આ યુવાન 4 વર્ષમાં 7000 સાંપને બચાવી ચૂક્યો છે, ‘સ્નેક મેન’ નામે ઓળખાય છે

PC: soamaps.com

નાગ પંચમી પર એક દિવસ લોકો પૂજા કરે છે, પરંતુ સરગુજા જિલ્લાના સ્નેક મેન સત્યમ દ્વિવેદી છેલ્લા 5 વર્ષોથી રોજ 24 કલાક ઘરોમાં ઘૂસી જતા ઝેરી અને સાધારણ સાંપોને પકડીને તેમને સુરક્ષિત જગ્યાએ છોડીને લોકોના જીવ બચાવવાના કામમાં લાગ્યો છે. સ્નેક મેન સત્યમ સરગુજા અને અંબિકાપુરનો જાણીતો ચહેરો છે. તે છેલ્લા 5 વર્ષોથી પોતાની સંસ્થા નેચર કન્ઝર્વેશન સોસાયટીના માધ્યમથી ઝેરી સાંપને પકડવા સાથે સાથે તેમને બચાવવા અને લોકો વચ્ચે ઉપજેલા ભયને દૂર કરીને સાંપના સંરક્ષણ માટે પણ તેમને જાગૃત કરવાનું કામ કરી રહ્યો છે.

સત્યમ દ્વિવેદી અત્યાર સુધી 7 હજાર કરતા વધુ સાંપોને પકડીને તેમને સુરક્ષિત જગ્યાઓ પર છોડી ચૂક્યો છે. તેમાંથી 1,500 અત્યંત ઝેરી સાંપ પણ સામેલ છે. સ્નેક મેન સત્યમ દ્વિવેદી સાંપ પકડવાની કળા માટે કોઈ વિશેષ તાલીમ લીધી નથી. વર્ષ 2015માં તકિયા રોડમાં અજગર સાંપનું રેસ્ક્યૂ કરવા પર તેને સારું લાગ્યું, તેના મનમાં પહેલાથી જ પશુ-પક્ષીઓ પ્રત્યે પ્રેમનો ભાવ હતો. અજગર પકડીને જંગલમાં છોડવાની અનુભૂતિ તેને પ્રેરણા આપી. વર્ષ 2017માં બિલાસપુરમાં PSCની તૈયારી દરમિયાન યુટ્યુબ અને બીજા માધ્યમથી સાંપ રેસ્ક્યૂ પર સ્ટડી શરૂ કરી.

વર્ષ 2019માં કોરોનાના પ્રકોપ દરમિયાન જ્યારે તે અંબિકાપુર પહોંચ્યો તો તેને ફરીથી સાંપ પકડવાનો અવસર મળવા લાગ્યો. કોરોનાકાળમાં પકડાયેલા આ સાંપનું રેસ્ક્યૂ કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો તો તેને પ્રસંશા મળવા સાથે સાથે સાંપ રેસ્ક્યૂ માટે ફોન પણ આવવાનો શરૂ થઈ ગયા. પછી આ સિલસિલો ચાલુ થઈ ગયો. અત્યાર સુધી 4 વર્ષોમાં 7 હજાર કરતા વધુ સાંપો રેસ્ક્યૂ કરી ચૂકેલા સ્નેક મેન સત્યમ હવે લગભગ રોજ શહેર અને આસપાસના વિસ્તારોમાં સાંપના રેસ્ક્યૂ સાથે-સાથે મહામાયા પુર્નવાસ કેન્દ્રના માધ્યમથી અબોલ પશુઓ ખાસ કરીને ગૌપ્રજાતિની સુરક્ષાના અભિયાનમાં જોડાઈ ગયો છે, જેમાં તેમ તેની સાથે શહેરનો દરેક વર્ગ જોડાઈ ગયો છે.

સ્નેક મેન સત્યમનું કહેવું છે કે, સાંપોની પૂજા કરવાની સારી વાત છે, પરંતુ તેનાથી પણ વધારે ખુશી તેમને બચાવવા અને સંરક્ષિત કરવાની છે જેથી જૈવિવિધાતાનો આ મહત્ત્વપૂર્ણ હિસ્સો સુરક્ષિત રહ્યા. તેમણે કહ્યું કે, તેમની યોજના સરગુજા પેટાવિભાગ મુખ્યાલયમાં રેસ્ક્યૂ અને વેનમ સેન્ટર સ્થાપિત કરવાની છે. જ્યાં સાંપોના સંરક્ષણ સાથે નવી પેઢીને તેમના મહત્ત્વ અને સહભાગીતાનો પણ અનુભવ કરાવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp