આ કારણે સસરાએ જમાઈનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો, જમાઈએ આવી રીતે લીધો બદલો

PC: jagran.com

જમાઈ બિનોદ પહાડિયા છેલ્લા કેટલાક દિવસોથી તેમના સાસરિયાના ઘરે પડ્યો રહેતો હતો. ત્યાં રહેતા રહેતા બાજુમાં રહેતી એક છોકરી સાથે તેની આંખ મળી ગઈ હતી અને ચોરી છુપીથી એકબીજાને મળતાં હતા. આના કારણે તેના તેની પત્ની સાથેના સંબંધો બગડી ગયા હતા. સસરાને આ વાત પસંદ ન આવી અને તેણે મોકો જોઈને જમાઈનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો.

ઝારખંડના ગોડ્ડા જિલ્લાના સુંદરપહારી બ્લોકના ડાહુબેડા ગામના રહેવાસી 45 વર્ષીય દેવા પહાડિયાને તેના જમાઈ અને અન્ય કેટલાક લોકોએ માર મારીને મારી નાખ્યો હતો. આ ઘટના સોમવારે મોડી સાંજે બની હતી. તિક્ષ્ણ હથિયારથી મૃતકની ડાબી આંખના ભાગે, માથાના ભાગે, પાછળ અને નીચે અને ગળાની ડાબી બાજુએ ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.

બૈજનાથ પહાડિયા અને ધરમા પહાડિયાએ જણાવ્યું હતું કે, તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને તેની હત્યા કરી નાખવામાં આવી છે. સુંદરપહારી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કૃષ્ણ કુમારે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

બિનોદ પહાડિયાના મોટા ભાઈ ધરમો પહાડિયાએ જણાવ્યું કે, બિનોદ પહાડિયા થોડા દિવસોથી દહુબેડા ગામમાં તેના સાસરિયાઓ સાથે રહેતો હતો. આ દરમિયાન તેને પાડોશમાં રહેતી એક યુવતી સાથે ગેરકાયદેસર સંબંધ થઇ ગયો હતો, જેનો બિનોદ પહાડિયાની પત્નીએ વિરોધ કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઘણી વખત ઝઘડો પણ થયો હતો.

બિનોદ પહાડિયાના સસરાને આ વાત બિલકુલ પસંદ ન હતી. તેણે ગુસ્સામાં આવીને સોમવારે રાત્રે જમાઈ સૂઈ ગયા બાદ મોકો જોઈને તિક્ષ્ણ હથિયાર વડે જમાઈ બિનોદ પહાડિયાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. જેના કારણે બિનોદ છટપટાવા લાગ્યો હતો. તે કમરની નીચેથી સંપૂર્ણપણે લોહીલુહાણ થઇ ગયો હતો.

આથી ગુસ્સામાં આવીને તેણે તેના સસરા પર તીક્ષ્ણ હથિયાર વડે વળતો હુમલો કર્યો હતો, જેના પરિણામે દેવા પહાડિયાનું તાત્કાલિક ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ અંગે કોઈએ સુંદરપહારી પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ સુંદરપહારી પોલીસ સ્ટેશનના પોલીસો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હકીકત જાણીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને જમાઈ બિનોદને પકડી લીધો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો.

સુંદરપહારી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કૃષ્ણ કુમારના જણાવ્યા અનુસાર, પોલીસે ઘટના સ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી અને તેને સારવાર માટે સુંદરપહારી CHCમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ સદર હોસ્પિટલ ગોડ્ડા ખાતે રીફર કરાયા હતા. બિનોદ પહાડિયાને સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ચાર નંબરના બેડ પર દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે દેવા પહાડિયાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી બપોરે અંતિમ સંસ્કાર માટે મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp