લગ્ન માટે સારી છોકરી ન શોધી શકી મા તો દીકરાએ ઈંટ મારીને કરી હત્યા, પછી...

PC: gulfnews.com

હૈદરાબાદથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહી સિદ્દીપેટ વિસ્તારમાં એક દીકરા પર પોતાની 45 વર્ષીય માતાની હત્યાનો આરોપ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેની માતા તેના (દીકરાના) માટે છોકરી શોધી રહી હતી. તે છોકરી શોધવામાં સફળ થઈ શકી નહોતી. તે અત્યારે પણ દીકરા માટે છોકરી શોધી રહી હતી. લગ્ન માટે છોકરી ન મળવાથી આરોપી વ્યક્તિ નારાજ થઈ ગયો અને માતાની હત્યા કરી નાખી. દીકરાને લાગ્યું કે, તેની માતાના કારણે તેના લગ્ન થઈ રહ્યા નથી કેમ કે તે તેના માટે એક સારી છોકરી ન શોધી શકી.

આ ઘટનાથી આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો. આસપાસના લોકો ડરમાં છે અને આ ઘટના પર હેરાની વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં આરોપી દીકરાની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે પોલીસે ગુરુવારે કહ્યું હતું કે, સિદ્દીપેટ જિલ્લાના બાંદા મેલારામ ગામમાં 45 વર્ષીય મહિલાના દીકરાએ કથિત રૂપે લગ્ન માટે સારી છોકરી ન શોધી શકવાના કારણે તેની માતાની હત્યા કરી નાખી. આ ઘટના બુધવાર અને ગુરૂવારની રાત્રે મહિલાના ઘર પર થઈ હતી.

પોલીસે આગળ કહ્યું કે, હત્યાના સિલસિલામાં મહિલાના આરોપી દીકરા અને એક સંબંધીની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલાની દીકરીની ફરિયાદના આધાર પર કેસ નોંધી લેવામાં આવ્યો છે અને તપાસ દરમિયાન પીડિતાના દીકરા અને અન્ય એક સંબંધી ગુનો કબૂલી લીધો છે. મહિલાની ઈંટથી કચડીને હત્યા કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, પોલીસને ભરમાવવા માટે હત્યા બાદ આરોપી દીકરાએ માતાનું ગળું અને તેના કાપી નાખ્યા. આરોપીએ એમ એટલે કર્યું કેમ કે તે ઈચ્છતો હતો કે પોલીસને લાગે કે માતાની કોઈ બીજાએ હત્યા કરી છે. હાલમાં ઘટનાની આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તો ઉત્તર પ્રદેશમાં તાજનગરી આગ્રાના ફેસ-2માં ગુરૂવારની અડધી રાત્રે દીકરાએ માથા પર ઈંટ મારીને પોતાના સાવકા પિતાની હત્યા કરી નાખી. વિવાદ દારૂને લઈને થયો હતો. ઘટના રાત્રે લગભગ 11:00 વાગ્યાની છે. તાજગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર શંકર પાંડેએ જણાવ્યું કે, મૂલત નાઈની મંડીનો રહેવાસી 55 વર્ષીય આરીફ તાજનગરી ફેસ-2માં એક શાળામાં ચોકીદાર હતો. આરીફે તાજગંજની રહેવાસી એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. મહિલાનો 22 વર્ષીય દીકરો ઈમરાન તેનાથી નારાજ હતો. કહેવામાં આવી રહ્યું છે એ જ નારાજગીમાં તેણે પિતાની હત્યા કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp