ ઈરાનીની અભિનેત્રી બનવાની સફર જોઈને કહેવું પડે છે કે, જો કોઈ વ્યક્તિ મહેનત અને ધગશથી કંઈક કરવા માંગે છે તો તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી. આનું સૌથી મોટું ઉદાહરણ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp