રાહુલની અમેઠીથી ચૂંટણી લડવા પર સ્મૃતિ ઈરાની બોલ્યા-તે કોંગ્રેસના માલિક છે અને..

PC: ndtv.com

એક ન્યૂઝ ચેનલના ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે અમેઠીથી લઈને સંસદમાં ગુસ્સામાં રહેવાના સવાલ સહિત ઘણા સવાલો પર વાત કરી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યો અને મહિલા સશક્તિકરણ પર વાત કરી. તેમણે કહ્યું કે, આજે આપણે ઇતિહાસના એવા વળાંક પર છીએ જ્યારે આપણે એક રાષ્ટ્રના સંબંધમાં સંકલ્પ લઈ શકીએ છીએ કે અગાળ જે માર્ગ શોધવાનો છે તે માર્ગ કેવો હશે.

આજે આપણી આર્થિક અને સામાજિક વ્યવસ્થા સ્થિતિ એવી છે કે પછી દેશના પ્રધાનસેવક હોય કે એક સામાન્ય નાગરિક. બંનેમાં એક વાતની સહમતી છે કે ભારતમાં એક કુશળતા છે કે હવે નવભારતના નિર્માણ સાથે સાથે તે વૈશ્વિક સ્તર પર કેટલીક નવી બુલંદીઓને, કંઈક નવી સફળતાના શિખરને હાંસલ કરી શકે છે. અમેઠીથી ચૂંટણીની જીત્યા બાદ રાહુલ ગાંધી અને તેમની વચ્ચે રાજકીય પ્રતિદ્વંદ્વિતા પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, પ્રતિદ્વંદ્વિતા 2 સામાન લોકો વચ્ચે થઈ શકે છે. તેઓ તેમની પાર્ટીના માલિક છે અને હું પોતાની પાર્ટીની કાર્યકર્તા છું. બંનેમાં ફરક છે.

જ્યાં સુધી અમેઠીની વાત છે આ હું કહી શકું છું કે આજે પણ ત્યાં રોમાન્ટિસિઝ્મ છે, ગાંધી પરિવારના વારસાને લઈને કોઈ પણ એક નિવેદન ક્યાંય આપી દેશે અને બધાને લાગશે અરે. 2024 લોકસભામાં જ્યારે હું અમેઠી લડવા ગઈ તો મારી પાસે પ્રચાર માટે માત્ર 30 દિવસથી પણ ઓછો સમય હતો. તે આજે સાર્વજનિક કહેવામાં મને કોઈ ખચકાટ નથી કે એ સમયે એ 30 દિવસોમાં મારી પાસે 60 ટકા બૂથો પર કોઈ કાર્યકર્તા નહોતો, ટેબલ લગાવવા માટે.

એ સમયે મુલાયમ સિંહ યાદવનું એક ઇન્ટરવ્યૂ થયું હતું. મુલાયમ સિંહ જીએ કહ્યું હતું કે, મને સોનિયા ગાંધીજીના માધ્યમથી ફોન આવ્યો છે અને કહ્યું કે, રાહુલ ગાંધીની મદદ કરો. એક લાખ વૉટો મેં ટ્રાન્સફર કરી દીધા. સ્મૃતિએ આગળ કહ્યું કે, જ્યારે હું 2014માં હારી તો ફરક માત્ર 1 લાખ 5 હજાર વોટોનો હતો. જો હકીકતમાં મુલાયમ સિંહ મદદ ન કરતા તો માત્ર 5 હજાર વોટોનો ફરક રહી ગયો હતો. ત્યારબાદ 2019ની ચૂંટણી આવી તો કોઈ સરવેમાં એ ન કહેવામાં આવ્યું કે, હું ચૂંટણી જીતી રહી છું.

2019માં જ્યારે લડવા ગયા અને 55120 વૉટથી જીત્યા. ચૂંટણી પંચની વેબસાઇટ પર વૉટ જોયા તો પાંચ દશકથી ગાંધી પરિવારે જેટલા વૉટ હાંસલ કર્યા દરેક ચૂંટણીમાં, તેનાથી વધારે વૉટો મેં 2019માં હાંસલ કર્યા. ફરક માત્ર એટલો છે કે ભાજપ એકલી લડી રહી હતી અને ગાંધી પરિવાર સપા-બસપાના સમર્થનથી ચૂંટણી લડી રહી હતી કેમ કે હું ઈચ્છું છું કે લોકો આ વાત સમજે. 2019માં જીત્યા બાદ ભાજપે અમેઠીમાં એ ચૂંટણી પણ જીતી, જે ક્યારેય જીતી શકી નહોતી.

અમેઠીમાં જિલ્લા પંચાયત ચૂંટણી પહેલી વખત જીત્યા. ગૌરીગંજ અને મુસાફિર ખાના વિસ્તારમાં ભાજપ ક્યારેય જીતી નહોતી. ત્યાં અમે જીત્યા. ભાજપના 2 MLC છે. MLCની ચૂંટણીમાં પહેલી વખત કોઈ સાંસદે વૉટ કર્યા. કો-ઓપરેટિવની ચૂંટણી થઈ. કદાચ જ કોઈને ખબર હોય કે હું રાયબરેલીની દિશા કમિટીની ચેરમેન છું. સોનિયાજી કો-ચેરમેન છે. કો-ઓપરેટિવ ચૂંટણીમાં અમે રાયબરેલી જીત્યા. સુલ્તાનપુર-અમેઠી જીત્યા. 2022ની ચૂંટણીમાં પ્રિયંકાજી ઉત્તર પ્રદેશના પ્રભારી હતા. 2000 બૂથો સુધી 10-10 કાર્યકર્તા હતા.

