પિતાની ફટકાર બાદ ભાગેલો દીકરો 24 વર્ષ બાદ જેલમાં મળ્યો, હેરાન કરી દેશે કહાની

રાજસ્થાનના ધૌલપુરમાં 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો કન્પાર્ટમેન્ટ આવ્યો હતો. પિતાએ તેને ફટકાર લગાવી તો 14 વર્ષનો એક માસૂમ ઘર છોડીને ભાગી ગયો હતો. પોતાની ભૂલ પર પછતાઈ રહેલા પિતાએ પોતાના જિગરના ટુકડાને દરેક જગ્યાએ શોધ્યો, પરંતુ ગુમ દીકરાની જાણકારી ન મળી શકી. ઘણા વર્ષો વીતી ગયા તો પિતાએ પોતાનો દીકરો મળશે તેની આશા છોડી દીધી હતી. અચાનક 24 વર્ષ બાદ પોલીસ યુવકના મામા રમાશંકરના ઘરે પહોંચી. તેમણે જણાવ્યું ક, તેનો ભત્રીજો નિત્યકિશોર ગેરકાયદેસર દારૂના કેસમાં જેલમાં બંધ છે.
પોલીસે યુવકની તસવીર દેખાડી, તો રમાશંકારે તેની જાણકારી પોતાના બનેવી કિર્તીરામને આપી. આ સમાચાર સાંભળીને પરિવારના લોકો ગોટાળે ચડી ગયા. પરિવારજનોને ખુશી એ વાતની હતી કે તેમનો દીકરો જીવતો છે અને તેઓ તેને ફરી જોઈ શકશે, પરંતુ દુઃખ એ વાતનું હતું કે દીકરો જેલમાં બંધ છે. ત્યારબાદ કીર્તિરામ પોતાના સાળા રમાશંકર સાથે દૌસા પહોંચ્યો અને દીકરા નિત્યકિશોરને જામીન પર છોડાવી તેને ઘર પાછો લેતો આવ્યો. 24 વર્ષ બાદ દીકરો મળતા પરિવારજનોની આંખો ભરાઈ આવી.
નિત્યકિશોરે જણાવ્યું કે, પેટ ભરવા માટે તેણે લોકોના એઠાં વાસણ પણ ધોયા. આ દરમિયાન તેનું મગજ પૂરી રીતે ખરાબ થઈ ગયું હતું, જેના કારણે પોતાના ઘરનો રસ્તો ભૂલી ગયો હતો. પરિવારની ખૂબ યાદ આવતી હતી. આ દરમિયાન પરિવારજનોની યાદ પણ આવી, પરંતુ રસ્તો ભૂલી જવાના કારણે તે ઘરે ન પહોંચી શક્યો. કીર્તિરામ બઘેલ 24 વર્ષ અગાઉ ધૌલપુર શહેરની હાઉસિંગ બોર્ડ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તેના દીકરા નિત્યકિશોરની આઠમા ધોરણમાં કંપાર્ટમેન્ટ આવ્યું અને બીજી વખતના પ્રયાસમાં પણ ઓછા માર્ક્સ આવ્યા હતા.
24 જાન્યુઆરી 1999ના રોજ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવા પર પિતા કીર્તિરામી દીકરા નિત્યકિશોરને માર્યો હતો અને તેને ફટકાર લગાવી હતી. આ કારણે નારાજ થયેલો નિત્યકિશોર ઘર છોડીને જતો રહ્યો. એ સમયે નિત્યકિશોરની ઉંમર 14 વર્ષ હતી. નિત્યકિશોરે જણાવ્યુ કે, ઘર છોડીને ગયા બાદ તેણે બાળ મજૂરી કરતા ઘણા ઢાબા અને હોટલોમાં કામ કર્યું. આ દરમિયાન ખોરાક બનાવવાનો કારીગર બની ગયો. ઘર છોડ્યા બાદ પહેલા જયપુર ગયો. 3 વર્ષ સુધી બાનસુરની સૈની પાસે હતો અને તેણે કશું જ આપ્યું. ચૌમુ રોડ આબુ હોટલ છે. તેણે અહીં પણ કામ કર્યું અને તેણે પણ એક રૂપિયો ન આપ્યો.
ત્યારબાદ દૌસા જિલ્લાના સિકંદરા ગયો, અહી 5 મહિના રહ્યો અને માલિક પાસે જ્યારે પણ પૈસા માગ્યા તો તેણે ખૂબ મદદ કરી, પરંતુ હોટલમાં છાપેમારી દરમિયાન માલિક ગેરકાયદેસર દારૂ વેચતો મળ્યો. માલિકને બચાવવાના ચક્કરમાં નિત્યાનંદ કિશોરે દારૂનો આરોપ પોતાના માથે લઈ લીધો. પોલીસ નિત્યકિશોરને પકડીને લઈ ગઈ અને જેલમાં બંધ કરી દીધો. ત્યારબાદ પોલીસ તપાસમાં જાણકારી મળી કે તે ધૌલપુર જિલ્લાનો રહેવાસી છે. ત્યારબાદ દૌસા પોલીસે ધૌલપુર પોલીસ સાથે સંપર્ક કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp