મા પર એવી મમતા! યાદમાં દીકરાએ બનાવી નાખ્યો બીજો તાજમહલ, જાણો કેટલાનો ખર્ચ કર્યો

મુઘલ શાસક શાહજહાંએ પોતાની પત્ની મુમતાજની યાદમાં પ્રેમના પ્રતિક તરીકે તાજમહલ બનાવ્યો હતો. હવે એક દીકરાએ પોતાની માતાની યાદમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને તાજમહલની પ્રતિકૃતિ બનાવડાવી છે. ઘટના તામિલનાડુના તિરુવરુર જિલ્લાની છે, જ્યાં અમરૂદ્દીન શેખ દાઉદ નામના વ્યક્તિએ પોતાની માતાની યાદમાં તાજમહેલ જેવી આકૃતિનું નિર્માણ કરાવ્યું છે. તામિલનાડુના તિરુવરુર જિલ્લામાં ભવ્ય તાજમહલ જેવી સંરચનાના વીડિયોએ ઘણા લોકોએ હેરાન કરી દીધા છે.

વર્ષ 2020માં અમરૂદ્દીને પોતાની માતા જેલાની બીવીને બીમારીના કારણે ગુમાવી દીધી હતી, તે આ આઘાતથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કેમ કે તેની માતા જ તેના માટે દુનિયા હતી. અમરૂદ્દીન મુજબ, તેની માતા શક્તિ અને પ્રેમનું પ્રતિક હતી કેમ કે વર્ષ 1989માં એક કાર દુર્ઘટનામાં પોતાના પતિને ગુમાવ્યા બાદ પોતાના 5 બાળકોનું પાલન-પોષણ કરવું સરળ નહોતું. જે સમયે અમરૂદ્દીનના પિતાનું મોત થયું હતું, ત્યારે તેની માતા માત્ર 30 વર્ષની હતી.

અમરૂદ્દીને કહ્યું કે, અમારા સમુદાયમાં એક સામાન્ય પ્રથા હોવા છતા, મારા પિતાને ગુમાવ્યા બાદ મારી માતાએ પુનર્વિવાહ ન કરવાનો નિર્ણય લીધો. હું અને મારી બહેનો ખૂબ નાના હતા. મારી માતાએ અમારા પરિવારની રક્ષા માટે ખૂબ સંઘર્ષ કર્યો. તે અમારા કરોડરજ્જુ હતી અને તેમને અમારા પિતાની ભૂમિકા પણ ભજવી. વર્ષ 2020માં માતાના મોત બાદ મને વિશ્વાસ થઈ રહ્યો નહોતો કે તે જતી રહી હતી, મને અત્યારે પણ એમ લાગી રહ્યું હતું કે તે અમારી સાથે છે અને તેણે અમારી સાથે રહેવું જોઈએ. અમારી પાસે તિરુવરુરમાં થોડી જમીન હતી અને મેં પોતાના પરિવારને કહ્યું કે, હું માતાને સામાન્ય કબ્રસ્તાનની જગ્યાએ પોતાની જમીન પર દફનાવવા માગું છું.

તેણે આગળ કહ્યું કે, મેં તેમને કહ્યું કે, હું પોતાની કૃતજ્ઞતા અને પ્રેમની અભિવ્યક્તિના રૂપમાં તેમના માટે એક સ્મારક બનાવવા ઈચ્છું છું. મારા પરિવારે તેને સરળતાથી સ્વીકારી લીધું. મેં પણ વિચાર્યું કે હું દરેક બાળકને બતાવી દઉં કે તેમના માતા-પિતા અણમોલ છે. આજકાલ માતા-પિતા અને બાળકો અલગ રહે છે. કેટલાક બાળકો પોતાના વૃદ્ધ માતા-પિતાની દેખરેખ પણ કરતા નથી. એ સારું નથી. અમરૂદ્દીને નિર્ણય લીધો કે તે પોતાની માતા માટે એક સ્મારક બનાવશે. ત્યારબાદ તેણે ડ્રીમ બિલ્ડર્સ સાથે સંપર્ક કર્યો, જેમણે તેને પ્રસિદ્ધ તાજમહલની પ્રતિકૃતિ બનાવવાનું સૂચન આપ્યું.

જો કે, તેણે શરૂઆતમાં આ સૂચનનો સ્વીકાર ન કર્યો, પરંતુ ત્યારબાદ તે સહમત થઈ ગયો કેમ કે તેનું માનવું હતું કે તેની માતા પણ તેના માટે એક ‘આશ્ચર્ય’ હતી. તાજમહલ જેવી ઇમારતનું કામ 3 જૂન 2021ના રોજ શરૂ થયું હતું.  200 કરતા વધુ લોકોએ એક એકરમાં ફેલાયેલી જમીનમાં 8,000 વર્ગ ફૂટમાં તાજમહલ પ્રતિકૃતિ બનાવવા માટે 2 વર્ષ સુધી કામ કર્યું. તેને બનાવવામાં લગભગ 5.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. તેની માતાના સ્મારક સિવાય ઇમારત ક્ષેત્રમાં મુસ્લિમો માટે નમાજ વાંચવા માટે એક જગ્યા પણ બનાવવામાં આવી છે. આ ઇમારતમાં મદ્રેસાના વર્ગ પણ આયોજિત કરવામાં આવી રહ્યા છે.

અમરૂદ્દીને કહ્યું કે, તે જલદી જ બધા માટે ભોજન ઉપલબ્ધ કરાવવાની યોજના પણ બનાવી રહ્યો છે. ધર્મ, જાતિ વગેરે છતા ઇમારતમાં કોઈ પણ ઇમારતમાં આવી શકે છે. જ્યાં તેના પરિવારના સભ્ય એ વાતથી ખુશ છે, તો ચેન્નાઇન આ બિઝનેસમેનને નિંદાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તેણે કહ્યું કે, કેટલાક લોકો પૂછી રહ્યા છે કે મેં એટલા પૈસા શા માટે બરબાદ કર્યા. તેઓ કહે છે કે હું ગરીબોને પૈસા આપી શકતો હતો, પરંતુ હું એ દેખાડવા માગતો હતો કે મારી માતા મારા માટે બધુ છે તેણે અમારા માટે જે કર્યું તેની તુલનામાં બીજું કંઈ મહત્ત્વ રાખતું નથી.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.