તેમણે કહ્યું કે, કોંગ્રેસની 5 વિધાનસભ્યમાંથી 4 વિધાનસભામાં જામીન જપ્ત થયા. જે એક સીટ છે તેના પર તેમને 66,000 વૉટ મળ્યા. જો 2022નો રેકોર્ડ જોઈએ તો આખી અમેઠી લોકસભામાં કોંગ્રેસને વૉટ મળ્યા 1 લાખ 40 હજાર. તેનો અર્થ છે કે 2019-22 સુધી અમે 3 લાખ વૉટ તેમના ખાતામાંથી હટાવી દીધા. જે બૂથ પર એક પણ વ્યક્તિ મળતી નહોતી, ડરના કારણે, ત્યાં આજે 60 હજાર લોકો છે. એકથી અમે 60 હજાર સુધી પહોંચ્યા. જેમણે પણ લડવું હોય, તેઓ ચૂંટણી લડે. હવે અમારા તરફથી અમેઠીથી કોણ લડશે એ માત્ર ભાજપનું પાર્લિયામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે, પરંતુ હું એટલું કહી દઉં કે અમેઠીથી જે જીતશે, પાર્ટીનું નામ ભાજપ છે.

રાહુલ ગાંધી સાથે ફરી સામનો થવા પર આ વખત કેટલો ફરક પડશે? આ સવાલ પર તેમણે કહ્યું કે, આ વખત સ્પર્ધામાં કેટલાક વધુ લોકો જોડાયા છે. ખૂબ મોટા નેતાના રૂપમાં તેમને પ્રસ્તુત કરવામાં આવ્યા છે, પરંતુ નેતા એ જ છે જે પોતાની ચૂંટણી લડી શકે છે. જે સીટ 5 દશકો સુધી તેમના (રાહુલ) પરિવાર પાસે રહી છે એ સીટ પર તેમને બીજી પાર્ટીઓનો સહારો જોઈએ. કોંગ્રેસે નક્કી કરી લીધું છે કે માલિક (રાહુલ ગાંધી) લડશે, પરંતુ કાર્યકર્તા કોણ લડશે એ ભાજપ નક્કી કરશે.

સ્મૃતિએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો. સંસદ ભાષણમાં ગુસ્સામાં રહેવાના સવાલ પર કહ્યું કે, કેમેરા અમારા ઉપર ફોકસ છે. કેમેરા પાછળ જો કોઈ દુર્વ્યવહાર કરે છે કે એવા શબ્દોની પસંદગી કરે છે તે અમને સ્વીકાર નથી. જો તમે એક 72 વર્ષીય વ્યક્તિના 100 વર્ષીય માતાને ગાળો આપશો અને એમ માનશો કે હું કેમેરા સામે બેઠી છું. એટલે મારે હસવું પડશે. તો એ સંભવ નથી. સંસદ સંવિધાનની સૌથી સન્માનિત પીઠ છે. ત્યાં મહિલાઓને લઈને કાયદો બને છે. તે કોઈ ગલી-નુક્કડ નહોતું અને શું ગલી-નુક્કડમાં પણ કોઈ મહિલા સાથે એવો વ્યવહાર કરી શકે છે?

દેશમાં પહેલા એવા વિચાર જ નહોતા કે મહિલાના નેતૃત્વમાં વિકાસ થઈ શકે છે. દેશમાં કોઈ મહિલા નેતાએ ન કહ્યું કે, અમારા માટે એક ટોઇલેટ બનાવી આપો. કે એક રૂપિયાનું સેનેટરી પેડ બનાવી આપો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી મહિલા સંબંધિત વિષયો પર વાત કરી. મેં 9 વર્ષોમાં શિક્ષણ, ટેક્સટાઇલમાં યોગદાન આપ્યું. કોરોનાકાળની શરૂઆતમાં અમને ખબર હતી કે સપ્લાઈ ચેન પ્રભાવિત થશે. ત્યારે ભારત પાસે ન રોમટિરિયલ હતું, ન કોઈ ટેક્નિક. માર્ચ 2020માં ગાઈડલાઇન આવી અને લોકડાઉન લાગી ગયું.

અમે પૂરી મેન્યૂફેક્ચરિંગ પ્રોસેસને લગાવી. અમે કામ કરીને દેખાડ્યું. તે એટલે સંભવ થઈ શક્યું કેમ કે આપણાં દેશના વડાપ્રધાનને એક મહિલાના કામ પર ભરોસો હતો. અમે વિષમ પરિસ્થિતિઓમાં કામ કરીને દેખાડ્યું. G20 સમિટમાં ભારત મહિલાઓના યોગદાનને આગળ લઈને આવ્યું છે. આજે ભારતની મહિલા માત્ર અબળા નારી નહીં, પરંતુ તે ISROની લીડ સાયન્ટિસ્ટ પણ છે અને એક માતા પણ. મને એ વાતનો ગર્વ છે કે G20 ગ્રુપને કહ્યું કે, જો તમે પોતાના દેશને વિકસિત કરવા માગો છો તો મહિલાઓને વેનિફિશલ કે માર્જિન માટે નહીં, પરંતુ સશક્તિકરણની દૃષ્ટિથી જોવામાં આવે.

અમે પહેલી વખત G20માં મહિલાને કેન્દ્રમાં રાખી છે. આજે આપણે ઇતિહાસના એવા વળાંક પર ઊભા છીએ, જ્યાં આગળનો માર્ગ શોધવાનો છે. નવભારતના નિર્માણ માટે વૈશ્વિક સ્તર પર ઉપલબ્ધિઓ હાંસલ કરવાનો સમય છે. મુશ્કેલીઓને પાર કરીને આગળ વધી શકાય છે. એ વાત અમે પારખી ચૂક્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કહી શકીએ છીએ કે આ જ સામે છે, સાચો સમય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp