જમાઈ ચંદ્રાબાબુ જેલમાં જતા સૌથી વધુ ખુશી સાસુને થઇ, જાણો કેમ?

PC: indiatv.in

આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની શનિવારે સવારે CIDની આર્થિક અપરાધ શાખાએ ધરપકડ કરી હતી. પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુ પર આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં 2014 અને 2019 વચ્ચે એટલે કે તેમના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારનો આરોપ છે. 371 કરોડના આ કૌભાંડની તપાસ માટે તેમને બે અઠવાડિયા એટલે કે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ NTRની પત્ની લક્ષ્મી પાર્વતી લાંબા સમયથી તેમના જેલમાં જવાની રાહ જોઈ રહી હતી. ચંદ્રબાબુ નાયડુના જેલ જવાના સમાચાર મળતા જ તેની સાસુ લક્ષ્મી પાર્વતી ભારે ઉત્તેજનાથી રાત્રે ઊંઘી ન શક્યા. તેના એક દિવસ પછી, સોમવારે લક્ષ્મી પાર્વતીએ NTRની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે હુસૈન સાગર તળાવ ખાતે NTR માર્ગ પર NT રામારાવને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વિજયવાડા કોર્ટે કથિત કૌભાંડ કેસમાં ચંદ્રબાબુ નાયડુને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેના એક દિવસ પછી આજે લક્ષ્મી પાર્વતી NTRની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. આ અગાઉ, પત્રકારો સાથે વાત કરતી વખતે, તેમણે કહ્યું હતું કે, 'વિજયવાડા કોર્ટના આદેશ પછી ભારે ઉત્સાહને કારણે તે ગઈકાલે રાત્રે સૂઈ શકી ન હતી. તે ઘણા લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહી હતી.' તેણે આગળ કહ્યું, 'હું ખુશ છું, કારણ કે મને ઘણા સમયથી લાગતું હતું કે, આ લોકોના કારણે અન્યાય ફેલાઈ રહ્યો છે, આખરે મેં થોડો ન્યાય જોયો.'

અહીં તમને જણાવી દઈએ કે, લક્ષ્મી પાર્વતી NTRની બીજી પત્ની છે. NTR અને પાર્વતીના લગ્ન 1993માં થયા હતા. જાન્યુઆરી મહિનામાં, પાર્વતીની એક ભવિષ્યવાણી ત્યારે ખૂબ ચર્ચામાં આવી હતી જ્યારે તેણે કહ્યું હતું કે, આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ CM NTR જ્યારે 74 વર્ષના હતા ત્યારે તેમની પીઠમાં છરો મારવામાં આવ્યો હતો અને હવે વર્તમાન TDP વડા ચંદ્રબાબુ નાયડુના પણ તેવા જ હાલ થશે. હવે જ્યારે ચંદ્રબાબુ નાયડુને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, ત્યારે તેમની સાસુ લક્ષ્મી પાર્વતી ખૂબ જ ખુશ છે. તે વખતે YSRCP પાર્ટી ઓફિસમાં આયોજિત એક મીડિયા કોન્ફરન્સમાં બોલતા, લક્ષ્મી પાર્વતી નાયડુના વલણ પર ભારે પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp